નવેમ્બરમાં વીમા કંપનીઓની નવા વ્યવસાયથી પ્રીમિયમની આવકમાં 42 ટકાનો વધારો, LICએ 32 ટકા વૃદ્ધિ નોંધાવી

|

Dec 07, 2021 | 9:56 PM

એલઆઈસીએ પ્રથમ વર્ષના પ્રીમિયમથી નવેમ્બરમાં કુલ 15967 કરોડ રૂપિયાની આવક મેળવી હતી, જ્યારે એક વર્ષ અગાઉના આ જ મહિનામાં એલઆઈસીની નવા બિઝનેસમાંથી પ્રીમિયમની આવક 12092.66 કરોડ રૂપિયા હતી.

નવેમ્બરમાં વીમા કંપનીઓની નવા વ્યવસાયથી પ્રીમિયમની આવકમાં 42 ટકાનો વધારો, LICએ 32 ટકા વૃદ્ધિ નોંધાવી
File Image

Follow us on

કોવિડને કારણે લોકો ભવિષ્યને લઈને વધુ સાવચેત બન્યા છે. કોરોના મહામારીની સીધી અસર સામાન્ય માણસને થઈ છે. લોકો વીમા પ્રત્યે જાગૃત થયા છે. આરોગ્ય વીમો, જીવન વીમો લઈને ભવિષ્યને સુરક્ષીત ઈચ્છી રહ્યા છે. જેનો સીધો ફાયદો લોકોને આર્થિક સુરક્ષા (Financial Security) આપતી કંપનીઓને મળી રહ્યો છે. IRDA દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, નવેમ્બરમાં વીમા કંપનીઓને મળેલા નવા પ્રીમિયમમાં (Premium) તીવ્ર વધારો થયો છે.

નવેમ્બરમાં નવા પ્રીમિયમની આવકમાં 42 ટકાનો વધારો થયો છે

IRDA દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, વીમા કંપનીઓ દ્વારા નવા પ્રીમિયમથી થતી આવક 42 ટકા વધીને 27177 કરોડ રૂપિયા પર પહોંચી છે. ગયા વર્ષે નવેમ્બરમાં, 24 જીવન વીમા કંપનીઓએ નવા વ્યવસાયથી એટલે કે પ્રથમ વર્ષના પ્રીમિયમથી 19159 કરોડ રૂપિયાની આવક મેળવી હતી. IRDA અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી નવેમ્બર વચ્ચે તમામ વીમા કંપનીઓને નવા વ્યવસાયમાંથી પ્રાપ્ત થયેલ પ્રીમિયમ 1,80,765.40 કરોડ રૂપિયા છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 8.46 ટકા વધુ છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

LIC ને નવા કારોબારથી આવકમાં 32 ટકાનો વધારો થયો

જ્યારે એલઆઈસીએ પ્રથમ વર્ષના પ્રીમિયમથી નવેમ્બરમાં કુલ 15967 કરોડ રૂપિયાની આવક મેળવી હતી, જ્યારે એક વર્ષ અગાઉના આ જ મહિનામાં એલઆઈસીની નવા બિઝનેસમાંથી પ્રીમિયમની આવક 12092.66 કરોડ રૂપિયા હતી. જો કે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિના દરમિયાન, LICની નવી પ્રીમિયમ આવકમાં લગભગ એક ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે  1,14,850 કરોડ રૂપિયાના સ્તરે પહોંચી હતી.

દેશના મોટા ભાગના વીમા કારોબાર પર LIC નો કબજો

વીમા બજારમાં હીસ્સેદારીના આધારે LIC નંબર વન છે અને તેનો હિસ્સો 63.39 ટકા છે. બીજી તરફ, SBI લાઇફ બીજા નંબરે છે, જેની પાસે 8.77 ટકા હિસ્સો છે. તે પછી 7.86 ટકા સાથે HDFC લાઇફ, 4.91 ટકા સાથે ICICI પ્રુડેન્શિયલ, 2.36 ટકા સાથે મેક્સ લાઇફ અને 2.62 ટકા સાથે બજાજ આલિયાન્ઝ આવે છે.

નવેમ્બર દરમિયાન એલઆઈસીના પ્રથમ વર્ષના પ્રીમિયમમાં 32 ટકા વૃદ્ધિની સામે 23 ખાનગી ક્ષેત્રની કંપનીઓએ 58 ટકા વૃદ્ધિ નોંધાવી છે. બીજી તરફ, 23 ખાનગી કંપનીઓએ નવા પ્રીમિયમ આવકમાં 30 ટકાની વૃદ્ધિ નોંધાવી છે, જ્યારે પ્રથમ આઠ મહિનામાં LICમાં 1 ટકાનો ઘટાડો થયો છે.

 

આ પણ વાંચો :  Maharashtra Omicron Guidelines: વિદેશથી મહારાષ્ટ્ર આવતા લોકો માટે જાહેર થઈ નવી માર્ગદર્શિકા, મુંબઈમાં બે ઓમિક્રોન સંક્રમિત મળ્યા બાદ રાજ્ય સરકારનો મોટો નિર્ણય

Next Article