MMDR Act : ખાણ ખનિજ ક્ષેત્રે સુધારાથી 55 લાખ નોકરીઓની તક સર્જાશે, જાણો વિગતવાર સુધારો

|

Apr 03, 2021 | 9:47 AM

ખાણ અને ખનીજ વિકાસ અને વિનિયમન સંશોધન (MMDR) બિલ -2021 ને સંસદના બંને ગૃહોમાં ગયા મહિને મંજૂરી મળી ગઈ છે. સંસદમાં ખરડા પરની ચર્ચા દરમિયાન ખાણ પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે દેશના ખાણ ક્ષેત્રને સુધારવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે.

MMDR Act : ખાણ ખનિજ ક્ષેત્રે સુધારાથી 55 લાખ નોકરીઓની તક સર્જાશે, જાણો વિગતવાર સુધારો
પ્રહલાદ જોશી - ખાણ પ્રધાન , ભારત સરકાર

Follow us on

ખાણ અને ખનીજ વિકાસ અને વિનિયમન સંશોધન (MMDR) બિલ -2021 ને સંસદના બંને ગૃહોમાં ગયા મહિને મંજૂરી મળી ગઈ છે. સંસદમાં ખરડા પરની ચર્ચા દરમિયાન ખાણ પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે દેશના ખાણ ક્ષેત્રને સુધારવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. મંત્રીએ બિલને ઐતિહાસિક ગણાવતાં કહ્યું કે તેનાથી ખનિજોના ઉત્પાદનમાં વધારો થશે, રોજગારીની તકો ઉભી થશે, મહેસૂલ વધશે અને ખનિજ સંશોધન અને ખાણકામ સંબંધિત પ્રવૃત્તિઓમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે. વધુમાં બિલમાં સૂચિત સુધારાના અમલથી દેશભરમાં રોજગારની 55 લાખ થી વધુ તકો ઉભી થશે.

ખાણ પ્રધાને કહ્યું કે દેશમાં ઘણાં ખનિજોના વિશાળ ભંડાર છે પરંતુ તેમાંથી માત્ર 45 ટકાનો જ ઉપયોગ થઈ રહ્યો છે. બીજીતરફ આપણે ખનિજોની આયાત કરવી પડી રહી છે. સંસદમાં પ્રહલાદ જોષીએ એ પણ સ્પષ્ટ કર્યું કે ખાણકામની પ્રવૃત્તિઓથી મળેલી આખી રકમ રાજ્યના વિકાસમાં રોકાણ કરવામાં આવશે.

આ કાયદો શું છે?
ભારતમાં ખાણકામ ક્ષેત્રે સંચાલિત માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન અધિનિયમ (MMDR) એક્ટ – 1957 માં સુધારો કરવામાં આવ્યો છે. નવા સુધારેલા કાયદાથી ખાણકામ ક્ષેત્રની સંભાવનામાં વધારો થશે. ઉપરાંત, આ ક્ષેત્રમાં ભારતને સ્વનિર્ભર બનાવવા તરફ કામ કરશે. દેશમાં રોજગારની નવી તકો ઉભી થશે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

અધિનિયમની મહત્વની બાબતો ?
>> ખુલ્લા બજારમાં ખનિજો વેચવા માટેલીઝ લેનારે વધારાની ફી ચૂકવવી પડશે.

>> કેપ્ટિવ માઇન્સ હવે અનામત રહેશે નહીં. 1957 નો અધિનિયમ હરાજીની પ્રક્રિયા દ્વારા ખાણ (કોલસો, લિગ્નાઈટ અને પરમાણુ સિવાય) લીઝરાખતી વખતે ચોક્કસ ઉપયોગ માટે અનામત રાખવા કેન્દ્ર સરકારને સત્તા આપે છે. આ અનામત ખાણોને કેપ્ટિવ માઇન્સ કહેવામાં આવે છે પરંતુ 2021 ના ​​સુધારણાથી આવી સિસ્ટમનો અંત આવશે.

>> કેપ્ટિવ માઇન્સ તેમના વાર્ષિક ઉત્પાદનમાં 50 ટકા બજારમાં વેચી શકે છે. જો કે, પરમાણુ ખાણો માટે આ વ્યવસ્થા નથી. તે સિવાય બાકીની કેપ્ટીવ માઇન્સ ખાણો તેમના ઉત્પાદનનો હિસ્સો વેચી શકે છે.

>> આ અધિનિયમ કેટલાક કેસોમાં કેન્દ્ર સરકારને હરાજીનો અધિકાર આપે છે.

>> કેન્દ્ર રાજ્ય સરકાર સાથે હરાજીની અંતિમ તારીખ નક્કી કરી શકે છે. જો રાજ્ય સરકાર નિર્ધારિત સમયમાં હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરી શકશે નહીં, તો કેન્દ્રને ખાણની હરાજી કરવાનો અધિકાર હશે. સરકારની દલીલ છે કે આનાથી સ્પર્ધા વધશે અને કામ ઝડપથી થશે.

>> આ અધિનિયમ કેન્દ્ર સરકારને સરકારી કંપનીઓની લીઝની અવધિ નક્કી કરવા માટે સત્તા આપે છે. જો લીઝની અવધિ વધે તો સરકારી કંપનીએ આ માટે અલગથી ચુકવણી કરવી પડશે.

>> ખાણકામ ક્ષેત્રે અપાર સંભાવનાઓ છે. સરકારની કાર્યવાહીને કારણે ઘણી વખત કામ અટકી પડે છે. આવી અવરોધોને સમાપ્ત કરવા પગલાં પણ લેવામાં આવ્યા છે. હવે જે ખાણોનો લીઝ પિરિયડ સમાપ્ત થયો છે, કેટલાક કિસ્સાઓમાં આવી ખાણો સરકારી કંપનીઓને ફાળવી શકાય છે.

 

સરકારનો હેતુ શું છે?
>> MMDR એક્ટ સાથે ખાણ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવાનું સરકારનું લક્ષ્ય છે. ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો કરવાનો ઉદ્દેશ્ય છે. જો નિયમોમાં રાહત હોય તો સહેલાઇથી કામ કરી શકશે અને મહત્તમ ઉત્પાદન મેળવશે.

>> ઉત્પાદન વધવાથી કોલસાની આયાત ઓછી થશે. ભારત ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધશે.

>> કેન્દ્રની મોદી સરકાર ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસના મામલે ભારતને ટોચનો દેશ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસ સાથે, કામ ઝડપી અને સરળતા પણ થશે જેનો સીધો ફાયદો દેશની અર્થવ્યવસ્થાને મળશે.

Published On - 6:38 pm, Fri, 2 April 21

Next Article