વૈશ્વિક બજારોમાં મિશ્ર સંકેત: યુરોપમાં તેજી તો અમેરિકા-એશિયાના કેટલાક બજારોમાં નરમાશ

|

Nov 11, 2020 | 10:01 AM

વૈશ્વિક બજારમા મિશ્ર સંકેત નજરે પડી રહ્યા છે જોકે ડાઓ જોન્સ લીલા નિશાન ઉપર કારોબાર કર્યો તો નાસ્ડેક આજે તૂટ્યો હતો. અમેરિકાના શેરબજારમાં ડાઓ જોંસમાં સતત બીજા દિવસે સારી વૃદ્ધિ જોવા મળી હતી. ડાઓ જોંસ 262.95 અંક મુજબ 0.90 ટકા વધીને 29,420.92 પર બંધ થયા છે. નાસ્ડેક 159.92 અંક સાથે 1.37 ટકાની નબળાઈની સાથે 11553.86 […]

વૈશ્વિક બજારોમાં મિશ્ર સંકેત: યુરોપમાં તેજી તો અમેરિકા-એશિયાના કેટલાક બજારોમાં નરમાશ

Follow us on

વૈશ્વિક બજારમા મિશ્ર સંકેત નજરે પડી રહ્યા છે જોકે ડાઓ જોન્સ લીલા નિશાન ઉપર કારોબાર કર્યો તો નાસ્ડેક આજે તૂટ્યો હતો. અમેરિકાના શેરબજારમાં ડાઓ જોંસમાં સતત બીજા દિવસે સારી વૃદ્ધિ જોવા મળી હતી. ડાઓ જોંસ 262.95 અંક મુજબ 0.90 ટકા વધીને 29,420.92 પર બંધ થયા છે. નાસ્ડેક 159.92 અંક સાથે 1.37 ટકાની નબળાઈની સાથે 11553.86 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 4.97 અંક તૂટીને 3,545.53 ના સ્તર પર બંધ થયા છે.

ગઈકાલે યુરોપિયન બજારમાં તેજી જોવા મળી હતી. બ્રિટનનું એફટીએસઇ ઈન્ડેક્સ 1.79% વધીને 6,296.85 પર નોંધાયું હતું. ફ્રાન્સનો સીએસી ઇન્ડેક્સ 1.55% વધીને 5,418.97 પર બંધ રહ્યો હતો. જર્મનીનો ડીએક્સ ઈન્ડેક્સ પણ 0.51% વધીને 13,163.10 પર બંધ રહ્યો હતો.બ્રિટનનું એફટીએસઈ ઈન્ડેક્સ 1.79% વધીને 6,296.85 પર છે. ફ્રાન્સનો સીએસી ઈન્ડેક્સ 1.55% વધીને 5,418.97 પર હતો. જર્મનીનો ડીએક્સ ઈન્ડેક્સ પણ 0.51% વધીને 13,163.10 પર બંધ રહ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એશિયાઈ બજારોમાં જાપાનના નિક્કેઈ 432.93 અંક સાથે 1.74 ટકા વધીને 25,338.52 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 57.50 અંક વધારાની સાથે 12,712.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જો કે આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.99 અને હેંગ સેંગમાં 0.19 ટકા તૂટ્યો છે. કોરિયાઈ બજાર કોસ્પી 1.07 ટકા મજબૂતીની સાથે 2,479.15 ના સ્તર પર દેખાય રહ્યા છે. તાઇવાનના બજાર 0.98 ટકા ગગડીને કારોબાર કરી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટ નરમાશ સાથે 3353.19 ઉપર નોંધાયું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article