ચિંતાજનક: કોરોના બન્યો ‘સાયલન્ટ કિલર’, મુંબઇના 91 હજાર દર્દીઓમાંથી 74 હજારમાં નથી કોઈ લક્ષણો

કોરોનાનો આતંક હવે ખુબ વધી ગયો છે. આ બાજુ મુંબઈમાં દિવસેને દિવસે કોરોનાના ખુબ કેસ આવી રહ્યા છે. ત્યારે આમાં મોટાભાગના લોકોને લક્ષણ વગર કોરોના જોવા મળી રહ્યો છે.

  • tv9 webdesk37
  • Published On - 16:07 PM, 31 Mar 2021
ચિંતાજનક: કોરોના બન્યો 'સાયલન્ટ કિલર', મુંબઇના 91 હજાર દર્દીઓમાંથી 74 હજારમાં નથી કોઈ લક્ષણો
પ્રતિકાત્મક તસ્વીર

દેશમાં કોરોના વાયરસની નવીનતમ લહેરનું કેન્દ્ર મહારાષ્ટ્ર બનતું જઈ રહ્યું છે. ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં 30 હજારથી વધુ કેસ રિપોર્ટ્સ થઈ રહ્યા છે. દરમિયાન બીએમસી કમિશનર ઇકબાલસિંહ ચહલે નિવેદન આપ્યું છે કે મુંબઈમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. મુંબઈમાં માત્ર 49 દિવસમાં 91 હજાર કોરોના કેસ નોંધાયા છે.

બીએમસી કમિશનરના જણાવ્યા અનુસાર, મુંબઈમાં 74,૦૦૦ કેસ એવા છે જેમાં કોરોનાનાં લક્ષણો નથી. એટલે કે, કોરોના હવે ‘સાયલન્ટ કિલર’ તરીકે ઉભરી રહ્યો છે જે લોકોને કોઈ લક્ષણો વિના લઈ જઈ રહી છે.

જો આપણે અન્ય બાબતોની વાત કરીએ તો લગભગ 17 હજાર લોકોમાં મુંબઇમાં કોરોનાના સંકેતો મળ્યા છે. અડધા કેસોમાં લોકોમાં કોરોનાનાં થોડા જ લક્ષણો જોવા મળે છે.

જેમને કોરોનાનાં લક્ષણો નથી અને કોરોના પોઝિટિવ છે. એમને બીએમસી કમિશનરે કહ્યું કે, આ બધા પર સ્ટેમ્પ લગાડવામાં આવી રહ્યા છે. જો તેઓ જાહેર સ્થળોએ મળે તો તેમના પર એફઆઈઆર નોંધાવવામાં આવશે. આવા લોકોની ધરપકડ પણ કરવામાં આવશે.

બીએમસી કમિશનરના જણાવ્યા અનુસાર મુંબઇમાં 9900 હોસ્પિટલના પલંગ ભરાયા છે, જ્યારે આ અઠવાડિયામાં 4000 પથારીની સુવિધા ઓનલાઈન કરી દેવામાં આવશે. સરકાર લોકડાઉન ઇચ્છતી નથી, જો લોકો કોરોના માર્ગદર્શિકાનું પાલન કરશે તો પરિસ્થિતિ નિયંત્રણમાં આવી શકે એમ છે.

બીએમસી કમિશનર ઇકબાલ સિંહ ચહલે કહ્યું કે મુંબઈમાં આપણે ઓછામાં ઓછું કડકતા લાગુ કરાવી પડશે. અત્યારે મુંબઈમાં કોરોનાને કારણે થતાં મૃત્યુની સંખ્યા નિયંત્રણમાં છે. જો કોઈએ માસ્ક પહેરેલું નથી અથવા દિશાનિર્દેશોનું પાલન કરી રહ્યું નથી, તો તેને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. મુંબઈમાં જ અત્યાર સુધીમાં સૌથી વધુ દંડ ફટકારવામાં આવ્યા છે.

આવી પરિસ્થતિમાં લક્ષણ વગર કોરોના નીકળી આવવો એ ખુબ જ ચિંતાજનક વાત છે. આની ખુબ માઠી અસર શકે છે. દેશભરમાં લોકો કોરોનાના અને તેના કારણે થઇ રહેલી અનેક પ્રકારની સમસ્યાઓ સામે લડી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રની વધુ કથળતી સ્થિતિ દેશ માટે પણ એક ચિંતાનો વિષય છે.

 

આ પણ વાંચો: મહિલા જજને આપત્તિજનક રીતે જન્મદિવસ વિશ કરવા પર આરોપી વકીલની થશે માનસીક તપાસ

આ પણ વાંચો: ભાજપની ભૂલ: પાર્ટી પ્રમોશનના વિડીયોમાં જોવા મળ્યો કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિદમ્બરમની પુત્રવધૂનો ચહેરો