Omicron: ઓમિક્રોનનું સંક્રમણ કેટલું ઝડપી, કેટલું ઘાતક ? આ સમજવામાં લાગશે 8 અઠવાડિયાનો સમય – મહારાષ્ટ્ર ટાસ્ક ફોર્સનું નિવેદન

મહારાષ્ટ્રની ટાસ્ક ફોર્સનું માનવું છે કે અત્યારે ઓમિક્રોનનો સંબંધ માત્ર વિદેશ પ્રવાસ અને વિદેશી પ્રવાસીઓ સાથે જોડાઈને જ સામે આવ્યો છે. આવી સ્થિતિમાં વિદેશથી આવનારાઓ પર ચાંપતી નજર રાખવાની જરૂર છે. વિદેશ પ્રવાસની સંપૂર્ણ હીસ્ટ્રી અને માહિતીનું વિશ્લેષણ કરવું જરૂરી છે.

Omicron: ઓમિક્રોનનું સંક્રમણ કેટલું ઝડપી, કેટલું ઘાતક ? આ સમજવામાં લાગશે 8 અઠવાડિયાનો સમય - મહારાષ્ટ્ર ટાસ્ક ફોર્સનું નિવેદન
Omicron Cases in India (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 5:50 PM

દેશમાં અત્યાર સુધીમાં ઓમીક્રોન (Omicron) વેરીઅન્ટના 23 સંક્રમિત (Omicron in India) મળી આવ્યા છે. સોમવારે મુંબઈમાં બે ઓમિક્રોન સંક્રમિત મળી આવ્યા બાદ મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમિતોની (Omicron in Maharashtra) સંખ્યા 10 થઈ ગઈ છે. એટલે કે ઓમિક્રોન સંક્રમિત દર્દીઓની સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્રમાં મળી આવી છે. આ પછી રાજસ્થાનનો નંબર આવે છે. જયપુરના એક જ પરિવારના 9 સભ્યો ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે.

પ્રશ્ન એ છે કે શું ઓમિક્રોનનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે? ડેલ્ટા વેરિઅન્ટ કરતાં આ કેટલું વધુ કે ઓછું જોખમી સાબિત થઈ શકે છે? નિષ્ણાતોનું માનવું છે કે તરત જ અભિપ્રાય વ્યક્ત કરવો થોડી ઉતાવળ સાબિત થશે. મહારાષ્ટ્રની કોરોના ટાસ્ક ફોર્સનું (Corona Task Force of Maharashtra)  માનવું છે કે ઓમિક્રોન લહેરની અસર કે પાયમાલી કેટલી વધુ કે ઓછી છે? આ પ્રશ્નનો સાચો જવાબ જાણવામાં હજુ છથી આઠ સપ્તાહનો સમય લાગશે.

દરમિયાન, રસીકરણની ઝડપ વધારવાની જરૂર છે. રાજ્યના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના અગ્ર સચિવ ડૉ.પ્રદીપ વ્યાસનું કહેવું છે કે ઓમિક્રોનના ખતરાને જોતા અત્યારે તકેદારી અને સાવધાની રાખવાની જરૂર છે. રસીકરણ કાર્યક્રમને ઝડપી બનાવવાની જરૂર છે. કોરોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. કોરોના નિયંત્રણમાં આવ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી માસ્કને લઈને બેદરકારી દેખાઈ રહી છે. તે જીવલેણ સાબિત થશે. વધતા ઓમિક્રોન સંક્રમણને ધ્યાનમાં રાખીને, કડક નિયમોનું પાલન કરવું જરૂરી છે. હમણાં માટે, આ શ્રેષ્ઠ ઉકેલ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઓમીક્રોન સંક્રમણ હાલમાં માત્ર વિદેશથી આવતા પ્રવાસીઓમાં છે

મહારાષ્ટ્રના કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશીના જણાવ્યા અનુસાર, ઓમિક્રોન વેરિઅન્ટ વિશે હજુ વધુ વૈજ્ઞાનિક અને વિગતવાર માહિતી આવવાની બાકી છે. દરેક સ્તરે આ અંગે સંશોધન અને અભ્યાસ શરૂ છે. અત્યારે, પેનીક થવાને બદલે, પ્રોમ્પ્ટ થવાની જરૂર છે. પરેશાન થવાને બદલે સાવધાન રહેવાની જરૂર છે. કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટા વેરિઅન્ટના કારણે સર્જાયેલી પાયમાલીને ધ્યાનમાં રાખીને આ નવા ઓમિક્રોન વેરિઅન્ટનો પણ ગંભીરતાથી અભ્યાસ કરવાની જરૂર છે.

મહારાષ્ટ્રની ટાસ્ક ફોર્સનું માનવું છે કે અત્યારે ઓમિક્રોનનો સંબંધ માત્ર વિદેશ પ્રવાસ અને વિદેશી પ્રવાસીઓ સાથે જોડાઈને જ સામે આવ્યો છે. આવી સ્થિતિમાં વિદેશથી આવનારાઓ પર ચાંપતી નજર રાખવાની જરૂર છે. વિદેશ પ્રવાસની સંપૂર્ણ હીસ્ટ્રી અને માહિતીનું વિશ્લેષણ કરવું જરૂરી છે.

ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટનું ત્રીસુત્રી ફોર્મ્યુલા

ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. રાહુલ પંડિતનું માનવું છે કે કોરોના પોઝિટિવ જોવા મળેલી વ્યક્તિના જીનોમ સિક્વન્સિંગ વિશે સંપૂર્ણ માહિતી મેળવવામાં લગભગ એક મહિનાનો સમય લાગે છે. તેથી, શરૂઆતમાં ત્રણ મુદ્દાની ફોર્મ્યુલા અપનાવવાની જરૂર છે. આ ફોર્મ્યુલા છે ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ. એટલે કે વિદેશથી આવનારાઓને શોધીને તપાસ કરવી જોઈએ. જો તેઓ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ જોવા મળે છે, તો તરત જ જીનોમ સિક્વન્સિંગ માટે તેમના સ્વેબ મોકલવા જરૂરી છે. જો તેઓ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જણાય છે, તો તેમને સખત રીતે ક્વોરેન્ટાઇન કરીને સારવાર કરવી જરૂરી છે. જ્યાં સુધી ઓમિક્રોન વેરિઅન્ટ વિશે વધુ માહિતી બહાર ન આવે ત્યાં સુધી, આ ત્રી-સુત્રી ફોર્મ્યુલા તેના ફેલાવાને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

આ પણ વાંચો :  કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારને વળતર આપવાના મુદ્દે, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારના વકિલને કહ્યુ, અમને એફિડેવિટ ના બતાવો, ખીસ્સામાં રાખો

g clip-path="url(#clip0_868_265)">