SBI બેંકમાં જન ધન ખાતુ છે? તો Rupay Debit Card વપરાશકર્તાઓને મળી શકે છે 2 લાખ સુધીનો ફાયદો
બેંકે ટ્વિટ કરીને ગ્રાહકોને આ વિશે માહિતી આપી છે. 19 ઓગસ્ટ 2020 સુધી આ યોજના હેઠળ 40.35 કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે.

Pradhan Mantri Jan dhan Yojna: જન ધન ખાતાધારકોને SBI મોટી સુવિધા આપી રહી છે. જો તમે જન ધન ખાતું ખોલ્યું છે અથવા તેને ખોલવાની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપને જણાવી દઈએ કે SBI બેંક તેના જન ધન ખાતાધારકોને 2 લાખ (2 Lakh) રૂપિયા સુધીનો લાભ આપી રહી છે.
બેંકે ટ્વીટ કરીને ગ્રાહકોને આ વિશે માહિતી આપી છે. 19 ઓગસ્ટ 2020 સુધી આ યોજના હેઠળ 40.35 કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. આ યોજના હેઠળ દેશના ગરીબોનું ખાતુ બેંકો, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં શૂન્ય (ઝીરો) બેલેન્સ પર ખોલવામાં આવે છે.
It’s time to put yourself on the road to success. Apply for SBI RuPay Jandhan card today.#Jandhan #RuPayCard #SBICard #Success pic.twitter.com/frV4AgHgk2
— State Bank of India (@TheOfficialSBI) February 6, 2021
SBIએ તેના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું છે કે જો તમે SBI RuPay debit card માટે એપ્લાય કરો છો તો તમને 2 લાખ (2 Lakh) રૂપિયા સુધીનો અકસ્માત વીમો (Accident Insurance) મળશે. આ માટે તમારે આ કાર્ડને 90 દિવસમાં એકવાર સ્વાઈપ કરવું પડશે. આ કરવાથી તમે રૂ. 2 લાખના અકસ્માત વીમા કવચ મેળવવાના હકદાર બનશો. આપને જણાવી દઈએ કે આ ખાતા હેઠળ ગ્રાહકોને ઘણી વિશેષ સુવિધાઓ મળે છે. બેંક દ્વારા રૂપે કાર્ડની સુવિધા પણ ગ્રાહકોને આપવામાં આવે છે, જે હેઠળ તમે પૈસા ઉપાડી શકો છો.
આ ખાતાના ફાયદા 1. 6 મહિના પછી ઓવરડ્રાફ્ટ સુવિધા. 2. 2 લાખ સુધીનો આકસ્મિક વીમો. 3. રૂપિયા 30,000 સુધીનું જીવન કવર, જે પાત્રતાની શરતોને પૂર્ણ કરવાને આધારે લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ છે. 4. થાપણો પર વ્યાજ મળે છે. 5. એકાઉન્ટ સાથે નિ:શુલ્ક મોબાઈલ બેંકિંગ સુવિધા પણ આપવામાં આવે છે. 6. રુપે ડેબિટ કાર્ડ જન ધન ખાતું ખોલાવનારને આપવામાં આવે છે, જેનાથી તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા ખરીદી કરી શકે છે.
7. જન ધન ખાતા દ્વારા વીમા, પેન્શન પેદાશો ખરીદવી સહેલી પડે છે. 8. જો આપની પાસે જન ધન એકાઉન્ટ છે તો પીએમ કિસાન અને શ્રમયોગી માન ધન જેવી યોજનાઓમાં પેન્શન માટે ખાતું ખોલવામાં આવશે. 9. દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા. 10. સરકારી યોજનાઓના ફાયદાના સીધા પૈસા ખાતામાં આવે છે.
આ દસ્તાવેજો ખાતું ખોલવા માટે રહેશે જરૂરી
આધારકાર્ડ અથવા પાસપોર્ટ અથવા ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા પાનકાર્ડ, મતદાર કાર્ડ, નરેગા જોબકાર્ડ, ઓથોરિટી દ્વારા નામ, સરનામું અને આધાર નંબર દર્શાવતો પત્ર, ખાતા ખોલવાના પ્રમાણિત ફોટોગ્રાફ સાથે ગેઝેટેડ અધિકારી દ્વારા અપાયેલ પત્ર.
નવું ખાતું ખોલવા માટે કરવું પડશે આટલું કામ
જો તમારે તમારું નવું જન ધન ખાતું ખોલવું છે તો પછી તમે સરળતાથી નજીકના બેંકમાં જઈને આ કાર્ય કરી શકો છો. આ માટે તમારે બેંકમાં ફોર્મ ભરવું પડશે. નામ, મોબાઈલ નંબર, બેંક શાખાના નામ, અરજદારનું સરનામું, નોમિની, વ્યવસાય / રોજગાર અને વાર્ષિક આવક અને આશ્રિતોની સંખ્યા, એસએસએ કોડ અથવા વોર્ડ નંબર, ગામનો કોડ અથવા ટાઉન કોડ, વગેરે તેમાં આપવાના રહેશે.
આ પણ વાંચો : Corona Vaccine Side Effect: રસી લીધા પછી તાવ ન આવે તો શું સમજવું ? આડ અસર પર જાણો શું કહે છે એક્સપર્ટ ?