Petrol Diesel Price Today : જો ભારતની આ રણનીતિ સફળ રહેશે તો દેશમાં જલ્દી સસ્તું ઇંધણ ઉપલબ્ધ થશે, જાણો આજના લેટેસ્ટ ભાવ

|

May 05, 2022 | 6:54 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : જો ભારતની આ રણનીતિ સફળ રહેશે તો દેશમાં જલ્દી સસ્તું ઇંધણ ઉપલબ્ધ થશે, જાણો આજના લેટેસ્ટ ભાવ
Petrol Diesel Price Today

Follow us on

સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ગુરુવાર માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price Today) જાહેર કર્યા છે. તેલ કંપનીઓએ સતત 30માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગુરુવારે તેલના ભાવ સ્થિર છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા અને ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લિટર છે. બીજી તરફ  આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 3.72 ટકા વધીને બેરલ દીઠ 108.9 ડોલર થયો હતો જ્યારે WTI ક્રૂડ 3.79 ટકા વધીને 1.06.3 ડોલર પ્રતિ બેરલ થયો હતો.

રશિયા પાસેથી ભારતની તેલની આયાત ઘણી ઓછી

ભારતે કહ્યું કે કુલ વપરાશની સરખામણીમાં રશિયા પાસેથી ઊર્જાની ખરીદી ખૂબ જ ઓછી છે, જે કાયદેસર ઊર્જાનો વેપાર છે તેનું રાજનીતિકરણ કરી શકાય નહીં કારણ કે રશિયામાંથી ઊર્જાની નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી.

પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતની ઉર્જા જરૂરિયાતો વધુ  છે જેમાં દરરોજ આશરે 5 મિલિયન બેરલનો વપરાશ થાય છે અને વાર્ષિક 250 મિલિયન ટનની રિફાઇનિંગ ક્ષમતા છે. ઉર્જા સુરક્ષાના તેમના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે ભારતીય ઉર્જા કંપનીઓ વિશ્વના તમામ મોટા તેલ ઉત્પાદકો પાસેથી ઇંધણ ખરીદે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ભારત રશિયા પાસેથી 70 ડોલરથી ઓછા ભાવે તેલ ખરીદવા માંગે છે

રશિયાને ભારતમાંથી ઓછી કિંમતે ક્રૂડ ઓઈલ વેચવા માટે સમજાવવામાં આવી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ભારત ઇચ્છે છે કે રશિયા તેને 70 ડોલર પ્રતિ બેરલથી ઓછા ભાવે ક્રૂડ ઓઇલ વેચે. ભારત તેની જરૂરિયાતના 85 ટકાથી વધુ તેલની આયાત કરે છે. ભારત રશિયા પાસેથી  ઈંધણના જૂજ ખરીદનારાઓમાંનો એક છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.08 99.43
Rajkot 104.84 99.21
Surat 104.96 99.33
Vadodara 105.19 99.54

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Published On - 6:54 am, Thu, 5 May 22

Next Article