Share Market : સારા વૈશ્વિક સંકેતો સાથે કારોબારની મજબૂત શરૂઆત, Sensex અને Nifty માં અડધાં ટકાના ઉછાળા સાથે ખૂલ્યાં

|

Dec 23, 2021 | 9:18 AM

બુધવારે શેરબજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સ મજબૂત બંધ થયા છે. સેન્સેક્સ 612 પોઈન્ટ વધીને 56,930 ના સ્તરે બંધ થયો છે.

Share Market : સારા વૈશ્વિક સંકેતો સાથે કારોબારની મજબૂત શરૂઆત, Sensex અને Nifty માં અડધાં ટકાના ઉછાળા  સાથે ખૂલ્યાં
File Image

Follow us on

Share Market :મજબૂત વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજારની આજે સારી શરૂઆત થઇ છે. ગઈકાલની મજબૂતીને આગળ વધારતા બંને ઇન્ડેક્સ અડધા ટકાનો વધારો દર્શાવી રહ્યા છે. સેન્સેક્સ +320.59 (0.56%) ઉપર 57,251.15 ખુલ્યો છે અને નિફટીએ +111.35 (0.66%) અંકના વધારા સાથે 17,066.80 ઉપર કારોબારની શરૂઆત કરી છે.

આજના કારોબારની શરૂઆત 
SENSEX  57,251.15
NIFTY    17,066.80

વૈશ્વિક સંકેત હકારાત્મક
ભારતીય શેરબજાર માટે આજે વૈશ્વિક બજારનું સેન્ટિમેન્ટ સકારાત્મક છે. વિશ્વભરના બજારોમાં ખરીદીનો દોર જોવા મળી રહ્યો છે. આજના કારોબારમાં SGX નિફ્ટી સહિત મુખ્ય એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે. બીજી તરફ અમેરિકાના મુખ્ય બજારો પણ બુધવારે મજબૂતી સાથે બંધ થયા છે. બુધવારે ડાઉ જોન્સ 261 અંક વધીને 35,753.89 ના સ્તર પર બંધ થયો હતો. નાસ્ડેક 181 પોઈન્ટ મજબૂત થઈને બંધ રહ્યો હતો. S&P 500 ઇન્ડેક્સ 47 પોઈન્ટ વધીને 4,696.56 પર બંધ થયો હતો. યુએસમાં ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે સરકારે બૂસ્ટર ડોઝ લાદવાનો સંકેત આપ્યો છે. સાથે જ એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે લોકડાઉન થવાનું નથી જેના કારણે સેન્ટિમેન્ટમાં થોડો સુધારો થયો છે. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી 0.50 ટકા ઉપર છે. નિક્કી 225 અને સ્ટ્રેટ ટાઇમ્સ પણ ફાયદા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. જો કે, હેંગસેંગ લાલ નિશાનમાં છે. કોસ્પી, તાઈવાન વેઈટેડ અને શાંઘાઈ કમ્પોઝીટ ઉપર છે.

ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા

F&O હેઠળ NSE પર પ્રતિબંધ
NSE પર આજે એટલે કે 23મી ડિસેમ્બરે F&O હેઠળ 4 શેરમાં ટ્રેડિંગ પ્રતિબંધ રહેશે. આ શેરોમાં એસ્કોર્ટ્સ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, વોડાફોન આઇડિયા અને ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસનો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા
બુધવારના વેપારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ બજારમાંથી આશરે રૂ. 827 કરોડ ઉપાડ્યા હતા જ્યારે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ આ સમયગાળા દરમિયાન રૂ. 1593.41 કરોડનું રોકાણ કર્યું છે.

બુધવારે બજારમાં રિકવરી જોવા મળી
બુધવારે શેરબજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સ મજબૂત બંધ થયા છે. સેન્સેક્સ 612 પોઈન્ટ વધીને 56,930 ના સ્તરે બંધ થયો છે. બીજી તરફ નિફ્ટી 185 પોઈન્ટના વધારા સાથે 16955ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી પર, ફાર્મા ઇન્ડેક્સ 2 ટકા વધ્યો હતો, જ્યારે રિયલ્ટી ઇન્ડેક્સ લગભગ 3 ટકા વધ્યો હતો. તમામ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. ટોપ ગેનર્સમાં BAJFINANCE, LT, BHARTIARTL, SUNPHARMA, RELIANCE, SBI, TATASTEEL, ICICIBANK, INDUSINDBK અને KOTAKBANK નો સમાવેશ થયો હતો.

બુધવારના કારોબારની છેલ્લી સ્થિતિ આ મુજબ રહી હતી 
SENSEX    56,930.56    +611.55
NIFTY        16955           + 185

 

આ પણ વાંચો : crypto માં રોકાણ આકર્ષક પણ અસલમાં છે જોખમી, જાણો કેટલા લોકો રાતા પાણીએ ન્હાયા!

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા વચ્ચે પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો તમારા શહેરની કિંમત

Published On - 9:16 am, Thu, 23 December 21

Next Article