Mumbai: ઘાટકોપરની આ ગુજ્જુ ગેંગે કર્યો કમાલ, 25 વર્ષ જુની કંપનીનો 66% હિસ્સો 4500 કરોડમાં પ્રાપ્ત કર્યો

6 વર્ષ જૂના start-up PharmEasyએ 25 વર્ષ જૂની, સ્ટોક માર્કેટ પર લિસ્ટેડ થાયરોકેર (Thyrocare)માં 66 ટકા હિસ્સો આશરે રૂ. 4,500 કરોડમાં પ્રાપ્ત કર્યો

Mumbai: ઘાટકોપરની આ ગુજ્જુ ગેંગે કર્યો કમાલ, 25 વર્ષ જુની કંપનીનો 66% હિસ્સો 4500 કરોડમાં પ્રાપ્ત કર્યો
Ghatkopar-based Gujju gang acquires 66% stake in 25-year-old company
| Edited By: | Updated on: Jul 09, 2021 | 10:10 PM

Mumbai: ભારતમાં પહેલી વાર એવું બન્યું છે કે એક સ્ટાર્ટઅપે સ્ટોક માર્કેટની લિસ્ટેડ કંપનીને ખરીદી હોય. અને આ સિદ્ધિ 5 ગુજરાતિઓએ હાસિલ કરી છે. 6 વર્ષ જૂના start-up PharmEasyએ 25 વર્ષ જૂની, સ્ટોક માર્કેટ પર લિસ્ટેડ થાયરોકેર (Thyrocare)માં 66 ટકા હિસ્સો આશરે રૂ. 4,500 કરોડમાં પ્રાપ્ત કર્યો છે. જ્યારે કંપનીના CEO સિદ્ધાર્થ શાહને પૂછવામાં આવ્યું તો તેમણે ફાર્મઈઝીની સફળતાની પાછળનું કારણ 5 સહ-સંસ્થાપક વચ્ચેના બોન્ડીંગને ગણાવ્યું છે.

આપણે ઘણા સ્ટાર્ટઅપ અને તેમની પાછળના સંસ્થાપકની સફળતાની ગાથા સાંભળીએ છે ,જેમાં એકલા હાથે લોકોએ અબજો ડોલરની કંપની ઊભી કરી દીધી હોય. અને કદી એવું પણ સાંભળવા મળ્યું છે કે વધારે સહ-સંસ્થાપક હોવાથી કંપની વેર-વિખેર થઈ ગઈ હોય.

PharmEasyનો કિસ્સો થોડો અલગ છે, અહી પાંચ સહ-સંસ્થાપક હોવા છતાં તે એક Unicorn(મૂલ્યાંકન 1 અબજ ડોલરથી વધુ) બની. સિદ્ધાર્થ શાહ ફાર્મઈઝીના CEO અને સહ-સંસ્થાપક છે જે પોતાને અને તેમના સાથી સહ-સંસ્થાપક ધર્મિલ શેઠ, ધવલ શાહ, હર્ષ પારેખ, હાર્દિક દેઢિયાને “ઘાટકોપરની ગુજ્જુ ગેંગ” તરીકેની ઓળખ આપતા શરમાતા નથી.

સિદ્ધાર્થ કહે છે કે, “મુંબઈમાં કટાક્ષ તરીકે વપરાતા આ લેબલ પર તેઓ ગર્વ અનુભવે છે અને આજ ઓળખાણે કંપનીને આટલી સફળ બનાવી છે. પાંચેયનો સમાન કેળવણી, ઉછેર અને સમજણ PharmEasyને આટલે દૂર લાવી હોઈ શકે”

Thyrocareની સ્થાપના 1996માં ડૉ. વેલુમણીએ કરી, તેઓ આ પહેલા મુંબઈની ભાભા એટોમીક રિસર્ચ સેન્ટરમાં (BARC) વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતા હતા. થાયરોકેરની પહેલી લેબ મુંબઈના બાયકુલામાં શરૂ થઈ, અને આજે તેનો દાવો છે કે ટેસ્ટના આંકડાઓના આધારે દેશની સૌથી મોટી ટેસ્ટિંગ કંપની છે. થાયરોકેરના 3,300થી પણ વધારે કલેક્શન સેન્ટર 2,000થી વધુ શહેરોમાં આવેલા છે. આ બધા જ સેન્ટર હવે PharmEasyની છાયા હેઠળ કામ કરશે.

સિદ્ધાર્થે એક રસપ્રદ માહિતી આપતાં કહ્યું કે જ્યારે થાયરોકેરની ડીલ ચાલતી હતી ત્યારે તેમણે Thyrocareના MD ડૉ. વેલુમણીને મજાકમાં કહ્યું કે તેઓ અઢળક સંપત્તિના માલિક બનવા જઈ રહ્યા છે અને સામેથી ડૉક્ટરએ જવાબ આપ્યો કે હવે આટલી સંપત્તિ પ્રાપ્ત થયા બાદ તેઓ PharmEasyમાં ઈન્વેસ્ટ કરવાનું વિચારે છે. અંતે ડૉ. વેલુમણીએ PharmEasyની પેરેન્ટ કંપની API holdingsમાં 4.96 ટકા ભાગીદારી રૂ. 1,500 કરોડમાં મેળવી.

Thyrocareને ખરીદ્યા પછી PharmEasyનું મેડીકલ ક્ષેત્રની તમામ પાંખોને એક પ્લેટફોર્મ પર આવરી લેવાનું સપનું હકીકતમાં ફેરવાઈ રહ્યું છે. ગુજરાતીઓ દ્વારા સ્થાપિત PharmEasy હવે લોકોની જિંદગીમાં કેટલી સરળતા લાવી શકે છે તે જોવાનું રહ્યું.

Published On - 10:09 pm, Fri, 9 July 21