Mukesh Ambani એ દેશની સૌથી મોટી કંપનીના ઉત્તરાધિકાર મામલે પહેલીવાર નિવેદન આપ્યું, જાણો શું કહ્યું અંબાણીએ

પિતાના અવસાન બાદ 64 વર્ષીય અંબાણીએ RILના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી હતી. તેમના ત્રણ બાળકો, આકાશ, ઈશા અને અનંત, RILના ટેલિકોમ, રિટેલ અને એનર્જી બિઝનેસમાં સંકળાયેલા છે.

Mukesh Ambani એ દેશની સૌથી મોટી કંપનીના ઉત્તરાધિકાર મામલે પહેલીવાર નિવેદન આપ્યું, જાણો શું કહ્યું અંબાણીએ
Mukesh Ambani , Chairman - RIL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 11:10 AM

ઉત્તરાધિકારની યોજનાઓ(succession plans) અંગેના પ્રથમ નિવેદનમાં RILના ચેરમેન મુકેશ અંબાણી(Mukesh Ambani) એ મંગળવારે જણાવ્યું હતું કે યુવા પેઢી હવે નેતૃત્વની ભૂમિકાઓ નિભાવવા માટે તૈયાર છે. રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ નિમિત્તે કંપનીના ફેમિલી ડે ફંક્શનમાં બોલતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ પ્રક્રિયાને ઝડપી બનાવવા ઈચ્છે છે.

મુકેશ અંબાણીએ નવી પેઢી માટે કહ્યું, “આપણે તેમને માર્ગદર્શન આપવું જોઈએ, તેમને સક્ષમ બનાવવા જોઈએ, તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ… અને તેઓના આપણાં કરતાં વધુ સારા પ્રદર્શન માટે પાછળ બેસીને તાળીઓ પાડવી જોઈએ.”

2002માં તેમના પિતાના અવસાન બાદ 64 વર્ષીય અંબાણીએ RILના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી હતી. તેમના ત્રણ બાળકો, આકાશ, ઈશા અને અનંત, RILના ટેલિકોમ, રિટેલ અને એનર્જી બિઝનેસમાં સંકળાયેલા છે. જ્યારે આરઆઈએલના બોર્ડમાં તે પૈકી કોઈ નથી, તેઓ કંપનીના મુખ્ય ડિરેક્ટર છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પ્રાસંગિક ઉદ્બોધનમાં તેમણે કહ્યું “મને કોઈ શંકા નથી કે આગામી પેઢીના લીડર તરીકે આકાશ, ઈશા અને અનંત રિલાયન્સને વધુ ઊંચાઈઓ પર લઈ જશે. હું દરરોજ રિલાયન્સ પ્રત્યેનો તેમનો જુસ્સો, પ્રતિબદ્ધતા અને નિષ્ઠા જોઈ અને અનુભવી શકું છું. હું તેમનામાં એ જ ઉર્જા અને ક્ષમતા જોઉં છું કે મારા પિતા પાસે લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવા અને ભારતના વિકાસમાં યોગદાન આપવા માટે હતી.અંબાણીએ RIL પ્રમુખ તરીકે 1લી વખત ઉત્તરાધિકારની વાત કરી

તેમનું નિવેદન લિસ્ટેડ કંપનીઓમાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરના હોદ્દાઓને વિભાજિત કરવાની સેબીની એપ્રિલ 2022ની સમયમર્યાદા પહેલા આવ્યું છે જ્યારે સેબીએ તેના નવા ધારાધોરણનું પાલન કરવા માટે લિસ્ટેડ એન્ટિટી માટે સમયમર્યાદા લંબાવી છે.સેબીના ચેરમેન અજય ત્યાગીએ મંગળવારે જણાવ્યું હતું કે “અમે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરના પદને વિભાજિત કરવા માટે ઉદ્યોગને પૂરતો સમય આપ્યો છે. હું માત્ર ઈન્ડસ્ટ્રીને તેને અનુસરવા માટે અપીલ કરી શકું છું.”

અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે વિશાળ તકનો લાભ ઉઠાવીને RILની ભાવિ વૃદ્ધિનો પાયો નાખવાનો સમય આવી ગયો છે. ટેક્સટાઇલ કંપની તરીકે શરૂ થયેલી રીલ આજે વૈવિધ્યસભર વ્યાપારી હિતો સાથેના સમૂહમાં પરિવર્તિત થઈ છે જેના ઉત્પાદનો દરરોજ લોકોના જીવનને સ્પર્શે છે. હવે, રિલાયન્સ ક્લીન અને ગ્રીન એનર્જી અને મટિરિયલ્સમાં વૈશ્વિક લીડર બનવા માટે તૈયાર છે. અમારા સૌથી જૂના બિઝનેસનું આ પરિવર્તન અમને રિલાયન્સ માટે સૌથી મોટું ગ્રોથ એન્જિન પૂરું પાડશે”

આ વર્ષે જૂનમાં RILની શેરહોલ્ડરની વાર્ષિક મીટિંગમાં અંબાણીએ ત્રણ વર્ષમાં સ્વચ્છ ઊર્જામાં રૂ. 75,000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી કારણ કે કંપની fossil fuelsથી દૂર જઈ રહી છે.

રિટેલ અને ટેલિકોમ (Jio) વ્યવસાય અંગે અંબાણીએ કહ્યું કે “છેલ્લા એક વર્ષમાં અમે લગભગ 10 લાખ નાના દુકાનદારોને સામેલ કર્યા છે અને લગભગ એક લાખ નવી રોજગારીની તકો ઊભી કરી છે. આ ગ્રોથ એન્જિન અમારા ભાગીદારો અને કર્મચારીઓ માટે અમર્યાદિત તકો પૂરી પાડીને નોંધપાત્ર સામાજિક મૂલ્યનું નિર્માણ કરવાનું ચાલુ રાખશે. Jioએ 120 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ મેળવ્યા અને લગભગ ચાર મિલિયન ઘરો અને વ્યાપારી સંસ્થાઓમાં ફાઇબર લાવ્યા છે. તેમણે કર્મચારીઓને કોરોનાવાયરસ સામેના તેમના રક્ષણને ઘટાડવા સામે ચેતવણી આપી હતી જ્યારે સામાન્ય સ્થિતિ ધીમે ધીમે પાછી આવી રહી છે છતાં હજુ પણ સ્થિતિ અનિશ્ચિતતાથી ઘેરાયેલી છે તેમ ઉમેર્યું હતું.

અંબાણીએ કહ્યું કે “અમે રિલાયન્સના સુવર્ણ દાયકાના ઉત્તરાર્ધમાં પ્રવેશ કરી રહ્યા છીએ, હું તમને કહી શકું છું કે અમારી કંપનીનું ભવિષ્ય મને પહેલા કરતાં વધુ ઉજ્જવળ લાગે છે. હું વિશ્વાસપૂર્વક બે આગાહીઓ કરી શકું છું. પ્રથમ, ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાંની એક બનશે. બીજું, રિલાયન્સ વિશ્વની સૌથી મજબૂત અને પ્રતિષ્ઠિત ભારતીય બહુરાષ્ટ્રીય કંપનીઓમાંની એક બનશે.”

આ પણ વાંચો :  Stock Update : શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી, Sensex 58,097 સુધી ઉછળ્યો

આ પણ વાંચો : EPF Account scam : કોરોનાકાળમાં સરકારે નિયમ હળવા કર્યા તો કર્મચારીઓએ લોકોના ખાતાં ખાલી કરી નાખ્યાં, જાણો શું છે મામલો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">