Patent : જાણો પેટન્ટ એટલુ શુ ? તેનો સમયગાળો કેટલો હોય છે ?

|

May 12, 2021 | 3:11 PM

Patent : પેટેંટ એક એવો કાયદાકીય અધિકાર છે, જે કોઇ વ્યક્તિ અથવા સંસ્થાને નવી શોધ, નવી સેવા, ટેકનીક, પ્રક્રિયા, ઉત્પાદન અથવા ડિઝાઇન માટે પ્રદાન કરવામાં આવે છે જેથી કોઇ એની નકલ તૈયાર ન કરી શકે.

Patent : જાણો પેટન્ટ એટલુ શુ ? તેનો સમયગાળો કેટલો હોય છે ?
સાંકેતિક તસ્વીર

Follow us on

Patent :  ભારતીય પેટેંટ કાર્યલય પેટેંટ ડિઝાઇન અને ટ્રેડ માર્કના નિયંત્રક જનરલ કાર્યાલય દ્વારા પ્રશાસિત કરવામાં આવે છે.તેનું મુખ્ય કાર્યાલય કોલકાતામાં છે અને તે વાણિજ્ય અને ઉધોગ મંત્રાલયના નિર્દેશાનુસાર કામ કરે છે.

પેટેંટ અધિકાર શું છે ?

પેટેંટ એક અધિકાર છે, જે કોઇ વ્યક્તિ અથવા સંસ્થાને નવી શોધ,નવી સેવા,ટેકનીક,પ્રક્રિયા,ઉત્પાદન અથવા ડિઝાઇન માટે પ્રદાન કરવામાં આવે છે જેથી કોઇ એની નકલ તૈયાર ન કરી શકે. બીજા શબ્દોમાં પેટેંટ એક એવો કાયદાકીય અધિકાર છે જેના મળ્યા બાદ જો કોઇ વ્યક્તિ કે સંસ્થા કોઇ  ઉત્પાદનની શોધ કરે અથવા બનાવે છે તો તેને એ ઉત્પાદન બનાવવાનો એક અધિકાર પ્રાપ્ત થાય છે. આ સિવાય જો પેટેંટ ધારક કે સિવાય કોઇ વ્યક્તિ કે સંસ્થા આ ઉત્પાદકને બનાવે છે તો ગેરકાયદેસર સાબિત થશે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

જો આ વિરુધ્ધ પેટેંટ ધારક  કોઇ ફરિયાદ દાખલ કરાવી તો પેટેંટનું ઉલ્લંઘન કરનાર  મુશ્કેલીમાં પડી શકે છે. પરંતુ જો કોઇ ઉત્પાદનને બનાવવા ઇચ્છે છે તો તેને પેટેંટે ધારક વ્યક્તિ અથવા સંસ્થા પાસેથી આની અનુમતિ લેવી પડશે અને રોયલ્ટી આપવી પડશે.

પેટેંટના પ્રકાર

1.ઉત્પાદન પેટેંટ

2.પ્રક્રિયા પેટેંટ

ઉત્પાદન પેટેંટ

આનો મતલબ એ છે કે કોઇ વ્યક્તિ અથવા સંસ્થા કોઇ ઉત્પાદનની આબેહૂબ નકલ અથવા ઉત્પાદન બનાવી શકે નહી અર્થાત બે ઉત્પાદનની ડિઝાઇન એક જેવી ન હોય શકે. આ અંતર ઉત્પાદનના પેકિંગ,નામ,રંગ,આકાર અને સ્વાદ વગેરેનુ હોય છે. આ કારણ છે કે આપણે બજારમાં ઘણી એવી ચીજ-વસ્તુઓ જોઇ હશે પરંતુ તેમાંથી કોઇ બે કંપનીના ઉત્પાદન એક જેવા નહી હોય. તેનું કારણ છે પેટેંટ

પેટેંટ કેવી રીતે મળે છે ? 

પ્રત્યેક દેશમાં પેટેંટ કાર્યલય હોય છે. પોતના ઉત્પાદન કે ટેક્નોલોજી પર પેટેંટ લેવા માટે કાર્યાલયમાં અરજી દેવામાં આવે છે અને સાથે જ પોતાની નવી શોધ વિશે જાણકારી આપો. ત્યારબાદ પેટેંટ કાર્યલય તેની તપાસ કરશે અને જો તેઓ ઉત્પાદન કે ટેકનીકલ વિચાર નવો છે તો પેટેંટનો આદેશ રજૂ કરી દેશે.

અહીંયા એ જાણવુ ખૂબ જ જરુરી છે કે કોઇ ઉત્પાદન અથવા સેવા માટે લેવાયેલી પેટેંટ માત્ર એ જ દેશમાં લાગુ થશે જ્યાં તેની પેટેંટ કરાવવામાં આવી છે. જો અમેરિકા કે કોઇ દેશમાં કોઇ વ્યક્તિ ભારતમાં પેટેંટ કરેલા ઉત્પાદન અથવા સેવાની નકલ બનાવશે તો તેને ઉલ્લંધન માનવામાં નહી આવે. એ જ રીતે ભારતમાં પેટેંટ કરાવેલી કંપની જો કોઇ ઉત્પાદન અથવા સેવાની પેટેંટ અમેરિકા કે અન્ય કોઇ દેશમાં કરાવવા ઇચ્છે છે તો તેને એ દેશના પેટેંટ કાર્યલયમાં અલગથી આવેદન આપવું પડશે.

આપને જણાવી દઇએ કે ભારતમાં પેટેંટની અવધિ 20 વર્ષની હોય છે . અરજી જે દિવસથી કરવામાં આવી હોય ત્યારથી આ અવધિ શરુ થાય છે.

Published On - 3:10 pm, Wed, 12 May 21

Next Article