ચીનમાં ઉત્પાદિત ટેસ્લા ભારતમાં વેચવી નહીં, અહીં EV નું ઉત્પાદન કરો: ગડકરીએ મસ્કને રોકડું પરખાવ્યું

|

Apr 27, 2022 | 8:27 AM

નીતિન ગડકરીએ કહ્યું કે એલન મસ્કને મારું સૂચન છે કે તેમને ભારતમાં સારું માર્કેટ મળશે. ભારતનું બજાર વિશાળ છે અને અહીં આવવાથી બંને પક્ષોને ફાયદો થશે. ગડકરીના મતે ચીનમાં હાજર તમામ વેન્ડર્સ ભારતમાં પણ હાજર છે.

ચીનમાં ઉત્પાદિત ટેસ્લા ભારતમાં વેચવી નહીં, અહીં EV નું ઉત્પાદન કરો: ગડકરીએ મસ્કને રોકડું પરખાવ્યું
Union Minister Nitin Gadkari (file photo)

Follow us on

ભારતમાં ટેસ્લા(Tesla) કારની આયાત અને વેચાણ કરવાનો પ્રયાસ કરી રહેલા એલન મસ્ક(Elon Musk)ને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી(Nitin Gadkari)એ રોકડું પરખાવી દીધું છે કે જો તેઓ ચીનમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપીને ભારતમાં વેચાણ કરવા માગે છે તો તે શક્ય નથી. ગડકરીએ કહ્યું કે મસ્કને ભારતમાં ઉત્પાદન કરવું જોઈએ અને અહીં ઉપલબ્ધ તકોનો લાભ લેવો જોઈએ જે બંને પક્ષો માટે ફાયદાકારક રહેશે. નીતિન ગડકરીએ સ્પષ્ટ કહ્યું કે ચીનમાં ઉત્પાદન અને ભારતમાં વેચાણ.. આ રીતે ચાલશે નહીં. ટેસ્લા લાંબા સમયથી ભારતમાં તેની કારનું વેચાણ શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે અને તે ડ્યૂટીમાં કાપની માંગ કરી રહી છે. મસ્ક ઘણી વખત કહી ચૂક્યા છે કે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો પરની ઈમ્પોર્ટ ડ્યૂટી(Import Duty ) સમગ્ર વિશ્વમાં સૌથી વધુ છે. જોકે ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે મસ્ક માટે ભારતમાં જ આ કારોનું ઉત્પાદન કરવું વધુ સારું રહેશે.

જાણો નીતિન ગડકરીએ શું કહ્યું

રાયસીના ડાયલોગમાં વાત કરતા નીતિન ગડકરીએ કહ્યું કે એલન મસ્કને મારું સૂચન છે કે તેમને ભારતમાં સારું માર્કેટ મળશે. ભારતનું બજાર વિશાળ છે અને અહીં આવવાથી બંને પક્ષોને ફાયદો થશે. ગડકરીના મતે ચીનમાં હાજર તમામ વેન્ડર્સ ભારતમાં પણ હાજર છે. અને પાર્ટ્સથી લઈને અન્ય સેવાઓ સુધી ભારતના ઉત્પાદકો શ્રેષ્ઠ ગુણવત્તા સાથે ઓફર કરી રહ્યા છે. ગડકરીએ કહ્યું કે જો તેઓ દેશમાં ઉત્પાદન કરશે તો તેમને વધુ નફાની સાથે સારી બચત પણ મળશે. તેથી હું તેમને ભારતમાં ઉત્પાદન શરૂ કરવા વિનંતી કરું છું. સાથે જ તેમણે કહ્યું કે ચીનમાં ઉત્પાદન અને ભારતમાં વેચાણ યોગ્ય નથી.

EV અકસ્માતો અટકાવવા નિયમો બનાવાશે

બીજી તરફ ઈલેક્ટ્રિક વાહનો સાથે થઈ રહેલા અકસ્માતો પર ગડકરીએ કહ્યું કે માર્ચ અને એપ્રિલમાં જ્યારે દેશમાં તાપમાન વધવા લાગે છે ત્યારે બેટરીને લઈને કેટલીક સમસ્યા જોવા મળી રહી છે. તેમણે કહ્યું હતું કે આ અકસ્માતોની નિષ્ણાત સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી છે અને તેનો અહેવાલ પ્રાપ્ત થયો છે. ગડકરીના મતે મને લાગે છે કે અકસ્માતોનું કારણ તાપમાનમાં વધારો છે. અને સરકારે નિર્ણય લીધો છે કે ટૂંક સમયમાં આ માટે નિયમો જારી કરવામાં આવશે. તેમણે કંપનીઓને કોઈપણ ખામીયુક્ત વાહન પરત લેવા અને તેનું સમારકામ કરાવવાની સલાહ આપી હતી. વધુમાં  તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર સસ્તા ક્રૂડ ખરીદવા માટે તમામ વિકલ્પો પર કામ કરી રહી છે અને આશા છે કે અમને આ મામલે કેટલાક વિકલ્પો મળશે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

 

આ પણ વાંચો :  Akshya Tritiya 2022:અક્ષય તૃતીયના પર્વેએ ઘરે બેઠાં ખરીદી શકાશે 100 ટચ શુદ્ધ સોનું, જાણો કઈ રીતે

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : આજે તેલ કંપનીઓએ આપ્યા રાહતના સમાચાર, જાણો તમારા શહેરની 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 8:20 am, Wed, 27 April 22

Next Article