Ambani એ Modi ને 22 માળની ઇમારતની આપી ભેટ, આલીશાન બિલ્ડિંગની કિંમત અંદાજિત 1500 કરોડ રૂપિયા

|

Apr 26, 2023 | 8:36 AM

અંબાણી 150 કરોડ રૂપિયાની ભેટ આપવાના મામલે ચર્ચામાં છે. અંબાણીએ મોદીને 1500 કરોડ રૂપિયાની ઇમારત ભેટમાં આપી છે. તમારા મનમાં પ્રશ્ન ઉઠશે કે મુકેશ અંબાણીએ PM નરેન્દ્ર મોદીને આ ભેટ આપી હશે?

Ambani એ Modi ને 22 માળની ઇમારતની આપી ભેટ, આલીશાન બિલ્ડિંગની કિંમત અંદાજિત 1500 કરોડ રૂપિયા

Follow us on

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન મુકેશ અંબાણી પાસે માત્ર વિશાળ બેંક બેલેન્સ નથી પરંતુ તેમનું દિલ પણ મોટું છે. અંબાણી 1500 કરોડ રૂપિયાની ભેટ આપવાના મામલે ચર્ચામાં છે. અંબાણીએ મોદીને 1500 કરોડ રૂપિયાની ઇમારત ભેટમાં આપી છે. તમારા મનમાં પ્રશ્ન ઉઠશે કે મુકેશ અંબાણીએ PM નરેન્દ્ર મોદીને આ ભેટ આપી હશે? પણ તમે આમ વિચારી રહ્યા છો તો તમારું અનુમાન ખોટું છે. પોતાના કર્મચારીઓની મદદ અને કિંમતી ભેટ આપવાના મુદ્દે ચર્ચામાં રહેતા મુકેશ અંબાણીએ હાલમાં જ  1500 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું છે. આ ઘર અંબાણીએ પોતાના માટે નહીં પણ રિલાયન્સ સાથે વર્ષોથી જોડાયેલા એક  વ્યક્તિને મુકેશ અંબાણીએ 22 માળની ઇમારત ભેટમાં આપી છે. અંબાણીના નિકટના કહેવાતા મનોજ મોદીને આ ભેટ અપાઈ છે જે  શરૂઆતથી જ કંપની સાથે છે. મોદી મુકેશ અંબાણીના સારા મિત્ર પણ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

કોણ છે મનોજ મોદી?

મનોજ મોદીને અંબાણીના સૌથી નજીકના કર્મચારી અને સલાહકાર તરીકેની ઓળખ ધરાવે છે. તેમને મુકેશ અંબાણીના નિકટના મિત્ર પણ કહેવામાં આવે છે. રિલાયન્સના તમામ સોદાઓની સફળતા પાછળ તેમનો હાથ છે. મનોજ મોદી વિશે જાણવા મળી રહ્યું છે કે તે ખુબ પ્રામાણિક અને સમર્પણનો સ્વભાવ ધરાવે છે. આ ઉપરાંત તે  કંપની માટે અથાક કામ કરે છે. મુકેશ અંબાણીના પરિચિતો અનુસાર માત્ર અંબાણી જ નહીં પરંતુ તેમના સંતાન આકાશ , અનંત  અને ઈશા પણ મનોજ મોદીની દરેક સલાહને ગંભીરતાથી લે છે. મોજના કામનું સન્માન કરતાં અંબાણી પરિવારે તેમને એક કિંમતી ભેટ આપી છે. મુકેશ અંબાણીએ પોતાનાઅત્યંત નજીકના ગણાતા કર્મચારી અને સારા મિત્ર માટે મુંબઈના પોશ વિસ્તારમાં 22 માળની ઈમારત ખરીદી છે.

22 માળની ઈમારત ભેટમાં આપી

અંબાણી પરિવારે મનોજ મોદી માટે મુંબઈના નેરિયન સી રોડ પર 22 માળની ઈમારત ખરીદી તેમને આ ભેટ આપી છે. આ મિલકતને વૃંદાવન નામથી ઓળખવામાં  આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નેરિયન સી રોડ મુંબઈનો પોશ વિસ્તાર કહેવાય છે. અહીં પ્રોપર્ટીનો દર રૂ. 45,100 થી રૂ. 70,600 પ્રતિ ચોરસ ફૂટ સુધી હોય  છે. અંબાણી દ્વારા ભેટ અપાયેલી બિલ્ડિંગની કિંમત 1500 કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. આ ઈમારત 1.7 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલી છે.

બાળકને સક્ષમ બનાવવા માટે જયા કિશોરીની દરેક માં-બાપ માટે મહત્વની સલાહ
ભારતમાં 'મોતની નદી' કોને કહેવાય છે?
હાર્દિક પંડયા T20 વર્લ્ડ કપ જીત્યો છતાં નતાશાએ કર્યું આવું, રડ્યો ગુજ્જુ ઓલરાઉન્ડર
તમારી પત્નીને આ 5 વાતો ક્યારેય ન કહેતા, વધશે મુશ્કેલી
કેનેડામાં 400 થી વધુ ફ્લાઇટ્સ રદ, સામે આવ્યું કારણ
વરસાદી મોસમમાં શરીરમાં આવે છે ખંજવાળ, તો અપનાવો આ ટીપ્સ

રિલાયન્સના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર મનોજ મોદી વર્ષ 1980થી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે. માત્ર બિઝનેસમાં જ નહીં પરંતુ અંબાણી પરિવારમાં પણ તેમનું સારું સન્માન છે. મુકેશ અંબાણી પોતે તેમની વાત ધ્યાનથી સાંભળે છે અને સલાહ અનુસરે પણ છે. મોજ હાલ અંબાણી પરિવારના બાળકો માટે માર્ગદર્શક તરીકે પણ જ્ઞાન અનુભવનો લાભ આપે છે. એવું પણ કહેવાય છે કે રિલાયન્સની સફળતા પાછળ તેમનું મગજ છે. રિલાયન્સમાં તેમને MM તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 8:06 am, Wed, 26 April 23

Next Article