Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

E-rupee: RBI પણ બીટકોઈનની જેમ ડિજિટલ કરન્સી ચલણમાં મૂકે તો? જાણો હકારાત્મક અને નકારાત્મક પાસાઓ અંગેના અનુમાન

સંકટની સ્થિતિમાં RBIની ડિજિટલ કરન્સી અટકી શકે છે. જો બેંક સાથે આવી સ્થિતિ થાય છે ત્યારે લોકો પહેલા તેમના પૈસાની ચિંતા કરે છે અને બેંકમાં ભીડ થઈ જાય છે. આ રીતે તે બેંકની કામગીરી નોંધપાત્ર રીતે પ્રભાવિત થઈ શકે છે.

E-rupee:   RBI પણ બીટકોઈનની જેમ ડિજિટલ કરન્સી ચલણમાં મૂકે તો? જાણો હકારાત્મક અને નકારાત્મક પાસાઓ અંગેના અનુમાન
Digital Currency symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 7:40 AM

E Rupee: જ્યારે તમે તમારા હાથમાં સો રૂપિયાની નોટ પકડો છો ત્યારે તેમાં લખેલું હોય છે કે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તમને સો રૂપિયા આપવાનું વચન આપી રહ્યા છે. શું તમે તેનો અર્થ સમજો છો?

આનો અર્થ એ છે કે આરબીઆઈના ગવર્નરની મહોર પછી કાગળનો ટુકડો તમારા માટે વ્યવહાર કરવા માટે યોગ્ય માધ્યમ બની જાય છે. દેશના મોટાભાગના લોકો તેનો ખરેખર અર્થ શું છે તે અંગે ચિંતા કરવા માંગતા નથી. લોકો સમજે છે કે RBI ગવર્નર તરીકે સરકાર આ રકમ પરત કરવાની ગેરંટી આપી રહી છે. એવું કહેવામાં આવે છે કે આરબીઆઈ ગવર્નરની હસ્તાક્ષર પછી કાગળની નોટ કાયદાકીય ટેન્ડર બની જાય છે કોઈપણ વ્યક્તિ આ નોટના બદલામાં કોઈપણ માલસમાન અથવા સેવાઓ આપવાનો ઇનકાર કરી શકે નહિ.

આરબીઆઈના ગવર્નરનો પ્રયાસ રહે છે કે લોકોની ખરીદશક્તિ યોગ્ય સ્તરે જાળવવામાં આવે અનેમોંઘવારીને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. આરબીઆઈ E Rupeeના સંદર્ભમાં તેનું વચન કેવી રીતે પૂરું કરી શકે? વિશ્વભરની સેન્ટ્રલ બેંકો તેમની કરન્સીને ડિજિટલ સ્વરૂપમાં લાવવાના મુદ્દા પર કામ કરી રહી છે.

10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?
47 મેચમાં ફક્ત 1 એવોર્ડ, હવે 8 મેચમાં 4 જીતી લીધા

ડિજિટલ ચલણનો ડર વિશ્વભરની સેન્ટ્રલ બેંકોને ડર છે કે ખાનગી ક્રિપ્ટોકરન્સી તેમની ડિજિટલ કરન્સીને રિપ્લેસ કરી શકે છે. સમગ્ર વિશ્વમાં બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીનો ક્રેઝ વધી રહ્યો છે છતાં ક્રિપ્ટો પરંપરાગત ચલણને બદલી શકવા સક્ષમ નથી. તેનું સૌથી મોટું કારણ ક્રિપ્ટોની કિંમતમાં ભારે ઉતાર – ચઢાવ છે. આ પછી જ્યારે સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુકે પોતાનો ક્રિપ્ટો ડીએમ લાવવાની અને તેને ડોલર સાથે સમર્થન આપવાની વાત કરી ત્યારે સેન્ટ્રલ બેંકોના લલાટે ચિંતાની લકીરો ખેંચાઈ હતી.

ડિજિટલ ચલણના ગેરફાયદા E Rupee જેવી ડિજિટલ કરન્સીનો એક ગેરફાયદો એ હોઈ શકે છે કે તે લોકોની ગોપનીયતાને નષ્ટ કરી શકે છે. રોકડ વ્યવહારમાં લોકોની ઓળખ ગુપ્ત રહે છે. કોઈપણ જગ્યાએથી ખરીદી કરતી વખતે રોકડ ચુકવણીમાં કોઈ ઓળખ થતી નથી. જો સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરી શકે છે, તો તે ઘણા લોકો માટે સમસ્યા ઊભી કરી શકે છે.

કટોકટીના સમયમાં શું થશે? સંકટની સ્થિતિમાં RBIની ડિજિટલ કરન્સી અટકી શકે છે. જો બેંક સાથે આવી સ્થિતિ થાય છે ત્યારે લોકો પહેલા તેમના પૈસાની ચિંતા કરે છે અને બેંકમાં ભીડ થઈ જાય છે. આ રીતે તે બેંકની કામગીરી નોંધપાત્ર રીતે પ્રભાવિત થઈ શકે છે.

ડિજિટલ ચલણ કેટલું લોકપ્રિય રહશે? આ કટોકટીનો સામનો કરવાનો સૌથી સહેલો રસ્તો આરબીઆઈ દ્વારા તેની ડિજિટલ કરન્સી જારી કર્યા પછી પણ રોકડનો પ્રવાહ જાળવી રાખવાનો છે. દેશમાં ડિજિટલ કનેક્ટિવિટી પર પણ કામ કરવાની જરૂર છે જેથી કરીને ડિજિટલ કરન્સીના ઉપયોગને વ્યાપક વ્યાપમાં લઈ જઈ શકાય. સરકારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે આરબીઆઈની ડિજિટલ કરન્સીનો ઉપયોગ વર્તમાન ક્રિપ્ટોની તર્જ પર દરેક સમયે થઈ શકે છે.

આ પણ વાંચો :  Muhurat Trading Updates: સેન્સેક્સ 360 પોઈન્ટના ઉછાળા સાથે થયું બંધ, નિફ્ટી 17900ને પાર

આ પણ વાંચો : ક્રેડિટ કાર્ડથી શોપિંગ થઈ જાય અને વ્યાજ સાથે લેટ ફાઈન પણ ન લાગે તેના માટે અપનાવો આ 4 સરળ રીત

g clip-path="url(#clip0_868_265)">