Multibagger2020: અઢળક વિદેશ રોકાણથી આ 10 શેર્સના દામ આસમાને પહોંચ્યા

|

Dec 31, 2020 | 3:24 PM

ચાલુ વર્ષે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ સ્ટોક એક્સચેન્જમાં સ્મોલ કેપ શેર પર ઝુકાવ દેખાડ્યો હતો. વર્ષ 2020માં FIIએ કુલ 60 કંપનીઓમાં ઝડપથી પોતાની હિસ્સેદારી વધારી છે. જેમાંથી મોટાભાગની મિડકેપ અને સ્મોલ કેપ કેટેગરીમાં હતી. FII દ્વારા પોતાનો હિસ્સો વધારનારા 60 શેરોમાંથી 10 શેર આ વર્ષે મલ્ટિબેગર્સ(Multibagger) સાબિત થયા છે. આ વર્ષે આ 10 કંપનીઓના શેર્સમાં  […]

Multibagger2020: અઢળક વિદેશ રોકાણથી આ 10 શેર્સના દામ આસમાને પહોંચ્યા

Follow us on

ચાલુ વર્ષે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ સ્ટોક એક્સચેન્જમાં સ્મોલ કેપ શેર પર ઝુકાવ દેખાડ્યો હતો. વર્ષ 2020માં FIIએ કુલ 60 કંપનીઓમાં ઝડપથી પોતાની હિસ્સેદારી વધારી છે. જેમાંથી મોટાભાગની મિડકેપ અને સ્મોલ કેપ કેટેગરીમાં હતી. FII દ્વારા પોતાનો હિસ્સો વધારનારા 60 શેરોમાંથી 10 શેર આ વર્ષે મલ્ટિબેગર્સ(Multibagger) સાબિત થયા છે. આ વર્ષે આ 10 કંપનીઓના શેર્સમાં  588% સુધી વૃદ્ધિ નોંધાઈ છે.

Granules India:
ડિસેમ્બર 2019માં આ કંપનીમાં એફઆઈઆઈનો હિસ્સો 17.74% હતો. જે સપ્ટેમ્બર 2020 સુધીમાં વધીને 26.31% થયો છે. ડિસેમ્બર 2019થી 243% રિટર્ન આપી. 31 ડિસેમ્બર 2019ના રોજ 123 રૂપિયા નોંધાયેલ શેર આજે  353.05 પર પહોંચી ગયો છે.

IG Petrochemicals:
આઈજી પેટ્રોકેમિકલ્સનો સ્ટોક એક વર્ષમાં 183% વધ્યો છે. 31 ડિસેમ્બર 2019ના રોજ કંપનીના શેરનો ભાવ 168 રૂપિયા હતો, જે હવે વધીને 424.10 રૂપિયા થઈ ગયો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Navin Fluorine International:
ચાલુ વર્ષે કંપનીનો શેર 163% વધ્યો છે. 31 ડિસેમ્બર, 2019ના રોજ તેની શેરની કિંમત 1,029 રૂપિયા હતી. જે હવે વધીને 2,605.70 રૂપિયા થઈ ગઈ છે.

Adani Green Energy:
અદાણી ગ્રીન એનર્જી શેરોમાં આ વર્ષે 588%નો વધારો થયો છે. 31 ડિસેમ્બર, 2019ના રોજ તેનો શેરનો ભાવ 166 રૂપિયા હતો, જે હવે વધીને 1,067.95 રૂપિયા થઈ ગયો છે.

Aarti Drugs:
આરતી ડ્રગ્સે આ વર્ષે શેરમાં 395%થી વધુનો વધારો જોયો છે. 31 ડિસેમ્બર 2019ના રોજ તેની શેરની કિંમત 145 રૂપિયા હતી, જે હવે વધીને 705.75 રૂપિયા થઈ ગઈ છે.

Laurus Labs:
શેર એક વર્ષમાં 346% વધી ગયો છે. 31 ડિસેમ્બર 2019ના રોજ લૌરસ લેબ્સના શેરની કિંમત 72 રૂપિયા હતી જે હવે રૂ. 353.85 છે.

Marksans Pharma:
શેર એક વર્ષમાં 270% વધી ગયો છે. 31 ડિસેમ્બર 2019ના રોજ માર્કસન્સ ફાર્માના શેરની કિંમત 17 રૂપિયા હતી. જે આજે  60.65 રૂપિયા છે. આ કંપનીમાં FIIનો હિસ્સો ડિસેમ્બર 2019માં 2.38% હતો. જે સપ્ટેમ્બર 2020માં વધીને 4.69% થયો છે.

IndiaMart Intermesh:
ડિસેમ્બર, 2019માં ઈન્ડિયામાર્ટમાં FIIનો હિસ્સો 11.68% હતો. જે સપ્ટેમ્બર 2020 સુધીમાં વધીને 21.67% થયો છે. આ કંપનીના શેર છેલ્લા એક વર્ષમાં 145% વળતર આપ્યું છે. 31 ડિસેમ્બર 2019ના રોજ એક શેરની કિંમત 2,066 રૂપિયા હતી જે હવે વધીને આજે 6,409.15 રૂપિયા થઈ ગઈ છે.

Vikas Multicorp:
શેર એક વર્ષમાં 129% ઉછળયો છે. 31 ડિસેમ્બર 2019ના રોજ વિકાસ મલ્ટિકોર્પનો શેરનો ભાવ 3.40 રૂપિયા હતો, જે હવે 5.45 રૂપિયા છે.

Deepak Nitrite:
છેલ્લા એક વર્ષમાં આ કંપનીના સ્ટોક્સે રોકાણકારોને 125% રિટર્ન આપ્યું છે. 31 ડિસેમ્બર 2019એ તેના શેરની કિંમત 375 રૂપિયા છે, જે હવે 942.90 રૂપિયા થઈ ગઈ છે.

Next Article