Multibagger stocks 2021: આ કંપનીના શેર્સએ 12 મહિનામાં રોકાણકારોના 1 લાખને બનાવ્યા 5 લાખ , શું છે તમારા પોર્ટફોલિયોમાં?

|

Jul 29, 2021 | 7:10 AM

છેલ્લા ત્રણ મહિનામાં શેરમાં 151 ટકાનો વધારો થયો છે અને આ વર્ષની શરૂઆતથી 213 ટકાનો વધારો થયો છે. છેલ્લા 5 દિવસથી તે વેગ પકડી રહ્યો છે અને આ સમયગાળા દરમિયાન તેણે 18.7 ટકાનું વળતર આપ્યું છે. કંપનીનો શેર રૂ. 222.9 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે.

સમાચાર સાંભળો
Multibagger stocks 2021: આ કંપનીના શેર્સએ 12 મહિનામાં રોકાણકારોના 1 લાખને બનાવ્યા 5 લાખ , શું છે તમારા પોર્ટફોલિયોમાં?
Nitin Spinners Limited

Follow us on

Multibagger stocks 2021:આ વર્ષે ઘણી કંપનીઓના શેરોએ રોકાણકારોને બમ્પર વળતર આપ્યું છે. વર્ષ 2021 માં ઘણા મિડકેપ અને સ્મોલલકેપ શેરોએ તેને મલ્ટિબેગર શેરોની યાદીમાં સ્થાન બનાવ્યું. નીતિન સ્પિનર્સ લિમિટેડ (Nitin Spinners Limited)ના શેર્સ પણ સફળ રહેલા સોટિક્સ પૈકીના એક છે. નીતિન સ્પિનર્સના શેરએ છેલ્લા 12 મહિનામાં તેમના શેરધારકોને 450 ટકાથી વધુ વળતર આપ્યું છે. આમાં એક વર્ષ પહેલા ઈન્વેસ્ટ કરાયેલ 1 લાખ રૂપિયા હવે વધીને 5 લાખ રૂપિયા થઈ ગયા હશે. ગયા વર્ષે 27 મી જુલાઈ 2020 ના રોજ નીતિન સ્પિનર્સનો શેરનો ભાવ 40.30 રૂપિયા હતો જે 28 જુલાઈના રોજ શેર દીઠ 222.90 રૂપિયા થઈ ગયો છે. આ રીતે છેલ્લા એક વર્ષમાં શેરમાં 453 ટકાનો વધારો નોંધાયો છે.

સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા શેર
છેલ્લા ત્રણ મહિનામાં શેરમાં 151 ટકાનો વધારો થયો છે અને આ વર્ષની શરૂઆતથી 213 ટકાનો વધારો થયો છે. છેલ્લા 5 દિવસથી તે વેગ પકડી રહ્યો છે અને આ સમયગાળા દરમિયાન તેણે 18.7 ટકાનું વળતર આપ્યું છે. કંપનીનો શેર રૂ. 222.9 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. કંપનીની માર્કેટ કેપ 1,226 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

દિગ્ગ્જ રોકાણકારે રસ લીધો 
જૂન 2021 ના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ ચેન્નાઈ સ્થિત રોકાણકાર ડોલી ખન્નાની કંપનીમાં 1.24 ટકા હિસ્સો છે. તેણે એપ્રિલથી જૂન 2021 ના ત્રિમાસિક ગાળામાં કંપનીના 6,95,095 શેર ખરીદ્યાં હતા. જનિતિ રોકાણકાર બજારમાં ખરીદારીની હોડમાં હતી જેમણે આ ક્વાર્ટરમાં તેમના પોર્ટફોલિયોમાં ૭ નવા શેરો ઉમેર્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જાણો કંપની વિશે
નોલાખા પરિવાર દ્વારા પ્રવર્તિત NSL સુતરાઉ યાર્ન, નીટવેર, ગ્રીઝ અને રેડીમેઇડ કાપડના અગ્રણી ઉત્પાદક છે અને ભારત સરકાર દ્વારા માન્ય એક્સપોર્ટ હાઉસ પૈકીનું એક છે.

માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વધ્યો
કંપનીએ માર્ચ 2021 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ 42.86 કરોડનો નફો નોંધાવ્યો હતો. અગાઉના વર્ષના સમાન ગાળામાં, નફો 6.52 કરોડ રૂપિયા હતો. માર્ચ ક્વાર્ટરમાં ઓપરેશનલ આવક 34.5 ટકા વધીને રૂ. 511.58 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ રૂ 380.13 કરોડ હતી.

Next Article