Share Market : સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટીને 56813 પર પહોંચ્યો, બેન્કિંગ શેરોમાં ઘટાડો

|

Dec 24, 2021 | 10:55 AM

ગુરુવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સ મજબૂત બંધ થયા છે. સેન્સેક્સ 385 પોઈન્ટના ઉછાળા સાથે 57,315.28 પર બંધ રહ્યો હતો.

Share Market  : સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટીને 56813 પર પહોંચ્યો, બેન્કિંગ શેરોમાં ઘટાડો
File Image

Follow us on

Share Market : સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેરબજારે તેજીની દિશા યથાવત રાખી છે. બંને મુખ્ય ઇન્ડેક્સ વધારો દર્શાવી રહ્યા છે. સેન્સેક્સ 57,567.11 ની સપાટી ઉપર ખુલ્યો હતો જે ઉપલા સ્તરે 57,623.69 સુધી જોવા મળ્યો હતો. નિફટીની વાત કરીએતો ઇન્ડેકસે 17,149.50 ઉપર કારોબારની શરૂઆત કરી હતી જે 17,155.60 સુધી ઉછળ્યો હતો. જોકે કારોબારની ગણતરીની પળોમાં ઇન્ડેક્સ લાલ નિશાન નીચે પણ જોવા મળ્યા હતા. સેન્સેક્સ 56,813.42 સુધી ગગડ્યો હતો.

વૈશ્વિક સંકેતો મજબૂત
સ્થાનિક શેરબજાર માટે વૈશ્વિક સંકેતો મજબૂત છે. આજના કારોબારમાં SGX નિફ્ટી સહિત મુખ્ય એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકાના મુખ્ય બજારો પણ ગુરુવારે મજબૂતી સાથે બંધ થયા હતા. અમેરિકી બજારોમાં સતત ત્રીજા દિવસે મજબૂતી જોવા મળી છે. ગુરુવારે ડાઉ જોન્સ 197 પોઈન્ટ વધીને 35,950.56 ના સ્તર પર બંધ થયો હતો. નાસ્ડેક 131 પોઈન્ટ સુધર્યો હતો. તે જ સમયે, S&P 500 ઇન્ડેક્સ 29 પોઇન્ટ વધીને 4,725.79 પર પહોંચ્યો હતો. એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટી 0.33 ટકા ઉપર છે. નિક્કી 225, સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગ સેંગ પણ મજબૂત છે. કોસ્પી, તાઈવાન વેઈટેડ અને શાંઘાઈ કમ્પોઝીટ પણ ઉછાળો દર્શાવે છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ
આજે, 24 ડિસેમ્બરે NSE પર F&O હેઠળ 4 શેરમાં ટ્રેડિંગ પ્રતિબંધ રહેશે. આજે જે શેરોમાં ટ્રેડિંગ થશે નહીં તેમાંEscorts, Indiabulls Housing Finance, Vodafone Idea અને Zee Entertainment Enterprisesનો સમાવેશ થાય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

FII અને DII ડેટા
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ ગુરુવાર, 23 ડિસેમ્બરના કારોબારમાં બજારમાંથી લગભગ રૂ. 271.59 કરોડ પાછા ખેંચ્યા હતા. તે જ સમયે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ બજારમાં રૂ. 1196.48 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું.

L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સ
L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સ તેનો મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ HSBC AMCને વેચશે. આ ડીલ લગભગ 3200 કરોડ રૂપિયામાં થશે.

ગુરુવારે શેરબજારમાં તેજી રહી
ગુરુવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સ મજબૂત બંધ થયા છે. સેન્સેક્સ 385 પોઈન્ટના ઉછાળા સાથે 57,315.28 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 96 પોઈન્ટના વધારા સાથે 17052 ના સ્તર પર બંધ થયો હતો. બજારમાં લગભગ દરેક સેક્ટરમાં ખરીદી જોવા મળી રહી છે. બેન્ક અને ફાઇનાન્શિયલ ઇન્ડેક્સ નિફ્ટી પર અડધા ટકાથી વધુ વધ્યા છે. આઇટી ઇન્ડેક્સમાં 1 ટકાનો વધારો થયો છે. Top Gainers માં POWERGRID, ITC, BAJFINANCE, NTPC, INFY, SBI, AXISBANK, TECHM અને WIPRO નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ વચ્ચે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થશે કે સસ્તાં? જાણો આજના લેટેસ્ટ રેટ

 

આ પણ વાંચો : કેમ વિદેશી રોકાણકારોએ ભારતીય બેંકોના રૂપિયા 37500 કરોડના શેર વેચી નાખ્યા? જાણો કારણ

Published On - 9:21 am, Fri, 24 December 21

Next Article