MONEY9: શું આગામી સમયમાં બેંકિંગ શેરમાં પૈસા બનાવી શકાશે?

|

Jul 14, 2022 | 4:52 PM

મોટી બેંકોને વ્યાજ દરોમાં વધારાનો ફાયદો થશે. ક્રેડિટ ગ્રોથ વધી રહ્યો છે અને બેંકો સારો નફો નોંધાવી શકે છે. કેટલીક મોટી બેંકો પોતાના પીઇથી ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરી રહી છે પરંતુ તેમના ફંડામેન્ટલ્સ ઘણાં મજબૂત છે.

MONEY9: શું આગામી સમયમાં બેંકિંગ શેરમાં પૈસા બનાવી શકાશે?
will banking shares give earning opportunities

Follow us on

Money9: કોવિડનો સમય પસાર થવાની સાથે જ આર્થિક રિકવરીમાં તેજી આવી છે. આ તેજીએ રિટેલ અને બિઝનેસ લોનની ડિમાંડ પણ વધારી દીધી છે. એટલે કે બેંકોની પાસે લોન માટે જોરદાર માંગ આવી રહી છે. ડિજિટાઇઝેશન અને ફાઇનાન્સિયલ ઇન્ક્લૂઝને બેંકિંગ ઇન્ડસ્ટ્રી માટે મોટી સંખ્યામાં દરવાજા ખોલી નાંખ્યા છે. ખાસ કરીને પેમેન્ટ્સ અને લોન સેગમેન્ટમાં આ ફેરફાર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે.

રિઝર્વ બેંકના આંકડા દર્શાવે છે કે માર્ચ 2022 સુધી બેંકિંગ ઇન્ડસ્ટ્રીઝની ગ્રોસ નૉન-પર્ફોર્મિંગ એસેટ્સ એટલે કે NPA ઘટીને 6 ટકાની નીચે જતી રહી છે. 2016 બાદ NPA નું આ સૌથી નીચલું લેવલ છે. એટલું જ નહીં, NPA પણ ઘટીને 1.7 ટકા પર આવી ગઇ છે. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે બેંકિંગ ઇન્ડસ્ટ્રી કોવિડ મહામારીથી વધારે પ્રભાવિત થઇ નથી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વ્યાજ દરોમાં વધારાની અસર

આટલી સુધી તો બધું બરોબર છે. પરંતુ, હવે વાત આવે છે વ્યાજ દરોની. વધતી મોંઘવારીથી વ્યાજ દરોમાં પણ તેજીની સાઇકલ શરૂ થઇ ગઇ છે. આવા સંજોગોમાં જો ઇન્વેસ્ટર્સની વાત કરવામાં આવે તો એક મોટો સવાલ ઉભો થાય છે. અને સવાલ એ કે શું બેંકિંગ સ્ટૉક્સમાં રોકાણકારોને આવનારા સમયમાં પૈસા બનાવવાની તક મળશે? તો વાત કરીએ કે વ્યાજ દરોમા તેજીની શું અસર પડવાની છે. પહેલું તો એ કે આનાથી ઘણી ઇન્ડસ્ટ્રીઝનું બિઝનેસ કામકાજ બગડી શકે છે. કારોબારી પહેલેથી જ ઉંચી મોંઘવારીના કારણે માર્જિનમાં લૉસનો સામનો કરી રહ્યાં છે. હવે લોન મોંઘી થવાથી તેમની મુશ્કેલીઓ વધવાની છે.

વ્યાજ વધવાથી બેંકિંગ સ્ટોક્સ પર શું અસર પડશે?

એક વાત જેની પર મોટાભાગના એક્સપર્ટ એકમત નજરે પડે છે અને તે એ કે જૂનમાં રેપો રેટમાં 50 બેઝિસ પૉઇન્ટના વધારાને માર્કેટ પહેલેથી જ ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું હતું. બધાને ખબર હતી કે રિઝર્વ બેંક માટે હાલ મોંઘવારીનો મુકાબલો કરવાનો એક મોટો પડકાર છે. માર્જિનલ કૉસ્ટ ઑફ ફંડ્સ બેઝ્ડ લેડિંગ રેટ એટલે કે MCLRવાળી લોન પણ મોંઘી થઇ ચૂકી છે. FDનાં વ્યાજ દરો પણ વધવા લાગ્યા છે. HDFC સિક્યોરિટીઝના રિપોર્ટ અનુસાર, વ્યાજ દરોમાં ઝડપી વધારો બેંકો માટે મુશ્કેલીની વાત નથી. આનું એક કારણ રિઝર્વ બેંકની નાણાકીય વ્યવસ્થા ઠીક કરવાનો પ્રયાસ પણ છે.”

બેંકિંગ સેક્ટર અંદાજે 4 થી 5 વર્ષના ખરાબ NPAના તબક્કામાં હજુ હમણાં જ બહાર આવ્યું છે. કોવિડ દરમિયાન બેંકોએ બેડ એસેટ્સનો સામનો કરવા માટે પ્રોવિઝનિંગ કર્યું. પરંતુ બેડ એસેટ્સ એવી નથી રહી જેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી.

એક્સપર્ટનો મત

ક્વાંટમ AMC ના ફંડ મેનેજર, સૌરભ ગુપ્તા કહે છે, મોટી બેંકોને વ્યાજ દરોમાં વધારાનો ફાયદો થશે. ક્રેડિટ ગ્રોથ વધી રહ્યો છે અને બેંકો સારો નફો નોંધાવી શકે છે. કેટલીક મોટી બેંકો પોતાના પીઇથી ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરી રહી છે પરંતુ તેમના ફંડામેન્ટલ્સ ઘણાં મજબૂત છે. જો કે, માર્કેટ એનાલિસ્ટ કહે છે કે બેંકોના કારોબારી પ્રદર્શનમાં સુધારાનો સીધો ફાયદો તેના સ્ટોક્સમાં તેજી સ્વરૂપે જોવા નથી મળ્યો.

LKP સિક્યોરિટીઝના BFSI એનાલિસ્ટ અજીત કાબી કહે છે, “અમારુ માનવું છે કે શેરના ખરાબ પ્રદર્શનનું કારણ હાલનો માહોલ છે. તેમાં વ્યાજ દરોમાં તેજી અને દુનિયાભરમાં ચાલી રહેલો ખરાબ માહોલ સામેલ છે. આવનારા દિવસોમાં વ્યાજ દરોમાં વધુ તેજી આવી શકે છે અને તેનાથી શેર વધુ ઘટી શકે છે. જેનાથી બેંકિંગ સ્ટોક્સ એક યોગ્ય વેલ્યૂએશન પર પહોંચી શકે છે. તેમના ટૉપ પિક્સમાં એક્સિસ બેંક, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, HDFC બેંક અને સ્ટેટ બેંક સામેલ છે.

તમે જોઇ શકો છો કે એ કયા મુખ્ય બેંકિંગ સ્ટૉક્સ છે જે 52 સપ્તાહની ટોચથી નીચે કારોબાર કરી રહ્યા છે. તો કુલ મળીને ઇન્વેસ્ટર્સે બેંકિંગ સ્ટોક્સમાં પૈસા લગાવતા પહેલાં તેની પૂરી તપાસ કરવી જોઇએ. જો તમારી પાસે નોલેજ ન હોય તો કોઇ ફાઇનાન્સિયલ એડવાઇઝરની મદદ લેવી યોગ્ય રહેશે.

Next Article