36 રૂપિયાના આ શેરે રોકાણકારોને આપ્યું 1700 ટકાથી વધુ વળતર, 1 લાખ રૂપિયાના 18.50 લાખ થયા
નાણાકીય વર્ષ 2022 માં 190 થી વધુ મલ્ટિબેગર સ્ટોક બન્યા છે, જ્યારે છેલ્લા નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટરમાં, 90 શેરોએ તેમના શેરધારકોને મલ્ટિબેગર વળતર આપ્યું છે.
શરૂઆતી કારોબારમાં તેજી દેખાઈ
Follow Us:
વર્ષ 2020માં દેશમાં કોવિડ-19 મહામારી (COVID-19 Pandemic) બાદ સ્થાનિક શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જો કે, 23 માર્ચ 2020 ના રોજ તેની નીચી સપાટી બનાવ્યા પછી છેલ્લા બે વર્ષમાં તેણે મજબૂત પુનરાગમન કર્યું. આ દરમિયાન મોટી સંખ્યામાં શેર્સ મલ્ટિબેગર સ્ટોક્સની યાદીમાં જોડાયા. નાણાકીય વર્ષ 2022 માં 190 થી વધુ મલ્ટિબેગર શેરો બન્યા છે, જ્યારે છેલ્લા નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટરમાં, 90 શેરોએ તેમના શેરધારકોને મલ્ટિબેગર વળતર આપ્યું છે. બોરોસિલ રિન્યુએબલ્સ લિમિટેડનો (Borosil Renewables Ltd) શેર પણ મલ્ટિબેગર શેરોની યાદીમાં છે. આ બે વર્ષમાં કંપનીનો સ્ટોક લગભગ 36 રૂપિયાથી વધીને 671.45 રૂપિયા થઈ ગયો છે. આ સમયગાળામાં તેમાં 1,765 ટકાનો વધારો થયો છે.
મુંબઈ સ્થિત બોરોસિલ રિન્યુઅલ્સ એ ભારતની એકમાત્ર કંપની છે જે સોલર મેન્યુફેક્ચર ઉત્પાદન કરે છે. કેન્દ્ર સરકારે રિન્યુએબલ એનર્જી પર ફોકસ વધાર્યું છે.સરકાર સૌર ઉર્જાનો ઉપયોગ કરવા પર ભાર આપી રહી છે.આને કારણે, બોરોસિલ રિન્યૂવલ્સનો આઉટલુક વધુ સારો છે.
મલ્ટિબેગર સ્ટોકનું પ્રદર્શન
છેલ્લા મહિનામાં બોરોસિલ રિન્યૂઅલ્સનો શેર 557.50 રૂપિયાથી વધીને 671.45 રૂપિયા થયો હતો. આ સમયગાળા દરમિયાન તેમાં 20.44 ટકાનો વધારો નોંધાયો છે.મલ્ટિબેગર સ્ટોકે છેલ્લા મહિનામાં 100% કરતા વધુ વળતર આપ્યું છે.આ સમયગાળા દરમિયાન, શેર 330 રૂપિયાથી વધીને 671.45 રૂપિયા થયો હતો.
છેલ્લા એક વર્ષમાં કંપનીનો શેર 165 રૂપિયાથી 671.45 રૂપિયા સુધી ઉછળ્યો હતો.તેમાં 174 ટકાનો ઉછાળો આવ્યો હતો. એ જ રીતે, 9 એપ્રિલ 2020ના રોજ NSE પર બોરોસિલ રિન્યુવલ્સ શેરની કિંમત 35.70 રૂપિયા હતી અને 7 એપ્રિલ 2022ના રોજ શેરની કિંમત 671.45 રૂપિયા છે.આ બે વર્ષમાં સ્ટોકમાં 1,765 ટકાનો વધારો નોંધાયો છે.
બે વર્ષમાં 1 લાખ રૂપિયાના 18.50 લાખ થયા
જો કોઈ વ્યક્તિએ એક મહિના પહેલા મલ્ટીબેગર સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે તેના 1 લાખ રૂપિયા 1.20 લાખ થયા હોત.જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ કંપનીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે 1 લાખની કિંમત 2 લાખ રૂપિયા થઈ ગઈ હોત.
જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલાં બોરોસિલ રિન્યુઅલમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને આજે પણ તે સ્ટોકમાં બની રહ્યા છે તો, આજે તેના 1 લાખ રૂપિયા 2.75 લાખ રૂપિયા હોત. એ જ રીતે, જો કોઈ રોકાણકારે બે વર્ષ પહેલાં મલ્ટીબેગર સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે આજે વધીને 18.76 લાખ રૂપિયા થયું હોત.
હાલમાં બોરોસિલ રિન્યુઅલ્સનું માર્કેટ 8,688.18 કરોડ રૂપિયા છે. કંપનીના શેરની 52-સપ્તાહની ઊંચી સપાટી 748 રૂપિયા છે જ્યારે 52 સપ્તાહની નીચી સપાટી 215.80 રૂપિયા છે. ગુરુવારે કંપનીના શેરમાં 4 ટકાથી વધુનો વધારો થયો હતો.