MEGA IPO : Paytm રૂપિયા 16600 કરોડ નો IPO લાવશે, 8300 કરોડ રૂપિયાના ફ્રેશ ઈશ્યુ આવશે, જાણો કંપની અને તેના આયોજનો વિશે વિગતવાર

|

Jul 16, 2021 | 12:50 PM

Paytm IPO માટેનો પ્રાઇસ બેન્ડ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) ફાઇલ કરતી વખતે અથવા સબ્સ્ક્રિપ્શન માટે IPO શરૂ પહેલા નક્કી કરવામાં આવશે.સોફ્ટબેંક સમર્થિત કંપની તેના પ્રાઈમરી ફ્લોટ દ્વારા રૂ 16,600 કરોડ એકત્ર કરવા વિચારી રહી છે. કંપની રૂ 8300 કરોડના નવા શેરો ઇશ્યૂ કરશે

MEGA IPO : Paytm રૂપિયા 16600 કરોડ નો IPO લાવશે,  8300 કરોડ રૂપિયાના ફ્રેશ ઈશ્યુ આવશે, જાણો કંપની અને તેના આયોજનો વિશે વિગતવાર
Paytm IPO

Follow us on

ડિજિટલ પેમેન્ટ્સ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની Paytmએ માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ રૂ 16,600 કરોડનો IPO લોન્ચ કરવા માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) જમા કર્યો છે. પબ્લિક ઇશ્યૂમાં રૂ8300 કરોડના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 8300 કરોડના શેરોની ઓફર ફોર સેલ (OFS) નો સમાવેશ કરવામાં આવશે.

Paytm IPO માટેનો પ્રાઇસ બેન્ડ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) ફાઇલ કરતી વખતે અથવા સબ્સ્ક્રિપ્શન માટે IPO શરૂ પહેલા નક્કી કરવામાં આવશે. Morgan Stanley India Company Private Ltd, Goldman Sachs (India) Securities Private Ltd, Axis Capital, ICICI Securities, JP Morgan India Private Ltd and Citigroup Global Markets India Private Ltdના સંયુક્ત વૈશ્વિક સંયોજકો અને બુક રનિંગ લીડ મેનેજર્સ આ ઈશ્યુ સાથે જોડાશે. Link Intime India Private પેટીએમ આઇપીઓના રજિસ્ટ્રાર હશે.

ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પેટીએમની પેરેન્ટ કંપની One97 Communications એ શુક્રવારે સેબી સમક્ષ તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો છે. સોફ્ટબેંક સમર્થિત કંપની તેના પ્રાઈમરી ફ્લોટ દ્વારા રૂ 16,600 કરોડ એકત્ર કરવા વિચારી રહી છે. કંપની રૂ 8300 કરોડના નવા શેરો ઇશ્યૂ કરશે જેમાં પ્રત્યેકની રૂ 1 ફેસ વેલ્યૂ હશે જ્યારે હાલના શેરહોલ્ડરો તેમની હિસ્સેદારી વધુ 8,300 કરોડ રૂપિયામાં વેચશે

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ફાઉન્ડર અને સીઈઓ વિજય શેખર શર્મા(Vijay Shekhar Sharma), Antfin (Netherlands), Alibaba.com Singapore Pvt Ltd., Elevation Capital, Saif Partners India અને Berkshire Hathaway સહિતના હાલના રોકાણકારો બુક બિલ્ડિંગ પ્રક્રિયામાં પોતાનો હિસ્સો વેચશે.

નોઈડા સ્થિત કંપનીએ જણાવ્યું હતું કે તે IPO થી તેની પેમેન્ટ ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને નવી વ્યવસાયિક પહેલ અને હસ્તાંતરણ માટે ઉપયોગ કરશે. નેટ ઓફરનો 75 ટકા હિસ્સો લાયક સંસ્થાકીય ખરીદદારો (QIB) માટે અનામત રાખવામાં આવ્યો છે. એન્કર રોકાણકારોને કંપની 60 ટકા સુધી QIB ફાળવી શકે છે.

 

Next Article