AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter Deal: એલોન મસ્ક ટ્વિટર ખરીદવા માટે પોતાના ખિસ્સામાંથી 15 બિલિયન ડોલરનું કરશે રોકાણ, બ્લેકસ્ટોન, વિસ્ટા, બ્રુકફિલ્ડે નાણાં રોકવાનો કર્યો ઇનકાર

News on Twitter Deal: ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક (Elon Musk) ટ્વિટર ખરીદવા માટે તેના 10 થી 15 અબજ ડોલર ખર્ચ કરવા તૈયાર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો જરૂર પડે તો એલોન મસ્ક પોતાના હાલના હિસ્સાના આધારે લોન પણ લઈ શકે છે.

Twitter Deal: એલોન મસ્ક ટ્વિટર ખરીદવા માટે પોતાના ખિસ્સામાંથી 15 બિલિયન ડોલરનું કરશે રોકાણ, બ્લેકસ્ટોન, વિસ્ટા, બ્રુકફિલ્ડે નાણાં રોકવાનો કર્યો ઇનકાર
Elon Musk
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 6:17 PM
Share

ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક (Tesla CEO Elon Musk) ટ્વિટર ખરીદવા માટે પોતાના પૈસામાંથી 10 થી 15 બિલિયન ડોલર ખર્ચવા તૈયાર છે. ન્યૂયોર્ક પોસ્ટે મંગળવારે આ મામલા સાથે જોડાયેલા બે નિષ્ણાતોના હવાલાથી આ માહિતી આપી હતી. એલોન મસ્ક ટ્વિટરના (Twitter) બીજા સૌથી મોટા શેરહોલ્ડર છે, જે કંપનીના 9.1 ટકા શેર ધરાવે છે. આ સંદર્ભે એલોન મસ્ક આગામી 10 દિવસમાં એક ટેન્ડર બહાર પાડી શકે છે. રિપોર્ટ અનુસાર, વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે 10 બિલિયન ડોલરની લોન માટે મોર્ગન સ્ટેનલીનો (Morgan Stanley) પણ સંપર્ક કર્યો છે.

એલોન મસ્કએ ગયા અઠવાડિયે ટ્વિટરને એક ઓફર આપી હતી

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો જરૂર પડે તો એલોન મસ્ક પોતાના હાલના હિસ્સાના આધારે લોન પણ લઈ શકે છે. આ એક એવું પગલું હશે જેનાથી તેઓ ઘણા અબજ ડોલરનું વધારાનું ફંડ એકત્ર કરી શકે છે. ટ્વિટરે આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. તમને જણાવી દઈએ કે મસ્કે ટ્વિટર ખરીદવા માટે ગયા અઠવાડિયે 43 બિલિયન ડોલરની ઑફર કરી હતી અને ટ્વિટરે મસ્કની આ ઑફર ઠુકરાવી દીધી હતી. ઘણી ખાનગી-ઇક્વિટી કંપનીઓ ટ્વિટરના આ સોદામાં જોડાવામાં રસ ધરાવતી હોય તેવું જણાય છે.

માત્ર એલોન મસ્ક જ નહીં, બીજા લોકો પણ ટ્વિટર ખરીદવા માંગે છે

રિપોર્ટ અનુસાર થોમા બ્રાવો નામની ટેક ફર્મ પણ ગયા અઠવાડિયે ટ્વિટરના સંપર્કમાં આવી હતી. આ ટેક ફર્મે ટ્વિટરની ખરીદી અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. રિપોર્ટ અનુસાર, આ થોમા બ્રાવો પણ ટ્વિટર ખરીદવામાં રસ ધરાવે છે અને એલોન મસ્કની ઓફરને પડકારી શકે છે.

ટ્વિટર ખરીદવા માટે એલોન મસ્કને નાણાં આપવાનો ઇનકાર

બીજી તરફ, બ્લેકસ્ટોન અને વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સે ટ્વિટર ખરીદવા માટે એલોન મસ્કની ટેકઓવર બિડને નાણાં આપવાનો ઇનકાર કર્યો છે. આ સિવાય બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટે પણ એલોન મસ્કને નાણાં આપવાનો ઇનકાર કર્યો છે. નિષ્ણાતો માને છે કે બ્લેકસ્ટોન અને વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ ટ્વિટરને આ ડીલમાં કોઈ રસ ધરાવતા નથી.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : આજે સતત 15માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો નથી ફેરફાર, જાણો તમારા શહેરના ઇંધણના ભાવ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">