Petrol Diesel Price Today : દેશનું ક્રૂડ ઓઇલ ઈમ્પોર્ટ બિલ રેકોર્ડ સ્તરે પહોંચ્યું, જાણો આજે 1 લીટર પેટ્રોલ ડીઝલની કિંમત શું છે?

|

May 17, 2022 | 7:01 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : દેશનું ક્રૂડ ઓઇલ ઈમ્પોર્ટ બિલ રેકોર્ડ સ્તરે પહોંચ્યું, જાણો આજે 1 લીટર પેટ્રોલ ડીઝલની કિંમત શું છે?
Petrol Diesel Price Today

Follow us on

6 એપ્રિલથી પેટ્રોલ-ડીઝલના ભાવ(Petrol Diesel Price Today) સ્થિર છે.  આજે  મંગળવારે પણ તેની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. ભારત દેશની રાજધાનીમાં આજે પેટ્રોલની કિંમત 105.41 પર સ્થિર છે  અને ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર છે.  મુંબઈમાં એક લિટર પેટ્રોલ 120.51 રૂપિયાની કિંમતે વેચાઈ રહ્યું છે તો  ડીઝલની કિંમત 104.77 રૂપિયા છે.  દિગ્ગ્જ ગ્લોબલ ટ્રેડિંગ હાઉસે  રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ યુરોપિયન યુનિયને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા પર પ્રતિબંધની જાહેરાત કરી દીધી  છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં વધારો થવાને કારણે એપ્રિલ મહિનામાં ભારતનું ક્રૂડ ઓઈલ આયાત બિલ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું છે. એપ્રિલમાં ભારતે દૈનિક ધોરણે 48 લાખ બેરલ તેલની આયાત કરી હતી. આમાં રશિયાનું યોગદાન 5 ટકા રહ્યું છે.

 

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.08 99.43
Rajkot 104.84 99.21
Surat 104.96 99.33
Vadodara 105.19 99.54

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Next Article