નોર્થ વેસ્ટર્ન રેલ્વેએ નાણાકીય વર્ષ 2021-22માં સપ્ટેમ્બર મહિના સુધી 13.36 મિલિયન ટન લોડ કરીને પાછલા વર્ષના આ સમયગાળામાં કરવામાં આવેલા 8.53 ટન માલ લોડ થી 56% થી વધુનો વધારો નોંધાવ્યો છે અને ભારતીય રેલ્વેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉત્તર પશ્ચિમ રેલવે પર સિમેન્ટ, અનાજ, પેટ્રોલિયમ, કન્ટેનર અને અન્ય મુખ્ય ચીજવસ્તુઓ પરિવહન થાય છે. આ સાથે, ઉત્તર પશ્ચિમ રેલવેએ સપ્ટેમ્બર સુધી આ નાણાકીય વર્ષમાં 98.66% સમયબદ્ધતા (Punctuality) હાંસલ કરી છે, જે તમામ રેલવેમાં સૌથી વધુ છે.
મેલ/એક્સપ્રેસ ટ્રેનોની સમયબદ્ધતામાં તમામ ભારતીય રેલવેમાં પ્રથમ સ્થાન
ઉત્તર પશ્ચિમ રેલવેએ સપ્ટેમ્બર સુધી મેઇલ/એક્સપ્રેસની 98.66% સમયબદ્ધતા હાંસલ કરી છે, જે તમામ ભારતીય રેલવેમાં સૌથી વધુ છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં પણ ઉત્તર પશ્ચિમ રેલવે સમયની પાબંદીમાં પ્રથમ સ્થાને રહી હતી. લેફ્ટનન્ટ શશી કિરણે જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ રેલવેની આ સિદ્ધિ જનરલ મેનેજર વિજય શર્માના કાર્યક્ષમ માર્ગદર્શન અને ચીફ ઓપરેટિંગ મેનેજર રવિન્દ્ર ગોયલના માર્ગદર્શનને કારણે શક્ય બની છે.
ઉત્તર પશ્ચિમ રેલવે પર લોડિંગ કમાણી વધારવાના પ્રયાસોના ભાગરૂપે, ખેમલી, બાંગડ ગ્રામ, અનુપગઢ, અલવર, ગોટન, કનકપુરા, થેયાટ હમીરા, ભગત કી કોઠી, ગોટન સ્ટેશનો પર નવી વસ્તુઓનું લોડિંગ શરૂ કરવામાં આવ્યું છે. નોર્થ વેસ્ટર્ન રેલવેએ તેની સર્વાંગી ક્ષમતા અને કામગીરીમાં સુધારો કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે.
માલ લોડિંગમાં સૌથી વધુ 56 ટકાનો વધારો
ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી લેફ્ટનન્ટ શશી કિરણના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ 2021-22 માં સપ્ટેમ્બર સુધી 13.36 મિલિયન ટન પ્રારંભિક લોડિંગથી 1541.69 કરોડની આવક થઈ છે. જે 2020 -21 ની આ અવધિમાં 8.5 મેટ્રિક ટન માલ લોડિંગથી પ્રાપ્ત થયેલી આવક 999.4 કરોડથી ક્રમશ: માલ લોડિંગથી 56.62 ટકા અને આવકમાં 54.26 ટકા વધારે છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઉત્તર પશ્ચિમ રેલવેના નૂર લોડિંગની કામગીરીને જોતા રેલવે બોર્ડે આ વર્ષે વધુ લોડિંગનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. વર્ષ 2020-21માં ઉત્તર પશ્ચિમ રેલવેએ 22.24 મિલિયન ટન માલ લોડ કર્યો હતો અને રેલવે બોર્ડે આ નાણાકીય વર્ષમાં 26.50 મિલિયન ટનનો લક્ષ્યાંક રાખ્યો છે.
કોને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
રેલ્વે માલ પરીવહનને વધારે આકર્ષક બનાવવા માટે રેલવે ઘણી સુવિધાઓ અને છૂટછાટો પણ આપી રહી છે. ઝોનમાં બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ્સ (BDUs) ના મજબૂતીકરણ માટે ઉદ્યોગો અને લોજિસ્ટિક સેવાઓ પૂરી પાડતા ગ્રાહકો સાથે સતત સંપર્ક અને ઝડપી ગતિને કારણે ભારતીય રેલવેની માલ પરિવહન વ્યવસ્થા ખૂબ ઝડપથી વિકસી રહી છે. જેથી ઉદ્યોગ સાહસિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને રેલવે સરળતાથી તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે.
આ પણ વાંચો : Maharashtra : કોરોનાને કારણે પોતાના પ્રિયજનો ગુમાવનાર પરિવારની વ્હારે સરકાર, આ શહેરના 19000 હજાર પરિવારોને મળશે મદદ