MONEY9: આ વર્ષે ITR ફાઈલ કરતી વખતે શું કાળજી રાખવી

ટેક્સ આપનારાને આ વખતે વધારાની જાણકારી પણ આપવી પડશે. આ વર્ષે ઘણા ફેરફાર થયા છે, જે ITR ફાઈલ કરતી વખતે તમારે ધ્યાનમાં લેવા પડશે.

MONEY9: આ વર્ષે ITR ફાઈલ કરતી વખતે શું કાળજી રાખવી
ITR filing AY 2022-23
Follow Us:
Divyesh Nagar
| Edited By: | Updated on: Jul 25, 2022 | 4:49 PM

Money9: એસેસમેન્ટ વર્ષ 2022-23 માટે ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ છે. હાલનું ફોર્મ 26ASની સાથે નવું ઈ-ફાઈલિંગ પોર્ટલ આવવાથી, ટેક્સ ઈન્ફોર્મેશન સમરી એટલે કે TIS અને એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AIS સુધી પહોંચ સરળ બની છે. જેનાથી ITR ફાઈલિંગ પણ સરળ બન્યું છે. પરિણામે છેલ્લા કેટલાક વર્ષો કરતાં ચૈતન્ય આ વખતે ઘણું રિલેક્સ ફીલ કરી રહ્યો છે. પરંતુ એક ચીજ છે, જે ચૈતન્યને ITR ફોર્મમાં પરેશાન કરે છે અને તે છે દર વર્ષે ફોર્મ ભરવાની થકવી નાખનારી પ્રક્રિયા.

નવા ફોર્મમાં આટલા ફેરફાર

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

ફોર્મમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે, તેનો હેતુ જુદાજુદા આવક જૂથોને ટેક્સના માળખામાં આવરી લેવાનો છે. નવા ITR ફોર્મમાં અંદાજે 30 ફેરફાર કરવામાં આવ્યા છે. જો કે આ બધા ફેરફાર તમારી ઉપર લાગુ નહીં થાય. પરંતુ કેટલાક એવા ફેરફાર પણ છે જે અંગે ITR ફાઈલ કરતાં પહેલા ચૈતન્ય અને તમારે જાણવું જરૂરી છે.

ITR-1

સૌથી પહેલા વાત કરીએ ITR-1 એટલે કે સહજની..આ ફોર્મને સેલેરી, પેન્શન, રેસિડેન્સિયલ પ્રોપર્ટી, લૉટરી સિવાય અન્ય સ્ત્રોતથી એક વર્ષમાં થતી 50 લાખ રૂપિયા સુધીની કુલ આવકવાળા વ્યક્તિઓ ભરે છે તો લોટરીથી થતી આવક અને 5,000 રૂપિયાથી વધુની કૃષિ આવકવાળા વ્યક્તિ આ ફોર્મને નહીં ભરી શકે. હવે આ વર્ષથી ITR 1માં પગારની આવકને પગાર, વિશેષ લાભ અને છૂટમાં અલગ-અલગ વહેંચીને બતાવવી પડશે. કરદાતાએ કેનેડા, યૂકે, યૂએસ અને નોર્ધન આયર્લેન્ડ જેવા દેશોમાં રિટાયરમેન્ટ બેનિફિટ એકાઉન્ટથી થતી આવકની પણ જાણકારી આ વર્ષે આઈટીઆર ફોર્મમાં ભરવી પડશે.

આમાં એક નવી કલમ 115-BAC જોડવામાં આવી છે, જે અનુસાર જો તમે નવી ટેક્સ વ્યવસ્થાને પસંદ કરી છે તો નવા આઈટીઆર ફોર્મમાં હાં નો વિકલ્પ પસંદ કરો. કલમ 115-BAC હેઠળ નવી ટેક્સ વ્યવસ્થાનો વિકલ્પ, કલમ 139 (1)નો વિકલ્પ આઈટીઆર ફાઈલ કરવાની નિયત તારીખ સુધી જ માન્ય હશે. જો ITR-1ને નવા ઈનકમ ટેક્સ પોર્ટલ પર સંપૂર્ણ રીતે ઑનલાઈન ભરવામાં આવે છે. ત્યારે મોટાભાગની જાણકારી તેમાં પહેલેથી જ ભરેલી હોય છે. જો કે પહેલેથી ભરવામાં આવેલી જાણકારીને ક્રોસ ચેક જરૂર કરવી જોઇએ અને જો તેમાં કોઈ ભૂલ નજરે પડે તો તેમાં સુધારો કરી લેવો જોઈએ.

વધારાની જાણકારી આપવી પડશે

ટેક્સ ચૂકવનારાએ આ વખતે વધારાની જાણકારી પણ પૂરી પાડવી પડશે. આ વખતે 9 વાર ફેરફાર થયા છે, જે ITR ફાઈલ કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવા પડશે. Nature of Employment ડ્રૉપ-ડાઉન મેનૂમાં પેન્શનધારકોને કેટલાક વિકલ્પોમાંથી એકની પસંદગી કરવી પડશે. જો કેન્દ્ર સરકારના પેન્શનર છો તો Pensioners – CG પસંદ કરો, રાજ્ય સરકારનું પેન્શન છે તો Pensioners – SC સિલેક્ટ કરો, જો પબ્લિક સેક્ટર કંપનીમાંથી પેન્શન મળી રહ્યું છે તો Pensioners – PSU પસંદ કરો અને બાકી પેન્શનધારકો Pensioners – Others પસંદ કરે, જેમાં ઈપીએફ પેન્શન પણ સામેલ છે.

EPFમાં કોઈ એક વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધુના યોગદાન પર કમાયેલા વ્યાજ પર તમારે ટેક્સ ભરવો પડશે. આ વ્યાજ અંગે તમારે ITR ફોર્મમાં જણાવવું પડશે. આમ નહીં કરો તો તમને IT વિભાગ તરફથી નોટિસ પણ મળી શકે છે. આ વખતે ITR ફાઈલ કરતી વખતે તમે કોઈ જમીન કે મકાન ખરીદ્યું છે તો તેની જાણકારી આપવી પણ જરૂરી છે. જો બિલ્ડિંગના રિનોવેશન અને સુધારણા પર ખર્ચ કર્યો છે તો તેની જાણકારી દર વર્ષે આપવી પડશે. કેપિટલ ગેઈનના રિપોર્ટિંગ દરમિયાન અત્યાર સુધી ફક્ત ઈન્ડેક્સ કૉસ્ટ જ બતાવવી પડતી હતી. પરંતુ આ વર્ષથી તમારે ઈન્ડેક્સ કોસ્ટની સાથે-સાથે ઓરિજિનલ કોસ્ટ પણ બતાવવી પડશે.

રેસિડેન્શિયલ સ્ટેટસ બતાવવું જરૂરી

ITR ફાઈલ કરતી વખતે તમારે તમારુ રેસિડેન્શિયલ સ્ટેટસ બતાવવું જરૂરી છે. આ વર્ષે જો તમે ITR-2 કે ફોર્મ-3 ભરી રહ્યાં છો તો તમારે રેસિડેન્શિયલ સ્ટેટ્સને સપોર્ટ કરવા માટે જરૂરી વિકલ્પ પસંદ કરવો પડશે. તેમાં તમને ઘણાં વિકલ્પો મળશે, જેમાં તમારે બતાવવું પડશે કે તમે ક્યારથી ભારતમાં રહો છો. તમારે ફક્ત વિદેશમાં હોવાની જાણકારી જ નહીં આપવી પડે, પરંતુ જો દેશની બહાર કોઈ સંપત્તિ વેચી છે તો તે અંગે પણ બતાવવું પડશે. જો તમારી પાસે વિદેશમાં સંપત્તિ છે કે વિદેશથી કોઈ એસેટ્સ પર ડિવિડન્ડ કે વ્યાજથી કમાણી થઈ છે તો તેના માટે ITR ફોર્મ-2 અને ફોર્મ-3માં તેની જાણકારી આપવી જરૂરી છે.

ITR ફોર્મ 1થી ITR ફોર્મ 7માંથી ITR ફાઈલ કરવા માટે યોગ્ય ફોર્મની પસંદગી જુદાજુદા પરિબળો પર આધાર રાખે છે. જેવી કે કરદાતાની આવકનો સ્ત્રોત, સંબંધિત આકારણી વર્ષ દરમિયાન કરેલી કુલ કમાણી, કરદાતાનું સ્ટેટસ વગેરે..જો તમે ભૂલથી ખોટુ ફોર્મ ભરી દો છો ત્યારે આવકવેરા અધિકારી કરદાતાના રિટર્નને આવકવેરાના કાયદાની કલમ 139 (9) હેઠળ ડિફેક્ટિવ માની શકે છે. કરદાતાને એક નિર્ધારિત સમયની અંદર પોતાની ભૂલને સુધારવા અને યોગ્ય ફોર્મનો ઉપયોગ કરીને રિટર્ન ફરી ફાઈલ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">