AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડોલર સામે રૂપિયો 20 મહિનાની નીચી સપાટીએ લપસ્યો, જાણો શું થશે મોંઘુ અને શું મળશે સસ્તું?

બુધવારના કારોબારમાં રૂપિયો શરૂઆતથી જ દબાણ હેઠળ હતો. કારોબારના અંતે આ દબાણ વધુ વધ્યું ત્યારબાદ રૂપિયો 40 પૈસાની નબળાઈ સાથે 76.28 ના સ્તર પર બંધ થયો હતો. 24 એપ્રિલ 2020 પછી રૂપિયાનું આ સૌથી નબળું સ્તર છે.

ડોલર સામે રૂપિયો 20 મહિનાની નીચી સપાટીએ લપસ્યો, જાણો શું થશે મોંઘુ અને શું મળશે સસ્તું?
રૂપિયો સતત નબળો પડી રહ્યો છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 7:31 AM
Share

ફેડરલ રિઝર્વના સંકેતોને પગલે બજારમાંથી વિદેશી રોકાણકારોના બજારની બહાર નીકળી જવાથી અને વર્ષના અંતમાં ડોલરની માંગમાં વધારો થવાને કારણે ડોલર સામે રૂપિયા પર ભારે દબાણ જોવા મળ્યું છે. રૂપિયો 20 મહિનાના તળિયે સરકી ગયો છે.

એપ્રિલ 2020 પછી રૂપિયો સૌથી નબળી સ્થિતિમાં બુધવારના કારોબારમાં રૂપિયો શરૂઆતથી જ દબાણ હેઠળ હતો. કારોબારના અંતે આ દબાણ વધુ વધ્યું ત્યારબાદ રૂપિયો 40 પૈસાની નબળાઈ સાથે 76.28 ના સ્તર પર બંધ થયો હતો. 24 એપ્રિલ 2020 પછી રૂપિયાનું આ સૌથી નબળું સ્તર છે. રૂપિયામાં નબળાઈનું સૌથી મોટું કારણ વિદેશી રોકાણકારોનું વેચાણ છે. FPIs પણ મંગળવારે નેટ સેલર હતા અને તેમણે બજારમાંથી રૂ 763.18 કરોડનું વેચાણ કર્યું હતું, ઓમિક્રોન અને ફેડરલ રિઝર્વના સંકેતોને કારણે વિદેશી રોકાણકારો બજારથી દૂર થઇ રહ્યા છે.

રૂપિયામાં નબળાઈની શું અસર થશે નબળા રૂપિયા સાથે વિદેશ પ્રવાસ, વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કે વિદેશથી લેવામાં આવતી અન્ય કોઈપણ સેવાના ખર્ચ પર વધારાની ચુકવણી કરવી પડશે. એટલું જ નહીં, જરૂરિયાતને પહોંચી વળવા માટે ભારતમાં પેટ્રોલિયમ પેદાશો, મોબાઈલ ફોન, ખાદ્યતેલ, કઠોળ, સોનું-ચાંદી, રસાયણો અને ખાતરની પણ આયાત કરવામાં આવે છે એટલે કે રૂપિયો નબળો પડવાને કારણે તે તમામની આયાત પાછળ ખર્ચ વધી ગયો છે. તે જ સમયે ક્રૂડ ઓઇલમાં ઘટાડાની અસર પણ ઓછી થશે. એટલે કે જો તમે ક્રૂડ ઓઇલમાં ઘટાડાને કારણે પેટ્રોલ સસ્તું થવાની આશા રાખી રહ્યા છો તો નબળા રૂપિયાના કારણે તમારી આશા તૂટી શકે છે.

રૂપિયાની નબળાઈના ફાયદા પણ છે રૂપિયો નબળો પડવાથી માત્ર ગેરફાયદા જ નથી પરંતુ કેટલાક ફાયદા પણ છે જેમ કે નબળો રૂપિયો વિદેશથી આયાત કરવામાં આવતો માલ મોંઘો બનાવે છે. એ જ રીતે ભારતમાંથી વિદેશમાં જતા માલ માટે પણ સારા પૈસા મળે છે. સરળ શબ્દોમાં કહીએ તો જો તમારે ડોલર માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે તો તેના બદલામાં તમને ડોલરના વધુ રૂપિયા મળશે. એટલે કે દેશમાંથી માલ કે સેવાઓની નિકાસ કરનારાઓ માટે નબળો રૂપિયો ફાયદાકારક છે. ભારતમાંથી પાર્ટસ, ચા, કોફી, ચોખા, મસાલા, દરિયાઈ ઉત્પાદનો, માંસ જેવી પ્રોડક્ટની નિકાસ થાય છે અને આ બધાના નિકાસકારોને રૂપિયાના નબળા પડવાના કારણે ફાયદો થશે.

આ પણ વાંચો :  23 વર્ષ પછી TATA GROUP ફરી BEAUTY BUSINESS માં પ્રવેશ કરશે, જાણો શું છે કંપનીની યોજનાઓ

આ પણ વાંચો : આ વર્ષે નહીં આવે ક્રિપ્ટો કરન્સી બિલ, જાણો હવે શું છે કેન્દ્ર સરકારની તૈયારી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">