અર્થવ્યવસ્થાના સુધાર માટે દરેક વ્યક્તિએ રસી લેવી જરૂરી, પડકારો પણ ઓછા નથી – નાણામંત્રીએ આપ્યુ નિવેદન

નાણામંત્રીએ આઇએમએફ અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠકો પર આયોજીત જી -20 નાણાં પ્રધાનો અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની બેઠકમાં જણાવ્યું હતું કે વૈશ્વિક આર્થિક સુધાર માટે સમર્થન બનાવી રાખવા, સ્થિતિસ્થાપકતા અને ઉત્પાદકતા અને માળખાકીય સુધારાને પ્રોત્સાહન આપવું જરૂરી છે.

અર્થવ્યવસ્થાના સુધાર માટે દરેક વ્યક્તિએ રસી લેવી જરૂરી, પડકારો પણ ઓછા નથી - નાણામંત્રીએ આપ્યુ નિવેદન
નાણામંત્રી નિર્મલા સીતારમણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 5:29 PM

કેન્દ્રીય નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણે બુધવારે તેમના G-20ના પોતાના સમકક્ષોને કહ્યું કે વૈશ્વિક આર્થિક સુધાર માટે બધા માટે સમાન રીતે વેક્સીન સુનિશ્ચિત કરવી જરૂરી છે, પરંતુ આ માર્ગમાં નોંધપાત્ર પડકારો પણ રહેલા છે. નાણામંત્રીએ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) અને વિશ્વ બેંકની (World Bank) વાર્ષિક બેઠકો પર આયોજીત જી -20 નાણાં પ્રધાનો અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની બેઠકમાં જણાવ્યું હતું કે વૈશ્વિક આર્થિક સુધાર માટે સમર્થન બનાવી રાખવા, સ્થિતિસ્થાપકતા અને ઉત્પાદકતા અને માળખાકીય સુધારાને પ્રોત્સાહન આપવું જરૂરી છે.

સીતારામને ઇટલીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જણાવ્યું હતું કે, આ બાબતોને આપણાં નીતિ લક્ષ્યોમાં સામેલ કરવી જોઈએ. આ દરમિયાન, G20 દેશો નાણાકીય સ્થિરતા અને લાંબા ગાળાની રાજકોષીય સ્થિરતા જાળવી રાખતા સહાયક પગલાંની સમય પહેલા પાછા લેવા પર સંમત થયા.

જલવાયુ પરિવર્તન પર ચર્ચામાં ભાગ લીધો

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

નાણામંત્રીએ જલવાયુ પરીવર્તન પર ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું કે, સફળ પરીણામોની દીશામાં ચર્ચાને આગળ વધારવા માટે જલવાયુ પરીવર્તન પર યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન અને પેરિસ કરારના સિદ્ધાંતોની મહત્વની ભૂમિકા ભજવશે.

તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો કે ક્લાઇમેટ ફાઇનાન્સ અને ટેકનોલોજી પર હાલની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓને પૂરી કરવામાં નિષ્ફળતા જળવાયુ પરિવર્તન સામેની લડાઇમાં વૈશ્વિક સમુદાયના સામૂહિક પ્રયાસોને નબળી પાડે છે.

મહામારી બાદ ભારત માટે ગ્રીન રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ 

IMF એ કહ્યું કે ભારતીય અર્થતંત્ર કોવિડ -19 મહામારીમાંથી બહાર આવી રહ્યું છે અને આવી સ્થિતિમાં દેશ માટે જાહેર રોકાણ પર ખાસ કરીને ગ્રીન ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરવું અગત્યનું છે.

આઇએમએફના નાણાકીય બાબતોના વિભાગના નાયબ નિયામક પાઓલો મૌરોએ જણાવ્યું હતું કે, “જેમ આપણે પુનરુત્થાન તરફ આગળ વધી રહ્યા છીએ, સાથે જ જાહેર રોકાણ, ખાસ કરીને ગ્રીન રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરવું પણ મહત્વનું છે, જેથી સુધારા સમાવેશી અને પર્યાવરણને અનુકૂળ થઈ શકે.”

તેમણે કહ્યું કે ભારતનો દેવાનો ગુણોત્તર 90 ટકા (જીડીપી) ની આસપાસ છે અને રોકાણકારોને સંકેત આપવો મહત્વપૂર્ણ છે કે મધ્યમ ગાળામાં દેવાનો ગુણોત્તર ઘટશે.

મૌરોએ કહ્યું કે મહામારીની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને થોડા મહિનાઓ પહેલા જે સ્થિતિ હતી તેનાથી ઘણી અલગ છે. સદભાગ્યે, કોરોનાના કેસોની સંખ્યા ઘટી રહી છે અને રસીકરણ વધુ વ્યાપક બની રહ્યું છે.

આ પણ વાંચો :  Share Market : શેરબજારની તેજી આજે પણ યથાવત, Sensex 61200 અને Nifty 18300 ને પાર દેખાય

g clip-path="url(#clip0_868_265)">