કેમ વિદેશી રોકાણકારોએ ભારતીય બેંકોના રૂપિયા 37500 કરોડના શેર વેચી નાખ્યા? જાણો કારણ
છેલ્લા ત્રણ મહિનાથી ભારતીય બજારોમાં જારી કરાયેલા વિદેશી રોકાણકારોના વેચાણમાં બેન્કિંગ-ફાઇનાન્સિયલ શેરોએ સૌથી વધુ ફાળો આપ્યો છે.
લગભગ ત્રણ મહિનાથી ભારતીય બજારોમાં વિદેશી રોકાણકારોનું વેચાણ બેન્કિંગ-ફાઇનાન્સિયલ અથવા ફાઇનાન્સિયલ શેરો સાથે જોડાયેલું છે. આ સાંભળ્યા પછી વિશ્વાસ કરવો ચોક્કસપણે મુશ્કેલ છે, પરંતુ NSDL દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા આ વાત જણાવી રહ્યા છે. વાસ્તવમાં, છેલ્લા ત્રણ મહિનાથી ભારતીય બજારોમાં જારી કરાયેલા વિદેશી રોકાણકારોના વેચાણમાં બેન્કિંગ-ફાઇનાન્સિયલ શેરોએ સૌથી વધુ ફાળો આપ્યો છે. ફાઇનાન્સિયલ શેરો પ્રત્યે વિદેશી રોકાણકારોની નારાજગીનું સૌથી મોટું કારણ શું છે તે જાણવું ખુબ જરૂરી છે.
ફાઇનાન્સિયલ શેરોમાં વિદેશીઓનું રેકોર્ડ વેચાણ 15 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર સુધીમાં 330 મિલિયન ડોલરનું વેચાણ થયું છે. વિદેશીઓએ 24,600 કરોડ રૂપિયાના ફાઇનાન્સિયલ શેર વેચ્યા છે.
વિદેશી રોકાણકારો દ્વારા કુલ વેચાણમાં નાણાકીય શેરોનો હિસ્સો 82 ટકા છે. 6 મહિનામાં વિદેશીઓએ બેન્કિંગ અને NBFC સાથે સંબંધિત કંપનીઓના શેરમાં લગભગ રૂ. 37,500 કરોડનું વેચાણ કર્યું છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં વિદેશીઓએ કુલ 33,800 કરોડનું વેચાણ કર્યું છે.
બેંકિંગ સેક્ટર જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો બેન્ક નિફ્ટી રેકોર્ડ હાઈથી લગભગ 17 ટકા તૂટ્યો છે. તે જ સમયે નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસ તેના સર્વોચ્ચ સ્તરથી 15 ટકા નીચે આવી ગઈ છે. આ સિવાય નિફ્ટી રેકોર્ડ હાઈથી લગભગ 10 ટકા ગગડી ગયો છે.
વિદેશી રોકાણકારો આવું કેમ કરી રહ્યા છે? નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાના નવા સંક્રમણ ઓમિક્રોનથી આર્થિક રિકવરીની ગતિ રોકવાની ચિંતા વધી છે. નાણાકીય શેરોને આર્થિક રિકવરીના મિરર તરીકે ગણવામાં આવે છે.નિષ્ણાતોએ બેન્કિંગ-ફાઇનાન્સિયલ સેક્ટર માટે આઉટલૂક ઘટાડી દીધો છે. સરળ શબ્દોમાં કહીએ તો આવનારા દિવસોમાં આવક અને નફા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
મોંઘા વેલ્યુએશન પણ શેરોમાં વેચવાલીનું કારણ છે. જીડીપી ગ્રોથમાં ઘટાડાની આશંકાથી આઉટલૂકમાં ઘટાડો થયો છે. તે જ સમયે રેકોર્ડ વેપાર ખાધ એટલે કે વધુ આયાત અને ઓછી નિકાસ રોકાણકારોની ચિંતા વધારી રહી છે. આ સિવાય વધતી જતી મોંઘવારીએ સમસ્યા વિકટ બનાવી છે.
નિષ્ણાંતોનું અનુમાન નિષ્ણાતો કહે છે કે માર્કેટમાં તાજેતરમાં આવેલા ઘટાડા પછી ખરીદીમાં વળતર પાછળનું મુખ્ય કારણ શોર્ટ કવરિંગ છે.ગયા સપ્તાહની શરૂઆતથી આ સપ્તાહની શરૂઆત સુધી શેરબજારમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેથી હળવા બાઉન્સ બેકની અપેક્ષા હતી. હવે બજારની નજર દેશની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા ડેટા અને કંપનીઓના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો પર છે.
આ પણ વાંચો :આ 53 શહેરોમાં પેટ્રોલ પર નહીં CNG પર ચાલશે ગાડીઓ, આ કંપનીઓએ સિટી ગેસ લાયસન્સ માટે લગાવી સૌથી વધુ બોલી
આ પણ વાંચો : ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન માટે સરકારે વાહન ઉત્પાદકોને જાહેર કરી એડવાઈઝરી, ઘટશે પેટ્રોલનું બિલ