મોદી સરકારની દિવાળી ભેટ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો

|

Nov 03, 2021 | 9:34 PM

મોદી સરકારે લોકોને દિવાળી ભેટ આપી છે. જેમાં એક્સાઈઝ ડયુટીમાં ભાવ ઘટાડાની જાહેરાત કરાતા હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થશે

મોદી સરકારની દિવાળી ભેટ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો
Petrol-Diesel Price Today

Follow us on

મોદી સરકારે(Modi Government)  લોકોને દિવાળી ભેટ(Diwali Gift)  આપી છે. જેમાં એક્સાઈઝ ડયુટીમાં(Excise Duty)   ઘટાડાની જાહેરાત કરાતા હવે પેટ્રોલ-ડીઝલના(Petrol Diesel)  ભાવમાં ઘટાડો થશે. જેમાં સરકારે 04 નવેમ્બર લાગુ પડે એ રીતે એક્સાઇઝ ડયુટીમાં ઘટાડાની જાહેરાત કરી છે. સરકારે પેટ્રોલ પર પાંચ રૂપિયા અને ડીઝલ 10 રૂપિયા એકસાઇઝ ડયુટી ઘટાડવાની જાહેરાત કરી છે.

એક્સાઈઝ ડ્યુટી માં ઘટાડા અંગે સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું કે પેટ્રોલની સરખામણીમાં ડીઝલ પરના ટેક્સમાં બમણો ઘટાડો કરવામાં આવ્યો છે. તેનાથી ખેડૂતોને સૌથી વધુ ફાયદો થશે. રવિ પાકની સિઝન શરૂ થઈ રહી છે. ખેતીના કામમાં વપરાતા સાધનો મુખ્યત્વે ડીઝલ પર ચાલે છે. આવી સ્થિતિમાં ડીઝલના દરમાં ઘટાડાથી ખેડૂતોને મોટી રાહત મળશે.

કેન્દ્રએ પણ રાજ્યોને વેટ ઘટાડવાની અપીલ કરી છે. રાજ્ય સરકારો વેટ એકત્રિત કરે છે. જો આમાં ઘટાડો થશે તો અલગ-અલગ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુરૂપ ઘટાડો જોવા મળશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વસૂલે છે, જે સમગ્ર ભારતમાં એકસમાન છે. જ્યારે તેમના પર વસૂલવામાં આવતા વેટના દરો દરેક રાજ્યમાં અલગ-અલગ હોય છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધુ વેટ રાજસ્થાનમાં છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી મોંઘા છે.

એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા અંગે નાણા મંત્રાલયે કહ્યું કે છેલ્લા કેટલાક મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત આસમાને પહોંચી ગઈ છે. જેના કારણે સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલ 100 રૂપિયાને પાર પહોંચી ગયું છે. મહાનગરોમાં પણ પેટ્રોલ 110 રૂપિયાની સપાટી વટાવી ગયું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના કારણે મોંઘવારી પણ વધી છે.

પીએમ મોદીએ થોડા દિવસ અગાઉ સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ ઓઇલ કંપનીઓ અને મંત્રાલય સાથે બેઠક કરી હતી. તેમજ ભાવ ઘટાડા અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. જો કે આ ઉપરાંત મોદી સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લીધે સતત વિપક્ષના નિશાના પર પણ હતી.

જેમાં મે 2020ની શરૂઆતથી એટલે કે 18 મહિનાથી ઓછા સમયમાં પેટ્રોલ 36 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. આ દરમિયાન ડીઝલના ભાવમાં 26.58 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.

સમગ્ર વિશ્વ હાલમાં ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. તેમ છતાં, ભારત સરકારનો સતત પ્રયાસ છે કે પેટ્રોલ અને ડીઝલ સહિતની તમામ આવશ્યક ચીજવસ્તુઓમાં ક્યારેય કોઈ મુશ્કેલી ન આવે. દરેક સમયે તેની પૂરતી ઉપલબ્ધતા હોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડાને મોંઘવારી પર દબાણ ઘટતા માંગ વધશે.

આ પણ  વાંચો : Surat: ‘અચ્છે દિન’ ડાયમંડ-ટેક્સ્ટાઈલ બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ આવી તેજી

આ  પણ વાંચો:  નવા વર્ષે મોંધી થશે મુસાફરી, અમદાવાદ થી મહારાષ્ટ્રના અનેક સ્થળો માટે જવા માટે ચૂકવવું પડશે વધુ ભાડું

 

Published On - 8:14 pm, Wed, 3 November 21

Next Article