LIC IPO : ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સની સરકારને સલાહ : શેરબજારમાં ઉતાર- ચઢાવને જોતા LIC IPOમાં ઉતાવળ કરો

|

Mar 10, 2022 | 2:07 PM

હવે જ્યારે IPOને SEBI દ્વારા મંજૂરી આપવામાં આવી છે IPO લાવવાની તારીખો હવે ઔપચારિક રીતે જાહેર થઈ શકે છે. સરકાર LIC IPO માટે રોડ શો કરવાની પણ તૈયારી કરી રહી છે.

LIC IPO : ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સની સરકારને સલાહ : શેરબજારમાં ઉતાર- ચઢાવને જોતા LIC IPOમાં ઉતાવળ કરો
LIC IPO

Follow us on

દેશની સૌથી મોટી વીમા કંપની LIC IPO લાવવાની તૈયારી કરી રહી છે પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે શેરબજારમાં ઉથલપાથલની અસર LICના IPO પર પડી શકે છે. જેના કારણે LIC IPO માટે નિયુક્ત કરાયેલા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સે સરકારને LIC IPO લાવવામાં ઉતાવળ ન કરવાની સલાહ આપી છે. શેરબજાર નિયામક સેબીએ LICના IPO માટે ફાઈલ કરેલા ડ્રાફ્ટ પેપરને મંજૂરી આપી દીધી છે. બીજી તરફ એવું માનવામાં આવે છે કે વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટને લઈને બનેલા મંત્રીઓના ગ્રુપની ટૂંક સમયમાં બેઠક યોજવામાં આવી શકે છે જેમાં LIC IPO માટે શેરની કિંમત નક્કી કરવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

આ બેઠકમાં શેરબજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને LICના IPOના સમય અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે. LIC IPO દ્વારા 8 અબજ ડોલર અથવા રૂ. 65,400 કરોડ એકત્ર કરી શકે છે. એવા સંકેતો છે કે શેર દીઠ રૂ. 2,000 થી રૂ. 2,100ની પ્રાઇસ બેન્ડ ( LIC IPO Price Band) નક્કી થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે 1.58 કરોડ શેર LIC કર્મચારીઓ માટે આરક્ષિત હશે જે તેમને રૂ. 1890 ના ભાવે આપવામાં આવશે.

હવે જ્યારે IPOને SEBI દ્વારા મંજૂરી આપવામાં આવી છે IPO લાવવાની તારીખો હવે ઔપચારિક રીતે જાહેર થઈ શકે છે. સરકાર LIC IPO માટે રોડ શો કરવાની પણ તૈયારી કરી રહી છે. વિશ્વભરના રોકાણકારોને IPOમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

દેશનો સૌથી મોટો IPO

LIC પબ્લિક ઈશ્યુ ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો IPO હશે. એકવાર લિસ્ટેડ થયા પછી LICનું માર્કેટ વેલ્યુએશન RIL અને TCS જેવી ટોચની કંપનીઓની સમકક્ષ હશે.

આઈપીઓમાંથી એકત્ર કરાયેલ ભંડોળના સંદર્ભમાં અત્યાર સુધી Paytm સૌથી આગળ છે. વર્ષ 2021માં તેણે આઈપીઓમાંથી રૂ. 18,300 કરોડ એકત્ર કર્યા હતા. આ પછી કોલ ઈન્ડિયાએ 2010માં આશરે રૂ. 15,500 કરોડ અને રિલાયન્સ પાવરે 2008માં રૂ. 11,700 કરોડ એકત્ર કર્યા હતા.

મિલિમેન એડવાઈઝર્સ એલએલપી ઈન્ડિયાએ એલઆઈસીની એમ્બેડેડ વેલ્યુ પર કામ કર્યું હતું જ્યારે ડેલોઈટ અને એસબીઆઈ કેપ્સને પ્રી-આઈપીઓ ટ્રાન્ઝેક્શન એડવાઈઝર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Gold Price Today : યુક્રેનના નરમ વલણ બાદ સોનાની કિંમતમાં ઘટાડો, જાણો આજનો 10 ગ્રામ સોનાના ભાવ

આ પણ વાંચો : મોંઘવારી અંગે ચિંતાના સમાચાર : GST સ્લેબમાં વધારાના મળી રહ્યા છે સંકેત, આ ચીજો મોંઘી થશે

Published On - 2:05 pm, Thu, 10 March 22

Next Article