Share Market : ઘટાડા સાથે કારોબાર પૂર્ણ થયો, Sensex 554 અને Nifty 195 અંક તૂટ્યા

|

Jan 18, 2022 | 5:46 PM

પ્રારંભિક કારોબારમાં બજારે તેજી બતાવી હતી પરંતુ બાદમાં તે લાલ નિશાન તરફ સરકવા લાગ્યું હતું. અગાઉ સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ નો સેન્સેક્સ 86 પોઈન્ટ વધીને 61,308 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 52 પોઈન્ટ વધીને 18,308 પર બંધ થયો હતો.

Share Market : ઘટાડા સાથે કારોબાર પૂર્ણ થયો, Sensex 554 અને Nifty 195 અંક તૂટ્યા
શેરબજાર ઘટાડા સાથે બંધ થયું

Follow us on

આજે સપ્તાહના બીજા દિવસે શેરબજાર ઘટાડો દર્જ કરીને બંધ થયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 554 પોઈન્ટ અથવા 0.90% તૂટીને 60,754 પર બંધ થયો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ 195 પોઈન્ટ અથવા 1.07% ઘટીને 18,113 પર કારોબાર પૂર્ણ કર્યો હતો.

પ્રારંભિક કારોબારમાં બજારે તેજી બતાવી હતી પરંતુ બાદમાં તે લાલ નિશાન તરફ સરકવા લાગ્યું હતું. બપોરના સમયે સેન્સેક્સ 200 પોઈન્ટ આસપાસ રહ્યું હતું પરંતુ ટ્રેડિંગના છેલ્લા અડધા કલાકમાં 500 પોઈન્ટ તૂટ્યું હતું. આ સમયગાળા દરમિયાન મારુતિના શેર 4%, અલ્ટ્રાટેક સિમેન્ટ 3.84% અને ટેક મહિન્દ્રા 3.41% ગગડ્યા હતા. આજે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 276.44 લાખ કરોડ નોંધાયું હતું જે ગઈકાલે રૂ. 280.10 લાખ કરોડ હતું.

સેન્સેક્સ આજે 122 પોઈન્ટ વધીને 61,430 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન તે રૂ. 61,475ના ઉપલા સ્તરે અને રૂ. 60,662ના નીચલા સ્તરને સ્પર્શ્યો હતો. તેના 30 શેરોમાંથી 7 શેર વધ્યા અને 25 ઘટાડા સાથે બંધ થયા હતા. એક્સિસ બેન્કના શેરમાં સૌથી વધુ વધારો થયો હતો. તેમાં 1.87% નો વધારો થયો હતો. ડૉ. રેડ્ડી, નેસ્લે, ટાઇટન, HDFC બેંક, ICICI બેંક અને કોટક બેંકના સ્ટોક્સનો પણ ગઇનર્સની યાદીમાં સમાવેશ થાય છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ટાટા સ્ટીલ, ટીસીએસ, એનટીપીસી, ઇન્ડસઇન્ડ બેંક, એરટેલમાં ઘટાડો હતો. આજના લોસર્સની યાદીમાં રિલાયન્સ, ડૉ. રેડ્ડી, ઇન્ફોસિસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને વિપ્રોનો સમાવેશ થાય છે. સેન્સેક્સના 431 શેર અપર અને 329 લોઅર સર્કિટમાં રહ્યા હતા. આનો અર્થ એ છે કે તેઓ એક દિવસમાં આનાથી વધુ વધી શકતા નથી કે ઘટી શકતા નથી.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 18,337 પર ખુલ્યો હતો. તેનું ઉપલું સ્તર 18,350 અને નીચલું સ્તર 18,085 હતું. તેના 50 શેરોમાંથી 6 વધ્યા અને 44 ઘટાડા સાથે બંધ થયા હતા. નિફ્ટી નેક્સ્ટ 50, નિફ્ટી મિડકેપ, નિફ્ટી બેન્ક અને નિફ્ટી ફાઇનાન્સિયલ ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા છે.

નિફ્ટીના ઘટાડો દર્જ કરનાર શેરોમાં આઇશર મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા કન્ઝ્યુમર, ગ્રાસિમ અને અન્યનો સમાવેશ થાય છે. વૃદ્ધિ પમનાર શેરોમાં એક્સિસ બેંક, ICICI બેંક, નેસ્લે, HDFC બેંક અને ડૉ. રેડ્ડીનો સમાવેશ થાય છે. અગાઉ સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ નો સેન્સેક્સ 86 પોઈન્ટ વધીને 61,308 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 52 પોઈન્ટ વધીને 18,308 પર બંધ થયો હતો.

 

આ પણ વાંચો : Budget 2022 : એકવાર ફરીથી ગોલ્ડ પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની માંગ, હાલ લાગે છે 7.5 % ઈમ્પોર્ટ ડ્યુટી

આ પણ વાંચો : Income Tax : માતા પિતાની સંભાળ કરમુક્તિનો લાભ આપશે, જાણો કઈ રીતે

Next Article