MONEY9: બેંક FDમાં રોકાણ કરવું સારું કે કોર્પોરેટ FDમાં?

|

Jul 18, 2022 | 5:48 PM

RBIએ ચાવીરૂપ વ્યાજ દરોમાં વધારો કરતા બેંકો પણ FD પરના વ્યાજ દરો વધારી રહી છે. બેંક FDના ટેન્યોરના આધારે 5 થી 6 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. બેંક ડિપોઝિટની સરખામણીમાં કોર્પોરેટ FDમાં 1.75 ટકા સુધીનું વધુ વ્યાજ મળી રહ્યું છે.

MONEY9: બેંક FDમાં રોકાણ કરવું સારું કે કોર્પોરેટ FDમાં?
FD vs Bank FD: Which Fixed Deposit is better for you

Follow us on

Money9: ઓછા જોખમની સાથે નિશ્ચિત રિટર્ન માટે ફિક્સ ડિપોઝિટ (FIXED DEPOSITE) રોકાણકારો (INVESTOR)ની પહેલી પસંદ રહી છે. બેંક FD આપણા દેશનું સૌથી જુનું અને લોકપ્રિય રોકાણ સાધન છે. રિચાને શેર બજાર ડરાવે છે અને મ્યુચ્યુઅલ ફંડનું ગણિત તેને સમજાતું નથી. તે એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં જોખમ ઓછું હોય. બેંક FD પર વ્યાજ વધવાનું શરૂ થઇ ગયું છે. અને ખાનગી કોર્પોરેટ કંપનીઓનું વ્યાજ બેંક FDને ટક્કર આપી રહ્યું છે. રિચા દુવિધામાં છે કે બેંક FDમાં રોકાણ કરે કે પછી કોર્પોરેટ FDમાં. તે નિર્ણય નથી કરી શકતી.

FD પર લોકોને વધુ ભરોસો

ઓછા જોખમની સાથે નિશ્ચિત રિટર્ન માટે ફિક્સ ડિપોઝિટ રોકાણકારોની પહેલી પસંદ રહી છે. બેંક FD આપણા દેશનું સૌથી જુનું અને લોકપ્રિય રોકાણ સાધન છે. તે લાંબા સમય સુધી એકમાત્ર વિકલ્પ પણ રહ્યો છે. બેંકમાં પૈસાને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. એટલે FD પર લોકોને સૌથી વધુ ભરોસો છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

RBIના આંકડા દર્શાવે છે કે વર્ષ 2020-21ના અંતે ઘરેલુ બચત સ્વરૂપે લોકોના બેંકમાં 12.27 લાખ કરોડ રૂપિયા જમા છે. તેમાં મોટો હિસ્સો FD તરીકે રોકાણ કરવામાં આવ્યો છે. બીજી તરફ સરકારની લઘુ બચત યોજનાઓમાં 3.09 લાખ કરોડ રૂપિયા જમા હતા. જેમાં રિટાયરમેન્ટ સાથ જોડાયેલી યોજના PPF પણ સામેલ છે.

FDના વ્યાજ દરો લાંબા સમયથી નીચલા સ્તરે હતા. પરંતુ RBIએ ચાવીરૂપ વ્યાજ દરોમાં વધારો કરતા બેંકો પણ FD પરના વ્યાજ દરો વધારી રહી છે. બેંક FDના ટેન્યોરના આધારે 5 થી 6 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. બેંક ડિપોઝિટની સરખામણીમાં કોર્પોરેટ FDમાં 1.75 ટકા સુધીનું વધુ વ્યાજ મળી રહ્યું છે.

કોર્પોરેટ FDમાં આકર્ષક રેટ

બજાજ ફાઇનાન્સ અને HDFC જેવી ફાઇનાન્સ કંપનીઓએ છેલ્લા કેટલાક મહિનાઓમાં ત્રીજી વખત ફિકસ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર વધાર્યા છે. SBI હવે 5 વર્ષથી ઉપરની FD પર 5.50 ટકા વ્યાજ આપી રહી છે. તો બજાજ ફાઇનાન્સ 44 મહિનાની FD પર 7.35 ટકા વ્યાજ આપી રહી છે. કંપનીનું 33 મહિનાની FD પર વ્યાજ 6.95 ટકા છે. બીજી તરફ પંજાબ નેશનલ બેંક પર 5 વર્ષની FD પર 5.60 ટકા વ્યાજ આપી રહી છે. તો શ્રીરામ ટ્રાન્સપોર્ટ 60 મહિનાની FD પર 7.90 ટકા વ્યાજ આપી રહી છે. 45 થી 48 મહિનાની FD પર 7.80 ટકા વ્યાજ તો 30થી 36 મહિનાની FD પર 7.75 ટકા વ્યાજ છે.

HDFC બેંક 5 થી 10 વર્ષની FD પર 5.75 ટકા વ્યાજ આપી રહી છે. તો HDFC લિમિટેડની 33 મહિનાની FD પર 6.75 ટકા વ્યાજ ઓફર થઇ રહ્યું છે. કંપનીની 66 મહિનાની FD પર 6.95 ટકા અને 99 મહિનાની FD પર 7.05 ટકા વ્યાજ મળી રહ્યું છે. ICICI બેંક સૌથી લાંબાગાળાની FD પર 5.75 ટકા વ્યાજ આપી રહી છે. બીજી તરફ ICICI હોમ ફાઇનાન્સ 2 વર્ષની FD પર 5.25 ટકા વ્યાજ આપી રહી છે. 24 થી 36 મહિનાની FD પર 5.95 ટકા વ્યાજ, 36 થી 60 મહિનાની FD પર 6.60 ટકા વ્યાજ અને 82 થી 120 મહિનાની FD પર 6.95 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.

બેંક કે કોર્પોરેટ FD સારી?

બેંક અને કોર્પોરેટ FDના રિટર્નમાં ખાસ્સુ અંતર છે. તો શું વધારે રિટર્ન મેળવવા માટે કોર્પોરેટ FD સારો વિકલ્પ છે. કોર્પોરેટ FD એટલે કે કંપની FD પણ એક ટર્મ ડિપોઝિટ જ છે. તેમાં તમે ચોક્કસ સમયગાળા માટે નિશ્ચિત રિટર્નની ગેરંટીની સાથે પૈસા લગાવો છો. નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ એટલે કે NBFC અને અન્ય કંપનીઓ કોર્પોરેટ FD જાહેર કરે છે. સામાન્ય રીતે તેમાં બેંક FD કરતાં 1 થી 3 ટકા વધુ વ્યાજ મળે છે. તફાવત એટલો છે કે બેંકમાં FD કરવા પર બેંક આ પૈસાનો ઉપયોગ લોન આપવા માટે કરે છે જ્યારે કોર્પોરેટ FDમાં કંપનીઓ આ પૈસાનો ઉપયોગ પોતાના વિસ્તરણ માટે પણ કરે છે.

કોર્પોરેટ FDમાં રોકાણ કરતા પહેલાં આટલું જોઇ લો

  1. ખાનગી કંપનીઓની FD પસંદ કરતી વખતે તેનું ક્રેડિટ રેટિંગ ચેક કરવું ઘણું જ જરૂરી છે. ક્રિસિલ અને ઇકરા જેવી રેટિંગ એજન્સીઓ આ ડિપોઝિટ્સને રેટિંગ આપે છે. ક્રેડિટ રેટિંગ ટ્રિપલ A સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. આનાથી ઓછા રેટિંગનો અર્થ એ કે રેટિંગ એજન્સીને કંપનીના લોનની સ્થિતિ કે કોર્પોરેટ ગવર્નન્સને લઇને ચિંતા છે.
  2. ઘણી નબળા રેટિંગવાળી કંપનીઓ વધારે રિટર્ન ઓફર કરે છે. કંપની જેટલી મજબૂત હશે ઇન્ટરેસ્ટ રેટ એટલો ઓછો હોઇ શકે છે. એટલે FD શરૂ કરતાં પહેલાં કંપનીનું બેક ગ્રાઉન્ડ ચેક કરી લેવું જોઇએ. કંપની FDના વ્યાજનું સમયસર પેમેન્ટ કરી રહી હોય અને કંપનીએ પહેલા ક્યારેય ડિફોલ્ટ ન કર્યું હોય.
  3. કોર્પોરેટ FDમાં રોકાણ કરવું હોય તો ટ્રિપલ A અને AA પ્લસ જેવી હાઇ રેટિંગવાળી કંપનીઓમાં જ રોકાણ કરવું જ યોગ્ય રહેશે.
Next Article