રેલ્વેએ ભંગાર વેચીને કમાયા 227.71 કરોડ રૂપિયા, ગત વર્ષની તુલનામાં કમાણીમાં થયો 146 ટકાનો વધારો

|

Sep 30, 2021 | 10:37 PM

મોટી સંખ્યામાં એકત્રિત સ્ક્રેપ PSC સ્લીપર્સનો ઉત્તર રેલવે દ્વારા નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેથી રેલવેની જમીનનો ઉપયોગ અન્ય પ્રવૃત્તિઓમાંથી આવક મેળવવા માટે થઈ શકે.

રેલ્વેએ ભંગાર વેચીને કમાયા 227.71 કરોડ રૂપિયા, ગત વર્ષની તુલનામાં કમાણીમાં થયો 146 ટકાનો વધારો
ઉત્તર રેલવે ભંગાર વેચીને 227.71 કરોડ રૂપિયાની કરી કમાણી

Follow us on

મોટી સંખ્યામાં એકત્રિત સ્ક્રેપ PSC સ્લીપર્સનો ઉત્તર રેલવે દ્વારા નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેથી રેલવેની જમીનનો ઉપયોગ અન્ય પ્રવૃત્તિઓમાંથી આવક મેળવવા માટે થઈ શકે. ઉત્તર રેલવેના જનરલ મેનેજર આશુતોષ ગંગલે 30 સપ્ટેમ્બરે ગુરુવારે જણાવ્યું હતું કે ત્રીજા ક્વાર્ટરના અંતે ઉત્તર રેલવેએ ભંગારના રેકોર્ડ વેચાણથી 227.71 કરોડ રૂપિયાની આવક મેળવી છે.

 

આ ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળા દરમિયાન 92.49 કરોડ રૂપિયાની આવક કરતાં 146% વધારે છે. ગયા વર્ષે થયેલા વેચાણને જોતા આ વર્ષનું વેચાણ રેલવે માટે મોટી સિદ્ધિ ગણી શકાય. સ્ક્રેપ વેચાણની દ્રષ્ટિએ ઉત્તર રેલવે હવે તમામ ભારતીય રેલવે અને પીએસયુમાં ટોચ પર આવી ગઈ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

સ્ક્રેપમાં આવતી આ વસ્તુઓ રેલવે વેચે છે

સ્ક્રેપ નિકાલ એક મહત્વની પ્રવૃત્તિ છે. જે આવક મેળવવાની સાથે કામના પરિસરને સુઘડ અને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. રેલવે લાઈન નજીક રેલ ટ્રેકના ટુકડા, સ્લીપર્સ, ટાઈબારના જેવા સ્ક્રેપના કારણે સલામતી જોખમમાં મુકાય તેવી શક્યતા રહેલી છે. એ જ રીતે પાણીની ટાંકીઓ, કેબિન, ક્વાર્ટર્સ અને અન્ય ત્યજી દેવાયેલા બાંધકામોનો દુરુપયોગ થવાની સંભાવના રહે છે. તેમના તાત્કાલિક નિકાલને હંમેશા પ્રાથમિકતા આપવામાં આવી છે અને ઉચ્ચ સ્તર પર તેનું નિરીક્ષણ કરવામાં આવે છે.

 

શૂન્ય સ્ક્રેપનો દરજ્જો પ્રાપ્ત કરવા માટે ઉત્તરી રેલવે તૈયાર છે

મોટી સંખ્યામાં એકત્રિત સ્ક્રેપ PSC સ્લીપર્સનો ઉત્તર રેલવે દ્વારા નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેથી રેલવેની જમીનનો ઉપયોગ અન્ય પ્રવૃત્તિઓમાંથી આવક મેળવવા માટે થઈ શકે. શૂન્ય સ્ક્રેપની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે ઉત્તર રેલવે મિશન મોડમાં ભંગારનો નિકાલ કરવા માટે તૈયાર છે.

 

‘રેલવે સરળતાથી લક્ષ્ય પ્રાપ્ત કરશે’

ઉત્તર રેલવેના જનરલ મેનેજર આશુતોષ ગાંગલે જણાવ્યું હતું કે ભારતીય રેલવેનો ઉત્તર રેલવે વિભાગ માત્ર રેલવે બોર્ડના 370 કરોડ રૂપિયાના સ્ક્રેપ વેચાણ લક્ષ્યને હાંસિલ કરવા પ્રતિબદ્ધ છે. તેમજ તે ખુબ જ સરળતાથી આ લક્ષ્ય મેળવી લેશે અને આ આંકડો આગળ પણ વધારશે. જણાવી દઈએ કે ટ્રેન દુર્ઘટનાઓ પછી ક્ષતિગ્રસ્ત બોગીઓ, પાટા અને અન્ય વસ્તુઓ અલગ અલગ જગ્યાએ પડેલી હોય છે, જે સલામતી અને સુરક્ષાની દ્રષ્ટિએ ક્યારેક રેલવે માટે માથાનો દુખાવો બની જાય છે.

 

ભંગાર વેચ્યા બાદ જ જગ્યાનો યોગ્ય ઉપયોગ શક્ય બનશે

ભારતીય રેલવેની આવી ભંગાર સંપત્તિ દેશભરમાં હજારો સ્થળોએ પડેલી છે, જેનો સમયસર નિકાલ અને વેચાણ બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ લાંબા સમયથી આ પ્રક્રિયામાં સમસ્યાઓ આવી રહી હતી. ભારતીય રેલવેના વિવિધ વિભાગો તેમના વિસ્તારમાં રહેલી આ ભંગાર સામગ્રી વેચીને આવક વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ જગ્યા ખાલી થયા પછી તે જગ્યાનો યોગ્ય ઉપયોગ પણ કરી શકાશે.

 

આ પણ વાંચો :  Knowledge News: જાણી લેજો ઓક્ટોબરથી આવી રહ્યા છે કેટલાક નિયમોમાં ફેરફાર, વાંચો તમામ વિગત એક ક્લિક પર

Next Article