માઇક્રોસોફ્ટ ભારતમાં કરશે રૂપિયા 1.5 લાખ કરોડનું રોકાણ, PM મોદીને મળ્યા બાદ સત્ય નડેલાએ કરી મોટી જાહેરાત

માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષમતાઓ વિકસાવવા માટે રૂપિયા 1.5 લાખ કરોડથી વધુના રોકાણ કરવાની જાહેરાત કરી છે. એશિયામાં અત્યાર સુધીનું માઇક્રોસોફ્ટનું આ સૌથી મોટું મૂડી રોકાણ હશે. આ રોકાણ ભારતમાં ટેકનોલોજી વિકાસને વેગ આપશે.

માઇક્રોસોફ્ટ ભારતમાં કરશે રૂપિયા 1.5 લાખ કરોડનું રોકાણ, PM મોદીને મળ્યા બાદ સત્ય નડેલાએ કરી મોટી જાહેરાત
| Edited By: | Updated on: Dec 09, 2025 | 8:17 PM

માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ, આજે બુધવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદી અને માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલા વચ્ચે યોજાયેલ બેઠક બાદ, નડેલાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષમતાઓ વિકસાવવા માટે ભારતમાં આશરે 17.5 બિલિયન અમેરિકન ડોલરના (₹1.5 લાખ કરોડ) રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ એશિયામાં યુએસ સોફ્ટવેર કંપની (માઇક્રોસોફ્ટ) દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું મૂડીરોકાણ હશે.

માઇક્રોસોફ્ટે ભારતમાં મોટા રોકાણનું વચન આપ્યું

નડેલાએ વડાપ્રધાન મોદી સાથેના ફોટા સાથે સોશિયલ મીડિયા X પર પોસ્ટ લખીને જાહેરાત કરતા કહ્યું કે, “ભારતની AI તકો પર પ્રેરણાદાયી વાતચીત માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર.” દેશના ધ્યેયોને સમર્થન આપવા માટે, માઇક્રોસોફ્ટ ભારતના AI-પ્રથમ ભવિષ્ય માટે જરૂરી માળખાગત સુવિધાઓ, કુશળતા અને સાર્વભૌમ ક્ષમતાઓના નિર્માણમાં મદદ કરવા માટે 17.5 બિલિયન અમેરિકન ડોલર (એશિયામાં અત્યાર સુધીનું અમારું સૌથી મોટું રોકાણ) નું વચન આપી રહ્યું છે.

નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સત્યા નડેલા સાથેની મુલાકાત ફળદાયી રહી હોવાનું અને ભારતના યુવાનોને આ તક ઝડપી લેવા માટેની વાત કરી. સાથોસાથ સમગ્ર એશિયાનુ સૌથી વધુ મૂડીરોકાણ કરવા માટે ભારતની પસંદગી કરવામાં આવી છે તે ગર્વ લેવા જેવી વાત છે તેમ તેમણે જણાવ્યું હતું.

“જ્યારે AI ની વાત આવે છે, ત્યારે દુનિયા ભારત પ્રત્યે આશાવાદી છે! સત્ય નડેલા સાથે ખૂબ જ ફળદાયી ચર્ચા થઈ. ભારતને એ સ્થાન જોઈને આનંદ થયો જ્યાં માઇક્રોસોફ્ટ એશિયામાં તેનું અત્યાર સુધીનું સૌથી મોટું મૂડીરોકાણ કરશે. ભારતના યુવાનો માઈક્રોસોફ્ટ દ્વારા કરાનાર રોકાણ બાદની તકનો ઉપયોગ નવીનતા લાવવા માટે કરશે.”

દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો. 

Published On - 7:56 pm, Tue, 9 December 25