ફેસબુક ઈન્ડિયાની કમાન હવે સંધ્યા દેવનાથનના હાથમાં, એશિયા પેસિફિક લીડરશીપ ટીમનો બનશે ભાગ

|

Nov 17, 2022 | 4:44 PM

સંધ્યા દેવનાથન અગાઉ કંપનીના એશિયા પેસિફિક માર્કેટના ગેમિંગ વર્ટિકલનું નેતૃત્વ કરી રહી હતી અને હવે કંપનીએ તેમને નવી જવાબદારીઓ સોંપી છે. હવે તે 1 જાન્યુઆરી 2023થી પોતાની કમાન સંભાળશે.

ફેસબુક ઈન્ડિયાની કમાન હવે સંધ્યા દેવનાથનના હાથમાં, એશિયા પેસિફિક લીડરશીપ ટીમનો બનશે ભાગ
Sandhya Devanathan

Follow us on

ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને ભારત માટે વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કર્યા છે. કંપનીએ ગુરુવારે આ માહિતી આપી છે. મેટા ઈન્ડિયાના કન્ટ્રી હેડ અજીત મોહને કંપની છોડ્યા બાદ કંપનીએ આ જાહેરાત કરી હતી અને હવે તેઓ ફેસબુકની હરીફ બ્રાન્ડ સ્નેપ સાથે જોડાયા છે. તેમની સાથે વોટ્સએપ ઈન્ડિયાના હેડ અભિજિત બોઝ અને મેટા ઈન્ડિયાના ડાયરેક્ટર ઓફ પબ્લિશ પોલિસી રાજીવ અગ્રવાને કંપની છોડી દીધી હતી.

સંધ્યા દેવનાથન અગાઉ કંપનીના એશિયા પેસિફિક માર્કેટના ગેમિંગ વર્ટિકલનું નેતૃત્વ કરી રહી હતી અને હવે કંપનીએ તેમને નવી જવાબદારીઓ સોંપી છે. હવે તે 1 જાન્યુઆરી 2023થી તેની કમાન સંભાળશે અને તે એશિયા પેસિફિકના વાઈસ પ્રેસિડેન્ટ ડેન નેરીને રિપોર્ટ કરશે. કંપનીએ જણાવ્યું છે કે તે એશિયા પેસિફિક લીડરશીપ ટીમનો ભાગ બનશે.

અજીત મોહન 2019થી સેવા આપી રહ્યા હતા

અજીત મોહન વિશે કહે છે કે તે સ્નેપચેટમાં જોડાવા જઈ રહ્યા છે. અજિત મોહને જાન્યુઆરી 2019માં ફેસબુક ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. જ્યારે સંધ્યા દેવનાથન 2016માં ફેસબુકમાં જોડાઈ હતી, ત્યારબાદ બીજી ઘણી કંપનીઓમાં કામ કર્યું હતું અને એપ્રિલ 2020માં ફરીથી મેટામાં જોડાઈ હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મેટાએ તાજેતરમાં 11,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા

ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ તાજેતરમાં જ 11,000 કર્મચારીઓની છટણી કરી છે. છટણી વિશે જણાવતા ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે કંપનીના ઈતિહાસમાં આ સૌથી મોટા ફેરફારો છે. આ સાથે તેણે પોતાના કર્મચારીઓની માફી પણ માંગી છે. ઝકરબર્ગે પત્રમાં લખ્યું છે કે કમાણીમાં ઘટાડો અને ટેક્નોલોજી ઉદ્યોગમાં ચાલી રહેલા સંકટને કારણે આ મુશ્કેલ નિર્ણય લેવામાં આવ્યો છે.

Published On - 4:44 pm, Thu, 17 November 22

Next Article