India Post : હવે એક ફોન કોલ તમારી પોસ્ટ સંબંધિત કામગીરીને આસાન બનાવશે, જાણો કઈ રીતે બનશે શક્ય

|

Oct 15, 2021 | 9:32 AM

IVR સુવિધાનો ઉપયોગ કરી જરૂરી સુવિધાઓ પ્રાપ્ત કરી શકાશે જેના માટે પહેલા તેમને પોસ્ટ ઓફિસના ધક્કા ખાવા પડતા હતા.

India Post : હવે એક ફોન કોલ તમારી પોસ્ટ સંબંધિત કામગીરીને આસાન બનાવશે, જાણો કઈ રીતે બનશે શક્ય
you can Can avail IVR facilities by calling toll-free number 18002666868

Follow us on

પોસ્ટ ઓફિસ બચત ખાતાના ગ્રાહકો હવે તેમના ફોન પર ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ (IVR) સુવિધાનો ઉપયોગ કરી જરૂરી સુવિધાઓ પ્રાપ્ત કરી શકાશે જેના માટે પહેલા તેમને પોસ્ટ ઓફિસના ધક્કા ખાવા પડતા હતા. રોકાણ પર મેળવેલ વ્યાજ, એટીએમ કાર્ડ બ્લોકીંગ, નવા કાર્ડ ઇશ્યૂ કરવા, વિવિધ પોસ્ટલ બચત પ્રોડક્ટ વગેરે વિશે માહિતી મેળવવા માટે ગ્રાહકો સુવિધાનો ઉપયોગ કરી શકે છે.

પોસ્ટ વિભાગે IVR સુવિધા શરૂ કરી
પોસ્ટ વિભાગે ગ્રાહકો માટે તેની IVR સુવિધા શરૂ કરી છે. પરિપત્ર મુજબ, પીપીએફ અને એનએસસી સહીત નાની બચત યોજનાઓના ગ્રાહકો તેમના રજિસ્ટર્ડ મોબાઇલ દ્વારા ઇન્ડિયા પોસ્ટના ટોલ ફ્રી નંબર 18002666868 પર ફોન કરીને IVR સુવિધાઓ મેળવી શકે છે.

બચત ખાતાના ગ્રાહકો ઉપયોગ કરી શકે છે
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટના ગ્રાહકો આ સુવિધા માટે IVR નો ઉપયોગ કરી શકે છે. તેની પાસે ઘણા વિકલ્પો છે. જેમ કે તમામ સ્કીમનું એકાઉન્ટ બેલેન્સ જાણવા માટે તમારે 5 દબાવવું પડશે. આ પછી તમારે એકાઉન્ટ નંબર અને પછી હેશ (#) દબાવવું પડશે. ATM કાર્ડ બ્લોક કરવા માટે તમારે 6 દબાવવું પડશે. આ પછી, કાર્ડ નંબર દાખલ કર્યા પછી, એકાઉન્ટ નંબર દાખલ કર્યા પછી 2 અને ગ્રાહક ID નંબર પછી ૩ દાખલ કરવું પડશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ઇન્ડિયા પોસ્ટ સેવાઓ માટે શું કરવું?
અન્ય સેવાઓ માટે તમારે 7 દબાવવું પડશે. ઈન્ડિયા પોસ્ટ બેન્કિંગ સેવાઓ માટે તમારે 2 દબાવવું પડશે. તમારા બચત ખાતાના વ્યવહારો જાણવા માટે 1 દબાવવું પડશે. આમાં તમે સેવિંગ બેંક એકાઉન્ટ, PPF, SSA ના વ્યવહારો જાણી શકો છો. પહેલા એકાઉન્ટ નંબર દાખલ કરવો પડશે પછી હેશ (#) દબાવવું પડશે. તમારા ખાતામાં આપવામાં આવેલા ચેકની સ્થિતિ જાણવા માટે એક દબાવવું પડશે.

છેલ્લા ચાર વ્યવહારો જાણવા માટે શું કરવું?
છેલ્લા ચાર વ્યવહારો જાણવા માટે બે નું બટન દબાવવા પડે છે. કોઈ ચોક્કસ વ્યવહાર જાણવા માટે 3 દબાવવું પડશે. વ્યાજની આવક અને ટેક્સ કપાત જાણવા માટે તમારે 4 દબાવવું પડશે. એ જ રીતે જો તમે ખાતામાં ચેક રોકવા માંગતા હો, તો તમારે 5 દબાવવું પડશે. ફરીથી વિકલ્પ સાંભળવા માટે # દબાવવું પડશે. અગાઉના મેનૂ પર જવા માટે તમારે * દબાવવું પડશે. તમારી મુદત થાપણનો વ્યવહાર જાણવા માટે તમારે 2 દબાવવું પડશે.

આ પણ વાંચો : Tata Group ના આ શેરથી Rakesh Jhunjhunwala એ ઓક્ટોબર મહિનામાં 1700 કરોડ રૂપિયાની કમાણી કરી, શું છે તમારા પોર્ટફોલિયોની સ્થિતિ?

આ પણ વાંચો : Forbes Ranking : દેશમાં નોકરી કરવા માટે Reliance Industries શ્રેષ્ઠ સ્થાન, જાણો વૈશ્વિક સ્તરે અન્ય ભારતીય કંપનીઓની શું છે સ્થિતિ

Published On - 9:26 am, Fri, 15 October 21

Next Article