Share Market : પ્રારંભિક ઘટાડા બાદ રિકવરી દેખાઈ, Sensex 57,292 સુધી ઉછળ્યો

|

Dec 27, 2021 | 12:23 PM

છેલ્લા સત્રમાં શુક્રવારે સ્થાનિક શેરબજારમાં તેજી પર બ્રેક લાગી હતી. કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા છે.

Share Market : પ્રારંભિક ઘટાડા બાદ રિકવરી દેખાઈ, Sensex 57,292 સુધી ઉછળ્યો
File Image

Follow us on

Share Market: મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની જબરદસ્ત ઘટાડા સાથે શરૂઆત થઇ હતી. સેન્સેક્સ 175 જયારે નિફટી 66 અંકના ઘટાડા સાથે ખુલ્યા છે. આજે સેન્સેક્સ 57,124.31 ની છેલ્લા સ્તરની બંધ સપાટી સામે 56,948.33 ઉપર ખુલ્યો હતો. નિફટીએ આજે 16,937.75 ઉપર કારોબારની શરૂઆત કરી હતી. ઇન્ડેક્સ શુક્રવારે 17,003.75 ઉપર બંધ થયો હતો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 550 અંક જયારે નિફટીમાં 1 ટકા સુધી ઘટાડો નોંધાયો હતો. પ્રારંભિક ઘટાડા બાદ રિકવરી દેખાઈ હતી સેન્સેક્સ 57,292.89 સુધી જયારે નિફટી 17,048.80 સુધી ઉપલા સ્તરે ઉછળ્યા હતા.

વૈશ્વિક સંકેત મિશ્ર
ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેત મિશ્ર છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. SGX નિફ્ટીમાં 0.27 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગસેંગ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. Nikkei 225 0.19 ટકાની નબળાઈ દર્શાવે છે જ્યારે તાઈવાન વેઈટેડ 0.56 ટકા ઉપર છે. કોસ્પી અને શાંઘાઈ કમ્પોઝીટ પણ લાલ નિશાનમાં છે. 24 ડિસેમ્બરે, મુખ્ય યુરોપિયન બજારો FTSE અને CAC ઘટાડા પર બંધ થયા હતા. ક્રિસમસ પર મોટાભાગના બજારો બંધ રહ્યા હતા. 23 ડિસેમ્બરે ક્રિસમસ પહેલા યુએસ માર્કેટ ડાઉ જોન્સ, નાસ્ડેક અને S&P 500 ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. સરકારે હાલમાં ઓમિક્રોનને કારણે યુએસમાં લોકડાઉનની શક્યતાને નકારી કાઢી છે. જોકે વિશ્વભરના બજારોની નજર ઓમિક્રોન વેરિઅન્ટ પર છે. કેન્દ્રીય બેંકોની કડક નીતિ પણ બજારના સેન્ટિમેન્ટને નકારાત્મક બનાવી રહી છે.

RBL બેંક મેનેજમેન્ટમાં ફેરફાર
RBL બેંકના વર્તમાન MD અને CEO તાત્કાલિક અસરથી રજા પર ઉતરી ગયા છે. તે જ સમયે નવા વચગાળાના એમડી અને સીઈઓ રાજીવ આહુજાએ કહ્યું છે કે બેંકને RBIનું સંપૂર્ણ સમર્થન છે. બેંકના ફંડામેન્ટલ્સ મજબૂત છે અને લીકવીડિટીની કોઈ સમસ્યા નથી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

F&O હેઠળ NSE પર પ્રતિબંધ
F&O હેઠળ NSE પર આજે એટલે કે 27મી ડિસેમ્બરે કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ 3 શેરોમાં Escorts, Indiabulls Housing Finance અને Vodafone Idea નો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 24 ડિસેમ્બરે બજારમાંથી રૂ 715 કરોડ ઉપાડ્યા હતા. આ તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ પણ આ સમયગાળા દરમિયાન બજારમાંથી 43.24 કરોડ ઉપડ્યા હતા.

શુક્રવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું
છેલ્લા સત્રમાં શુક્રવારે સ્થાનિક શેરબજારમાં તેજી પર બ્રેક લાગી હતી. કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 191 પોઈન્ટ ઘટીને 57,124 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 69 પોઈન્ટ તૂટીને 17004ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી પર બેન્ક અને ઓટો ઈન્ડેક્સ 1 ટકા ઘટ્યા હતા. આઈટી શેરોમાં તેજી જોવા મળી હતી. ટોપ ગેઇનર્સમાં HCLTECH, TECHM, WIPRO, ASIANPAINT, INFY, ITC, RIL અને TCSનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લુઝર્સમાં NTPC, M&M, KOTAKBANK, BAJAJFINSV, ULTRACEMCO અને AXISBANK નો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો :  ડીમેટ ખાતાધારક 31 ડિસેમ્બર પહેલા પતાવીલો આ કામ નહીંતર વર્ષ 2022 માં ખાતું ડીએક્ટિવ થઇ જશે, જાણો વિગતવાર

 

આ પણ વાંચો : શેરબજારમાં ઉતાર – ચઢાવ વચ્ચે ગત સપ્તાહે થોડો ઉછાળો નોંધાયો, ચાલુ સપ્તાહ માટે શું છે અનુમાન? જાણો અહેવાલ દ્વારા

Published On - 9:16 am, Mon, 27 December 21

Next Article