AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO Allotment Status : ઉમા એક્સપોર્ટ્સ IPO ના રોકાણકારો આ રીતે જાણી શકશે તેમને શેર્સ મળ્યા કે નહિ?

કંપની બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનમાં વધુ બિઝનેસ ધરાવે છે. કંપની લાલ મરચું, હળદર, જીરું અને ધાણા જેવા મસાલા, ચોખા, ઘઉં, મકાઈ, જુવાર અને ચા, કઠોળ, ખાંડ, ચા અને પશુ આહાર જેમ કે ચોખાના બ્રાન ડી-ઓઇલ્ડ કેક જેવા અનાજના વેપાર અને માર્કેટિંગનો વેપાર કરે છે.

IPO Allotment Status : ઉમા એક્સપોર્ટ્સ IPO ના રોકાણકારો આ રીતે જાણી શકશે તેમને શેર્સ મળ્યા કે નહિ?
LIC માટે લોનની ઓફર
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 7:22 AM
Share

દાળ અને મસાલાની નિકાસ-આયાત કરતી કંપની ઉમા એક્સપોર્ટ્સ(Uma Exports)ના પ્રારંભિક જાહેર ભરણાં (IPO)ના શેરની ફાળવણી થઇ રહી છે. જેમણે રૂ. 60 કરોડના આ ઈશ્યુ માટે અરજી કરી છે તેઓ તેમની અરજીની સ્થિતિ ઓનલાઈન ચકાસી શકે છે કે તેમને શેર મળ્યા છે કે નહીં? કંપનીનો પબ્લિક ઈશ્યુ 28 માર્ચે ખુલ્યો હતો અને 30 માર્ચે બંધ થયો હતો. છેલ્લા દિવસે કંપનીનો ઈશ્યુ 7.6 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. જો તમે કંપનીના IPOમાં પણ રોકાણ કર્યું છે, તો તમે BSEની વેબસાઇટ પર શેર ફાળવણીની સ્થિતિ ચકાસી શકો છો. IPOની પ્રાઇસ બેન્ડ 65-68 રૂપિયા પ્રતિ શેર હતી. ઉમા એક્સપોર્ટ્સનો સ્ટોક 7 એપ્રિલે BSE અને NSE પર લિસ્ટ થશે. શેરની ફાળવણીની સ્થિતિ BSEની વેબસાઇટ bseindia.com પર અથવા IPOના રજિસ્ટ્રારની વેબસાઇટ પર ચકાસી શકાય છે.

કંપનીનો બિઝનેસ શું છે?

કંપનીની રચના 1988માં થઈ હતી અને તે 1997થી બિઝનેસ કરી રહી છે. કંપની બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનમાં વધુ બિઝનેસ ધરાવે છે. કંપની લાલ મરચું, હળદર, જીરું અને ધાણા જેવા મસાલા, ચોખા, ઘઉં, મકાઈ, જુવાર અને ચા, કઠોળ, ખાંડ, ચા અને પશુ આહાર જેમ કે ચોખાના બ્રાન ડી-ઓઇલ્ડ કેક જેવા અનાજના વેપાર અને માર્કેટિંગનો વેપાર કરે છે. 25 વર્ષ જૂની કંપની હોવા છતાં 6 મહિનાનું ટર્નઓવર રૂ. 1,000 કરોડ છે. ગયા વર્ષે ટર્નઓવર રૂ. 1,328 કરોડ હતું.

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો

  • સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે.
  • અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
  • હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
  • તમારો એપ્લિકેશન નંબર લખો.
  • પાન નંબર દાખલ કરો
  • હવે Search પર ક્લિક કરો.
  • હવે આખી વિગત તમને જોવા મળશે.

આ રજિસ્ટ્રાર કંપની IPO લાવશે

Kfin Technologies સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ માટે તૈયારી કરી રહી છે. કંપની બજારમાંથી Initial public offering -IPO દ્વારા 2400 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. Kfin Technologies એ IPO લાવવા માટે સ્ટોક માર્કેટ રેગ્યુલેટર SEBI પાસે ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યું છે. Kfin Technologies તાજેતરમાં IPO લાવનાર ઘણી કંપનીઓની રજિસ્ટ્રાર રહી છે. કંપનીના વર્તમાન પ્રમોટર જનરલ એટલાન્ટિક સિંગાપોર ફંડ પીટીઈ લિમિટેડ કંપનીમાં 74.94 ટકા હિસ્સો ધરાવે છે. ઓફર ફોર સેલ દ્વારા IPO થકી રૂ. 2400 કરોડ એકત્ર કરવામાં આવશે એટલે કે પ્રમોટરો તેમનો હિસ્સો વેચશે. ICICI સિક્યોરિટીઝ, કોટક મહિન્દ્રા કેપિટલ, જેપી મોર્ગન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ અને જેફરીઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઈસ્યુના લીડ મેનેજર હશે.

આ પણ વાંચો : શેરબજારમાં આ અહેવાલ બાદ દેશની સૌથી મોટી IT કંપની TCS આ મામલે ત્રીજા ક્રમે સરકી ગઈ, જાણો શું છે મામલો

આ પણ વાંચો :  Multibagger Stocks : આ શેરે માત્ર 2 વર્ષના ટૂંકા સમયગાળામાં આપ્યું 650 ટકા રિટર્ન, રોકાણકારોના 1 લાખને બનાવી દીધા રૂપિયા 7.50 લાખ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">