Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોંઘી થઇ શકે છે લોન! 8 ઓક્ટોબરે મોનિટરી પોલિસી હેઠળ RBI કરી શકે છે જાહેરાત, ધ્યાન આપો આ સંકેત તરફ

હાલમાં રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.50% છે. RBIએ છેલ્લા સાત વખત એટલે કે 14 મહિના સુધી દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBI ની બેઠક દર બે મહિનામાં એકવાર મળે છે.

મોંઘી થઇ શકે છે લોન! 8 ઓક્ટોબરે મોનિટરી પોલિસી હેઠળ RBI કરી શકે છે જાહેરાત, ધ્યાન આપો આ સંકેત તરફ
Loans can be expensive
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 9:50 AM

સસ્તા લોનનો દોર જે લાંબા સમયથી ચાલી રહ્યો છે તે હવે સમાપ્ત થઈ શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) આગામી સપ્તાહે વ્યાજદરમાં વધારો કરી શકે છે. જો વ્યાજદર વધશે તો ઘર, કાર અને અન્ય તમામ પ્રકારની લોન મોંઘી થશે. RBI 8 ઓક્ટોબરે મોનિટરી પોલિસી(monetary policy)ની જાહેરાત કરશે.

રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.50% છે હાલમાં રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.50% છે. RBIએ છેલ્લા સાત વખત એટલે કે 14 મહિના સુધી દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBI ની બેઠક દર બે મહિનામાં એકવાર મળે છે. સિટી ગ્રુપે શક્યતા વ્યક્ત કરી છે કે RBI 8 ઓક્ટોબરે રેપો રેટ વધારવાનો નિર્ણય કરી શકે છે. જોકે ડિસેમ્બરમાં રેપો રેટ વધવાની ધારણા હતી.

વિશ્વની કેન્દ્રીય બેંકો હવે રાહતનાં પગલાં પાછા ખેંચી રહી છે સિટી ગ્રુપે કહ્યું છે કે દેશની ઘણી કેન્દ્રીય બેંકો કોરોના સમયે લેવામાં આવેલા રાહત પગલાં પાછા ખેંચી રહી છે. આવી સ્થિતિમાં RBI પણ આ દેશોની ક્લબમાં આવશે જે રાહતનાં પગલાં પાછા ખેંચી શકે છે. ઘણા ક્ષેત્રોમાં માંગ સારી આવી રહી છે. તે જ સમયે ઘણા ક્ષેત્રો સારું પ્રદર્શન પણ કરી રહ્યા છે. ધીમે ધીમે હવે રાહતનાં પગલાં પાછા ખેંચવાનું શરૂ કરવામાં આવશે. રિકવરી સાથે મોંઘવારીનું સ્તર પણ હવે નીચે આવી રહ્યું છે.

10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?
47 મેચમાં ફક્ત 1 એવોર્ડ, હવે 8 મેચમાં 4 જીતી લીધા

બજારમાં તેજી સારી લિક્વિડિટી એટલે કે નાણાંના કારણે ભારતીય શેરબજાર સતત તેજીમાં રહ્યું છે . ચાર દિવસ બજારમાં ઘટાડો એ સંકેત છે કે હવે વ્યાજ દરો વધી શકે છે. શુક્રવારે BSE સેન્સેક્સ 360 અંક ઘટીને 58,765 પર બંધ થયો. ગુરુવારે સેન્સેક્સ 287 પોઇન્ટ, બુધવારે સેન્સેક્સ 254 પોઇન્ટ અને મંગળવારે સેન્સેક્સ 410 પોઇન્ટ ઘટીને 59,667 પોઇન્ટ પર બંધ થયો. એટલે કે, સેન્સેક્સે ચાર દિવસમાં એક હજારથી વધુ અંક તોડી નાખ્યા છે.

માર્ચ સુધીમાં રેટ વધી શકે છે નિષ્ણાતો માને છે કે જો RBI દરમાં વધારો કરે છે, તો પછી આવતા વર્ષે માર્ચ સુધીમાં દર બે વખત વધી શકે છે. ઓક્ટોબર બાદ ડિસેમ્બરમાં અને ફરી ફેબ્રુઆરીમાં દર વધી શકે છે. જોકે ફેબ્રુઆરીમાં બજેટ પર ઘણું નિર્ભર રહેશે.

FIIs સતત શેર વેચી રહ્યા છે રિઝર્વ બેન્ક દ્વારા દર વધારવા માટે સંકેત આપવામાં આવી રહ્યા છે. બજારમાં તેજી આવતા વિદેશી રોકાણકારો (FIIs) એ સતત ચાર દિવસથી પૈસા ઉપાડવાનું શરૂ કર્યું છે. સપ્ટેમ્બરમાં ઇક્વિટી માર્કેટમાં FII નું રોકાણ માત્ર 913 કરોડ રૂપિયા હતું. એટલે કે આ સમય દરમિયાન તેમણે રૂ 2,17,636 કરોડના શેર ખરીદ્યા અને રૂ. 2,16,722 કરોડના શેર વેચ્યા છે.

આ પણ વાંચો : High Return Stock : આ શેરે રોકાણકારોના 1 લાખ રૂપિયાને 6 મહિનામાં 16 લાખ બનાવ્યા, શું છે આ મલ્ટીબેગર સ્ટોક તમારી પાસે?

આ પણ વાંચો : Digital Life Certificate: હવે નિવૃત્ત કર્મચારીઓ ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકશે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

g clip-path="url(#clip0_868_265)">