Petrol Diesel Price Today : ફરી તમારા વાહનનું ઇંધણ મોંઘુ થવાના મળી રહ્યા છે સંકેત!!! જાણો આજે શું છે 1 લીટર પેટ્રોલ – ડીઝલનો ભાવ

|

May 16, 2022 | 7:00 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ફરી તમારા વાહનનું ઇંધણ મોંઘુ થવાના મળી રહ્યા છે સંકેત!!! જાણો આજે શું છે 1 લીટર પેટ્રોલ - ડીઝલનો ભાવ
Petrol-Diesel Price Today

Follow us on

આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price Today) સ્થિર રહ્યા છે. જો કે, ક્રૂડ ઓઈલમાં વધારો થવાની ઘણી શક્યતાઓ દેખાઈ રહી છે જેની અસર પેટ્રોલિયમના ભાવ પર પણ જોવા મળશે. હાલમાં 6 એપ્રિલથી તેની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આજે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા અને ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં આજે એક લિટર પેટ્રોલની કિંમત 120.51 રૂપિયા અને ડીઝલની કિંમત 104.77 રૂપિયા છે. મોટા વૈશ્વિક વેપાર ગૃહોએ રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ યુરોપિયન યુનિયને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા પર પ્રતિબંધની જાહેરાત કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધવાને કારણે એપ્રિલ મહિનામાં ભારતનું ક્રૂડ ઓઈલનું આયાત બિલ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું છે. એપ્રિલમાં ભારતે દૈનિક ધોરણે 48 લાખ બેરલ તેલની આયાત કરી હતી જેમાં રશિયાનો ફાળો 5 ટકા હતો.

ભારતે રશિયા પાસેથી તેલની આયાત વધારી

ભારતે રશિયા પાસેથી તેલની આયાત વધારી છે. વર્ષ 2021માં રશિયાથી આયાતનું યોગદાન 1 ટકા હતું. 2022 ના પહેલા ક્વાર્ટરમાં પણ આ યોગદાન 1 ટકાની નજીક હતું. ભારતને પુરવઠાની બાબતમાં ઈરાક પ્રથમ ક્રમે રહ્યું હતું. તે ભારતમાં દૈનિક ધોરણે 12 લાખ બેરલ તેલની નિકાસ કરે છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર એપ્રિલમાં ભારતે 20.18 અબજ ડોલરના ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરી હતી જે એપ્રિલ 2021માં 10.76 અબજ ડોલરની હતી.

આ મહિને 10 મિલિયન બેરલ તેલની આયાત કરવામાં આવ્યું

S&P ગ્લોબલના રિપોર્ટ અનુસાર ભારતે રશિયા પાસેથી તેલની આયાત વધારી છે. 9મી મે સુધી રશિયામાંથી 10 મિલિયન બેરલ એટલેકે 1 કરોડ બેરલ ક્રૂડ ઓઈલની નિકાસ કરવામાં આવી છે. 13 મિલિયન બેરલ તેલ એટલે કે 16 જહાજોમાં 1.3 કરોડ બેરલ તેલ આગામી ચાર અઠવાડિયામાં ભારત પહોંચશે. જેમાં કઝાકિસ્તાનનું સીપીસી બ્લેન્ડ ઓઈલ, સાઈબેરીયન લાઈટ અને યુરલ ઓઈલનો સમાવેશ થાય છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.08 99.43
Rajkot 104.84 99.21
Surat 104.96 99.33
Vadodara 105.19 99.54

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Published On - 7:00 am, Mon, 16 May 22

Next Article