AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ના ઉમ્ર કી સીમા… ના સમાજનું બંધન ! 91 વર્ષની ઉંમરે દિલ દઇ બેઠા DLF ના KP Singh

એક ઈન્ટરવ્યુમાં કેપી સિંહે પોતાના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા છે. DLFના માલિક કેપી સિંહે (KP Singh) 91 વર્ષની ઉંમરે ફરી એકવાર હમસફર પસંદ કરી છે.

ના ઉમ્ર કી સીમા... ના સમાજનું બંધન ! 91 વર્ષની ઉંમરે દિલ દઇ બેઠા DLF ના KP Singh
DLF - KP Singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2023 | 8:14 PM
Share

કહેવાય છે કે પ્રેમ કરવા માટે ઉંમરની કોઈ મર્યાદા નથી હોતી. ઈચ્છાનું કોઈ બંધન હોતું નથી. માણસ ઈચ્છે તો તેની ઉંમરના કોઈપણ તબક્કે ઈચ્છિત પ્રેમ પ્રાપ્ત કરી શકે છે. જીવનની ગાડીને આગળ લઈ જવા માટે તે પોતાનો જીવનસાથી પસંદ કરી શકે છે. દેશના જાણીતા બિઝનેસમેન અબજોપતિ રિયલ એસ્ટેટ બિઝનેસમેન કુશલ પાલ સિંહે આ વાત સાચી સાબિત કરી છે. DLFના માલિક કેપી સિંહે 91 વર્ષની ઉંમરે ફરી એકવાર હમસફર પસંદ કરી છે. વર્ષ 2018માં કેપી સિંહની પત્નીનું કેન્સરને કારણે અવસાન થયું હતું. કેપી સિંહને તેમના પહેલા લગ્નથી ત્રણ બાળકો છે.

એક ઈન્ટરવ્યુમાં કેપી સિંહે પોતાના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા છે. વર્ષ 2018માં પોતાની પહેલી પત્નીને ગુમાવનાર કેપી સિંહે પોતાના જીવનમાં આવેલા નવા સાથી વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે મારી પત્નીના મૃત્યુ પછી મારા જીવનમાં એક ખાલીપો આવી ગયો. વર્ષો સુધી સાથે રહ્યા પછી જ્યારે તમે કોઈને ગુમાવો છો ત્યારે આવા દુ:ખને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. તમારું આખું જીવન બદલાઈ જાય છે. પણ હવે મારા જીવનમાં એક નવી પાર્ટનરની એન્ટ્રી થઇ છે. હું તેના પ્રેમમાં પડી ગયો છું.

કેપી સિંહે કહ્યું, મને નવી પાર્ટનર મળી ગઇ છે. તેનું નામ શીના છે. તે મારા જીવનના શ્રેષ્ઠ લોકોમાંથી એક છે. તે મહેનતુ છે અને મને પ્રેરણા આપે છે. શીના મને દરેક પગલે સાથ આપે છે. તે મને આગળ વધવા માટે પ્રેરણા આપે છે. હવે તે મારા જીવનનો મહત્વનો હિસ્સો બની ગઇ છે. જાણવામાં આવે છે કે કેપી સિંહની પહેલી પત્નીનું કેન્સરને કારણે 65 વર્ષની વયે અવસાન થયું હતું. કેપી સિંહ રિયલ એસ્ટેટના ટોચના અમીર અબજોપતિઓમાં સામેલ છે.

કેપી સિંહ 63 હજાર કરોડના માલિક છે

એક રિપોર્ટ અનુસાર, કેપી સિંહ બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં 299મા ક્રમે છે. તેમની કુલ સંપત્તિ $7.63 બિલિયન (લગભગ 63200 કરોડ રૂપિયા) છે. અહેવાલો અનુસાર, તેમણે તેમના સસરા રાઘવેન્દ્ર સિંહ દ્વારા શરૂ કરાયેલી કંપની દિલ્હી લેન્ડ એન્ડ ફાઇનાન્સ (DLF) માં જોડાવા માટે 1961 માં સેનાની નોકરી છોડી દીધી હતી. તેઓ પાંચ દાયકાથી વધુ સમય સુધી કંપનીના ચેરમેન પદે રહ્યા. હવે તે ડીએલએફના એમેરેટસ ચેરમેન છે.

પત્નીએ કહ્યું હતું ક્યારેય હાર ન માનો

ઈન્ટરવ્યુમાં કેપી સિંહે કહ્યું, મારી પત્નીએ મૃત્યુના 6 મહિના પહેલા મારી પાસેથી વચન લીધું હતું કે હું હાર નહીં માનું. હું આગળ જોવા માટે એક નવું જીવન છે. પત્નીના આ શબ્દો મારી સાથે રહ્યા. મારું લગ્નજીવન અદ્ભુત રહ્યું છે. મારી પત્ની પણ મારી મિત્ર હતી. તે ગયા પછી હું ઉદાસ થઈ ગયો. પણ હવે જીવન બદલાઈ ગયું છે.

g clip-path="url(#clip0_868_265)">