Petrol Diesel Price Today : મોંઘવારી સામે ઝઝૂમતા આમ આદમીને ઇંધણ સસ્તું થવાનો ઇંતેજાર, જાણો પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ

|

May 11, 2022 | 7:03 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : મોંઘવારી સામે ઝઝૂમતા આમ આદમીને ઇંધણ સસ્તું થવાનો ઇંતેજાર, જાણો પેટ્રોલ - ડીઝલના લેટેસ્ટ રેટ
Petrol Diesel Price Today

Follow us on

આજે પણ પેટ્રોલ અને ડીઝલના રેટ (Petrol Diesel Price)માં કોઈ ફેરફાર થયો નથી. વાહનના ઈંધણની કિંમત 6 એપ્રિલથી સ્થિર છે. મોંઘવારીથી ત્રસ્ત આમ આદમી માટે આ રાહતના સમાચાર છે.ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા અને ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર છેતો મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 120.51 રૂપિયા અને ડીઝલની કિંમત 104.77 રૂપિયા છે. વૈશ્વિક સ્તરે તેલની સરેરાશ કિંમત 1.33 ડોલર એટલે કે 102 રૂપિયા પ્રતિ લિટરના સ્તરે છે. હાલમાં ભારતમાં પેટ્રોલની સરેરાશ કિંમત 113 રૂપિયા પ્રતિ લીટર છે.

છેલ્લી વખત 6 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો ઉછાળો આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ પર દબાણ છે. તે હાલમાં 105 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ક્રૂડ ઓઇલના વર્તમાન ભાવ માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વના તમામ દેશો માટે ચિંતાનો વિષય બની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેલનો ઉપયોગ માત્ર પેટ્રોલ અને ડીઝલ બનાવવામાં જ નહીં પરંતુ રોજિંદા જીવનમાં વપરાતી સેંકડો વસ્તુઓના ઉત્પાદનમાં કાચા માલ તરીકે પણ થાય છે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઈલ જેટલું મોંઘુ થશે તેટલી જ તેનાથી બનેલી વસ્તુઓની કિંમત પણ વધશે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.08 99.43
Rajkot 104.84 99.21
Surat 104.96 99.33
Vadodara 105.19 99.54

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Next Article