AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI ની સેવાઓ માટે હવે બેંક સુધી જવાની જરૂર નથી, એક SMS અથવા મિસ્ડ કોલ તમને જરૂરી માહિતી પળભરમાં આપશે

SBI ક્વિક - મિસ્ડ કૉલ બેંકિંગ સેવા (SBI Quick – MISSED CALL BANKING) દ્વારા તમે મિસ્ડ કૉલ અથવા SMS મોકલીને ઘણી માહિતી મેળવી શકો છો.

SBI ની સેવાઓ માટે હવે બેંક સુધી જવાની જરૂર નથી, એક SMS અથવા મિસ્ડ કોલ તમને જરૂરી માહિતી પળભરમાં આપશે
State Bank of India
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 6:14 PM
Share

જો તમારું SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ખાતું છે, તો તમારે એકાઉન્ટ બેલેન્સ જાણવા માટે બેંક શાખામાં જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા બેઠા અને ઇન્ટરનેટ વગર તમારું બેલેન્સ ચેક કરી શકો છો. SBI ક્વિક – મિસ્ડ કૉલ બેંકિંગ સેવા (SBI Quick – MISSED CALL BANKING) દ્વારા તમે મિસ્ડ કૉલ અથવા SMS મોકલીને ઘણી માહિતી મેળવી શકો છો.

SBI ક્વિક સેવાઓ માટે રજીસ્ટ્રેશન જરૂરી છે SBI Quick – MISSED CALL BANKING SERVICE હેઠળ કોઈપણ સેવાનો લાભ લેવા માટે તમારે પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે. આ માટે તમારે REG ટાઈપ કરી સ્પેસ આપીને તમારો એકાઉન્ટ નંબર લખો અને 09223488888 પર SMS મોકલો. REG <space>Account Number લખી 09223488888 નંબર પર મોકલો. તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે આ મેસેજ તે જ પરથી મોકલો જે નંબર તમારા ખાતામાં નોંધાયેલ છે.

ટોલ ફ્રી નંબરથી બેલેન્સ કેવી રીતે ચેક કરવું? સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકો માટે ટોલ ફ્રી નંબર 09223766666 જારી કર્યો છે. આવી સ્થિતિમાં જો તમે પણ તમારા SBI ખાતામાં બેલેન્સ સંબંધિત માહિતી મેળવવા માંગતા હોય, તો તમારે ટોલ ફ્રી નંબર 09223766666 પર મિસ્ડ કોલ કરવો પડશે. આની થોડીક સેકંડ પછી તમને સંપૂર્ણ માહિતી SMS દ્વારા મોકલવામાં આવશે.

SMS દ્વારા બેલેન્સ ચેક કરો જો તમે તમારા SBI એકાઉન્ટનું બેલેન્સ જાણવા માંગતા હોવ તો તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી BAL લખીને 09223766666 પર SMS મોકલવો પડશે. આની થોડીક સેકંડ પછી, તમને સંપૂર્ણ માહિતી SMS દ્વારા મોકલવામાં આવશે.

SMS દ્વારા મિની સ્ટેટમેન્ટ કેવી રીતે જાણવું જો તમને તમારા SBI એકાઉન્ટનું મિની સ્ટેટમેન્ટ જોઈતું હોય તો તેના માટે તમારે MSTMT લખીને 09223866666 પર SMS મોકલવો પડશે.

તમે SMS દ્વારા ચેકબુક માટે અરજી કરી શકો છો જો તમે SBI ચેકબુક માટે અરજી કરવા માંગો છો, તો આ માટે તમારે CHQREQ ટાઈપ કરીને 09223588888 પર SMS મોકલવો પડશે.

આ પણ વાંચો :  તહેવારોમાં પૈસાની જરૂર છે પરંતુ ખાતામાં ઝીરો બેલેન્સ છે! તો પણ બેંકમાંથી ઉપાડી શકશો પૈસા, જાણો કેવી રીતે?

આ પણ વાંચો : Diesel Doorstep Delivery : હવે ગુજરાતમાં ઘરે બેઠા મળશે 20 લીટર ડીઝલ, દેશની સૌથી મોટી ઓઇલ કંપનીએ શરૂ કરી સર્વિસ

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">