MONEY9: શું ક્યૂઆર કોડ ખરેખર જોખમકારક હોય છે? તમારા માટે જાણી લેવુ જરૂરી છે

|

Jul 08, 2022 | 3:32 PM

સામાન્ય રીતે તમે દુકાનો પર લેવડ-દેવડ માટે પેટીએમ કે અન્ય કોઇ ક્યૂઆર કોડ લાગેલો જોયો હશે. આના દ્વારા આજકાલ મોટી સંખ્યામાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. પરંતુ જેમ જેમ ક્યૂઆર કોડવાળા ટ્રાન્ઝેક્શન વધી રહ્યા છે તેમ તેમ તેના દ્વારા થતી છેતરપિંડી વધી રહી છે.

MONEY9: શું ક્યૂઆર કોડ ખરેખર જોખમકારક હોય છે? તમારા માટે જાણી લેવુ જરૂરી છે
is QR code risky

Follow us on

MONEY9: સામાન્ય રીતે તમે દુકાનો પર લેવડ-દેવડ માટે પેટીએમ કે અન્ય કોઇ ક્યૂઆર કોડ (QR CODE) લાગેલો જોયો હશે. આના દ્વારા આજકાલ મોટી સંખ્યામાં ટ્રાન્ઝેક્શન (TRANSACTION) કરવામાં આવે છે. પરંતુ જેમ જેમ ક્યૂઆર કોડવાળા ટ્રાન્ઝેક્શન વધી રહ્યા છે તેમ તેમ તેના દ્વારા થતી છેતરપિંડી વધી રહી છે.

ઉદાહરણ સાથે જોઇએ તો, અમદાવાદમાં રહેતી અનુએ ઑનલાઇન ગ્રોસરી મંગાવી. ડિલીવરી બૉય સામાન લઇને પહોંચ્યો તો તેણે પેમેન્ટ માટે એક ક્યૂઆર કોડ સ્કેન કરવાનું કહ્યું. સ્કેન કરતાની સાથે જ એક લિંક જનરેટ થઇ. તેણે લિંક પર ક્લિક કર્યું અને પછી આગળની ડાયરેક્શન ફોલો કરી. ત્યારે તો પેમેન્ટ થઇ ગયું પરંતુ થોડીવાર બાદ તેના ખાતામાં એક પછી એક મેસેજ આવવા લાગ્યા. થોડીક જ વારમાં આખુ એકાઉન્ટ ખાલી થઇ ગયું.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

આ કહાની ફક્ત અનુની જ નથી. છાપામાં રોજ આવા જ સમાચારો તમે વાંચતા હશો જેમાં ક્યૂઆર કોડ દ્વારા છેતરપિંડી અંગે જણાવાયું હોય. પરંતુ શું ક્યૂઆર કોડ ખરેખર આટલા જોખમકારક હોય છે? શું તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઇએ? છેવટે આ પ્રકારની છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય? ચાલો જાણવાની કોશિશ કરીએ-

સૌથી પહેલાં સમજીએ કે ક્યૂઆર કોડ શું હોય છે?

તમે જોયું હશે કે બ્લેક કલરના ચોરસની અંદર એક વિચિત્ર પેટર્ન બનાવેલી હોય છે. ક્યૂઆર કોડનું ફુલ ફોર્મ છે- ક્વિક રિસ્પૉન્સ કોડ. જેવું તમે તેને સ્કેનરથી સ્કેન કરો છો એક લિંક જનરેટ થઇ જાય છે. જેવી રીતે દરેક વખતે કોડ અલગ હોય તે જ રીતે દરેક ક્યૂઆર કોડ પણ થોડોક અલગ હોય છે. સામાન્ય રીતે તમે દુકાનો પર લેવડ-દેવડ માટે પેટીએમ કે અન્ય કોઇ ક્યૂઆર કોડ લાગેલો જોયો હશે. આના દ્વારા આજકાલ મોટી સંખ્યામાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. પરંતુ જેમ જેમ ક્યૂઆર કોડવાળા ટ્રાન્ઝેક્શન વધી રહ્યા છે તેમ તેમ તેના દ્વારા થતી છેતરપિંડી વધી રહી છે.

છેતરપિંડી થાય છે કેવી રીતે?

હકીકતમાં ક્યૂઆર કોડની પાછળ એક URL છુપાયેલું હોય છે. તમને એક સાઇટ પર રિડાયરેક્ટ કરી દેવામાં આવે છે. કોઇ બટન દબાવવા કે પછી કોઇ ખાસ જગ્યા પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. આમ કરવાથી તમારી બેંક ડિટેલ ઠગ સુધી પહોંચી જાય છે. બીજી એક વાત ધ્યાનમાં રાખવા લાયક એ છે કે પૈસા ચૂકવવા માટે ક્યૂઆર કોડનો ઉપયોગ કરવામાં આવે છે. તમારી પાસે એક ક્યૂઆર કોડ હોય છે. જો તમે તેને કોઇની સાથે શેર કરો છો તો તે તેને સ્કેન કરીને તમને પૈસા આપી શકે છે. છેતરપિંડીના કિસ્સામાં સામાન્ય રીતે થાય છે એવું કે તમને એવુ કહીને છેતરવામાં આવે છે કે આ ક્યૂઆર કોડ સ્કેન કરવાથી તમને પૈસા મળશે. પરંતુ જેવા તમે આ કોડ સ્કેન કરો છો પૈસા કપાવા લાગે છે.

છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય?

પહેલી વાત એ ગાંઠ બાંધી લો કે ફોનના સ્કેનરથી કોઇપણ ક્યૂઆર કોડને સ્કેન ન કરો. જ્યારે પણ પૈસાની લેવડ-દેવડ માટે ક્યૂઆર કોડને સ્કેન કરો, પેટીએમ, વ્હોટ્સએપ, ફોન-પે કે પછી ભીમ એપનો ઉપયોગ કરો. તમે જેને પૈસા આપવા માંગો છો એપ પર તેનું નામ પણ તમને બતાવવામાં આવે છે. જો તે નામ ખોટું છે કે શંકાસ્પદ લાગી રહ્યું છે તો પેમેન્ટ ન કરો.

જો અચાનક કોઇ પૈસા તમારા એકાઉન્ટમાંથી કપાઇ જાય તો તત્કાળ બેંકનો સંપર્ક કરો. પૉલીસમાં ફરિયાદ કરો. આ રીતે જોખમથી બચવા માટે ઘણીબધી પેમેન્ટ એપ્સનો ઉપયોગ ન કરો. પોતાનો પાસવર્ડ મજબૂત રાખો અને તેને સમયાંતરે બદલતા રહો. પોતાના ફોનને કોડ લૉક કે ફેસ લૉક દ્વારા લોક કરો.

Next Article