MONEY9: કેવી રીતે જલદી સમાપ્ત કરી શકો છો હોમ લોનનો બોજ?

|

Jul 14, 2022 | 7:22 PM

સામાન્ય રીતે હોમ લોન લાંબા ગાળા માટે હોય છે. તેની ઇએમઆઇની ચુકવણીમાં વ્યાજ તરીકે મોટી રકમ ચુકવવી પડે છે. જો સમજી વિચારીને પ્લાનિંગ કરવામાં આવે તો આ લોનને સમયથી પહેલાં પૂર્ણ કરી શકાય છે.

MONEY9: કેવી રીતે જલદી સમાપ્ત કરી શકો છો હોમ લોનનો બોજ?
symbolic image

Follow us on

MONEY9: પોતાનું ઘર (HOUSE) વસાવવું દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે. હાલના સમયમાં બેન્કોમાંથી લોકો સરળતાથી લોન (HOME LOAN) મેળવી શકે છે અને પોતાના સપનાનું ઘર ઉભું કરી શકે છે. પરંતુ આ લોન પંદરથી વીસ વર્ષની મુદતની હોય છે. એટલે કે લોન લેનાર વ્યક્તિએ વીસ વર્ષ સુધી બેન્કના હપ્તા ભરવા પડશે અને તે કરજનો બોજ તેણે વીસ વર્ષ સુધી ઉઠાવીને ચાલવું પડશે. પરંતુ જો તમે ખર્ચમાં સંયમ રાખો અને થોડી બચત  કરો તો હોમ લોનના  હપતા તમે વહેલા પૂરા કરી શકો છો. કેવી રીતે તે આપણે ગુરુગ્રામના રવિના ઉદાહરણ પરથી સમજીએ.

ગુરુગ્રામની ગાર્મેટ કંપનીમાં કામ કરનારા રવિએ 20 લાખ રૂપિયાની લોન લઇને ઘર ખરીદ્યું હતું. આ લોન 7.5 ટકાના દરે 20 વર્ષ માટે છે. જેના કારણે તેઓ 16,111 રૂપિયાની ઇએમઆઇ ચૂકવી રહ્યા છે. કોરોનાનો કહેર થંભી ગયા બાદ રવિનો પગાર વધી ગયો છે. હવે તે ઇચ્છે છે કે તેમની ઉપર હોમ લોનનો બોજ જલદીથી ઉતરી જાય. તેના માટે રવિની પાસે કયા વિકલ્પ છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

વધારાની ઇએમઆઇ

જો રવિ આ જ રીતે ઇએમઆઇ ભરે છે તો તેમને 20 વર્ષમાં મુદ્દલની સાથે 18.42 લાખ રૂપિયા વ્યાજ તરીકે ચુકવવા પડશે. જો રવિ દર વર્ષે એક એકસ્ટ્રા ઇએમઆઇની ચુકવણી કરી દે તો તેમની ઇએમઆઇ 240થી ઘટીને 207 થઇ જશે અને તેમની લોન 33 મહિના પહેલા સમાપ્ત થઇ જશે અને વ્યાજ સ્વરૂપે 2.55 લાખ રૂપિયાની બચત થઇ જશે.

જો રવિ દર મહિને થોડીક વધારાની બચત કરી રહ્યાં છે તો તેમણે પોતાની ઇએમઆઇ વધારી દેવી જોઇએ. જો તેઓ 13માં મહિનેથી દર વર્ષની શરૂઆતમાં ઇએમઆઇની રકમ 10 ટકા વધારતા રહે તો તેમનું દેવું 10 વર્ષ પહેલા એટલે કે 118 મહિનામાં જ સમાપ્ત થઇ જશે. આવા સંજોગોમાં તેમણે કુલ 9.96 લાખ રૂપિયાનું વ્યાજ ચુકવવું પડશે. આ રીતે વ્યાજ સ્વરૂપે 8.46 લાખ રૂપિયાની ભારે ભરખમ બચત તેઓ કરી લેશે.

સમયાંતરે આંશિક પ્રિ-પેમેન્ટ સમયથી પહેલા હોમ લોન ચુકતે કરવાની સરળ રીત

આના માટે બોનસ અને એરિયર સ્વરૂપે મળેલી રકમનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત,પરિવારજનો અને દોસ્તોથી પ્રાપ્ત રોકડ ઉપહાર, એફડી તેમજ શેરોની કમાણી, સંપત્તિનું વેચાણ, ટેક્સ સેવિંગવાળા ઉત્પાદોની મેચ્યોરિટીથી પ્રાપ્ત રકમનો ઉપયોગ કરવાથી હોમ લોનને સમય પહેલાં પૂરી કરવામાં મદદ મળી શકે છે.

નિષ્ણાતનો મત

પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ ડો.રાહુલ શર્મા કહે છે કે હોમ લોનને જલદી પૂરી કરવા માટે આંશિક પ્રી પેમેન્ટ અસરકારક ઉપાય છે. આ પ્રક્રિયા હેઠળ એકસાથે ચુકવણી કરનારી રકમથી તમે લોનની મૂળ રકમને ઘટાડી શકો છો. ઇએમઆઇની સમયસર ચુકવણી કરતા રહેવાથી લોનનો સમયગાળો ઘટી જાય છે.

જો સંકલ્પની સાથે પ્રયાસ કરવામાં આવે તો હોમ લોનને સમય પહેલાં ભરીને તમે લોનના બોજથી મુક્તિ મેળવી શકે છો. એટલું જ નહીં, પોતાની ફેમિલીના બજેટ માટે પણ વધારે રકમનો ઉપયોગ કરી શકશો અને પોતાનું ઘર હોવાની લાગણીમાં વધારો થશે.

મની9ની સલાહ

  1. જો તમારી હોમ લોન ચાલી રહી છે તો ઓછી રિટર્નવાળી બચત અને રોકાણ યોજનાઓમાં રોકાણને બંધ કરીને ઇએમઆઇમાં વૃદ્વિ કરાવી લેવી જોઇએ.
  2. આ દરમિયાન પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જીવન વીમા એંડોમેન્ટ પ્લાનની જગ્યાએ કોઇ સારા કવરવાળો ટર્મ પ્લાન લેવો જોઇએ.
Next Article