પાકિસ્તાનની અક્કલ ઠેકાણે, 2 વર્ષ બાદ ભારતની ખાંડ અને કપાસ ખરીદવા માટે બન્યું મજબુર

ભારત સરકારે આર્ટિકલ-370 નાબૂદ કર્યા બાદ પાકિસ્તાને ભારત સાથે વ્યાપારીક સંબંધો તોડી દીધા હતા. હવે 2 વર્ષ બાદ ફરી ભારત પાસેથી ખાંડ ખરીદવાની મંજૂરી આપી છે.

પાકિસ્તાનની અક્કલ ઠેકાણે, 2 વર્ષ બાદ ભારતની ખાંડ અને કપાસ ખરીદવા માટે બન્યું મજબુર
ભારત-પાક વ્યાપારીક સંબંધો
Gautam Prajapati

|

Apr 01, 2021 | 9:30 AM

ગુજરાતીમાં રુઢિપ્રયોગ તમે સાંભળ્યો હશે “ખાંડ ખાવી”. જેનો અર્થ થાય છે કે મિથ્યાભિમાનમાં રહેવું. જોકે પાકિસ્તાન માટે આ રુઢિપ્રયોગ બિલકુલ સાર્થક નીવળે છે. ધંધાકીય ક્ષેત્રે માર ખાઈ રહેલા પાકિસ્તાનને છેવટે ભારતનું મહત્વ સમાજમાં આવી ગયું છે. તેથી હવે વ્યવસાયિક સંબંધોને સુધારવા માટે પાકિસ્તાને તેના ખાનગી ક્ષેત્રને બે વર્ષ બાદ ભારતમાંથી ખાંડ અને કપાસ અને યાર્નના આયાત માટેની મંજૂરી આપી છે.

પાકિસ્તાનને ભારત સિવાય અન્ય દેશોમાંથી ખાંડ, કપાસ અને યાર્ન આયાત કરવાનું મોંઘુ પડી રહ્યું હતું. પાકિસ્તાનની ક્ષીણ થઈ રહેલી અર્થવ્યવસ્થા આ ભાર સહન કરી શકાતી ન હતી. તેથી પાકિસ્તાનની આર્થિક સંકલન પરિષદે કપાસ અને યાર્નની આયાતને મંજૂરી આપી છે. સમાચાર એજન્સીએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે, પાકિસ્તાનમાં મહત્વપૂર્ણ આર્થિક નિર્ણયો લેનારી આ સંસ્થાએ ખાનગી ક્ષેત્રને ભારતમાંથી 5 લાખ ટન ખાંડની આયાત કરવાની પણ મંજૂરી આપી છે.

પાકિસ્તાનમાં ભારત કરતા બમણા ભાવે છે ખાંડ

ભારત વિશ્વમાં કપાસનો સૌથી મોટો ઉત્પાદક અને, વિશ્વમાં ખાંડનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. પાકિસ્તાનમાં ખાંડના વેચાણને કારણે તેનો સ્થાનિક બજારમાં સ્ટોક ઓછો રહેશે. આને કારણે પાકિસ્તાનમાં રમઝાન પહેલા આકાશને સ્પર્શેલા ખાંડના ભાવ નીચે આવી શકશે. પાકિસ્તાનમાં હાલમાં ખાંડનો ભાવ પ્રતિ ટન 694 ડોલર (50,777 ભારતીય રૂપિયા) પર ચાલી રહ્યો છે. આ ભારતીય ખાંડના ભાવ કરતા બમણાથી થોડા ઓછા છે. જ્યાં સુધી ભારતીય કપાસની વાત છે, તે પાકિસ્તાનને અન્ય દેશોની તુલનામાં 5% સસ્તું પણ પડશે.

આર્ટિકલ-370 નાબૂદ થયા પછી બગડ્યા હતા સંબંધો

ઓગસ્ટ 2019 માં, ભારત સરકારે કલમ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો નાબૂદ કર્યો હતો. લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવીને રાજ્યથી અલગ કરવામાં આવ્યો હતો. આ પછી પાકિસ્તાને ભારત સાથે વ્યાપારિક સંબંધો તોડી નાખ્યા હતા. સુગર અને કપાસની આયાતને મંજૂરી આપવામાં આવી રહી હોવાના સમાચાર બંને વચ્ચેના સંબંધોમાં જામી ગયેલા બરફને ઓગાળવા માટેના રાજદ્વારી પગલાના સમયે આવ્યા છે. ભારત અને પાકના વ્યાપારિક સંબંધો બંને દેશના અર્થતંત્રને શું અસર કરે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: ચિંતાજનક: કોરોના બન્યો ‘સાયલન્ટ કિલર’, મુંબઇના 91 હજાર દર્દીઓમાંથી 74 હજારમાં નથી કોઈ લક્ષણો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati