Petrol Diesel Price Today : ક્રૂડની કિંમતમાં ઉછાળો, શું ફરી પેટ્રોલ – ડીઝલની કિંમત વધવા લાગશે? જાણો આજના લેટેસ્ટ રેટ

|

May 07, 2022 | 6:56 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ક્રૂડની કિંમતમાં ઉછાળો, શું ફરી પેટ્રોલ - ડીઝલની કિંમત વધવા લાગશે? જાણો આજના લેટેસ્ટ રેટ
Petrol Diesel Price Today

Follow us on

આજે પણ પેટ્રોલ અને ડીઝલના રેટ(Petrol Diesel Price Today)માં કોઈ ફેરફાર થયો નથી. જો કે, ક્રૂડ ઓઇલની કિંમત(Crude oil price) ફરી વધી રહી છે અને તે બેરલ દીઠ 113 ડોલરના સ્તર પર પહોંચી ગઈ છે. રશિયા પર યુરોપિયન યુનિયનની કાર્યવાહી બાદ ક્રૂડ ઓઇલની સપ્લાયની સમસ્યા ગંભીર બની ગઈ છે. આ જ કારણ છે કે છેલ્લા ત્રણ દિવસથી ક્રૂડની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. વૈશ્વિક સ્તરે તેલની સરેરાશ કિંમત 1.33 ડોલર એટલે કે 102 રૂપિયા પ્રતિ લિટરના સ્તરે છે. હાલમાં ભારતમાં પેટ્રોલની સરેરાશ કિંમત 113 રૂપિયા પ્રતિ લીટર છે. દેશભરમાં છેલ્લે 6 એપ્રિલે તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. 6 એપ્રિલથી ઈંધણના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે.

22 માર્ચથી 6 એપ્રિલ વચ્ચે પેટ્રોલ 10 રૂપિયા મોંઘુ થયું

છેલ્લી વખત 6 એપ્રિલે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. 6 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. 6 એપ્રિલથી લઈને આજની તારીખ 28 એપ્રિલ સુધી ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. અગાઉ 4 નવેમ્બર 2021થી 21 માર્ચ 2022 સુધી સમગ્ર દેશમાં ઈંધણના ભાવ સંપૂર્ણપણે સ્થિર હતા. જે બાદ 22 માર્ચ 2022થી તેલની કિંમતો વધવા લાગી હતી. 22 માર્ચથી 6 એપ્રિલની વચ્ચે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ 10 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.08 99.43
Rajkot 104.84 99.21
Surat 104.96 99.33
Vadodara 105.19 99.54

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Published On - 6:56 am, Sat, 7 May 22

Next Article