MARKET WATCH: 40% સુધી રિટર્ન આપી શકે છે આ સ્ટોક્સ, રોકાણકારો માટે ખાસ માહિતિ

|

Jan 04, 2021 | 9:03 AM

ગત સપ્તાહે શેર બજાર (STOCK MARKET) નવી સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો છે. સેન્સેક્સ જબરદસ્ત તેજી દર્જ કરી બંધ રહ્યો હતો ત્યારે સતત 9 અઠવાડિયા સુધી વૃદ્ધિનો વિક્રમ પણ સર્જાયો હતો . આ સમય દરમિયાન ઘણા શેરોમાં સારી વૃદ્ધિ થઈ હત. આવનારા સમયમાં પણ સારા વળતર મળે તેવી અપેક્ષા છે. બજારના નિષ્ણાંતો અનુસાર કેટલાક શેર 40% […]

MARKET WATCH: 40% સુધી રિટર્ન આપી શકે છે આ સ્ટોક્સ, રોકાણકારો માટે ખાસ માહિતિ

Follow us on

ગત સપ્તાહે શેર બજાર (STOCK MARKET) નવી સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો છે. સેન્સેક્સ જબરદસ્ત તેજી દર્જ કરી બંધ રહ્યો હતો ત્યારે સતત 9 અઠવાડિયા સુધી વૃદ્ધિનો વિક્રમ પણ સર્જાયો હતો . આ સમય દરમિયાન ઘણા શેરોમાં સારી વૃદ્ધિ થઈ હત. આવનારા સમયમાં પણ સારા વળતર મળે તેવી અપેક્ષા છે. બજારના નિષ્ણાંતો અનુસાર કેટલાક શેર 40% સુધી વળતર આપે તેમ અનુમાન છે. આ સપ્તાહમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ

TORRENT PHARMA
કંપની આગામી કેટલાક વર્ષોમાં તેનું દેવું ચુકવવા માંગે છે. તેનો EBITDA2020-23 દરમિયાન 13% CAGRના દરે વૃદ્ધિ કરી શકે છે. ભારતમાં તેનો વેપાર સતત વધી રહ્યો છે. અર્ધવાર્ષિક ગાળામાં તેના વ્યવસાયમાં 4.5% નો વધારો થયો છે. કંપનીની ક્રોનિક બ્રાન્ડ તેના વ્યવસાયમાં સારો ફાળો આપે છે.

TCS
કંપની છેલ્લા 5 વર્ષથી સતત સારું પ્રદર્શન કરી રહી છે. હાલ તેનો સ્ટોક 3 હજારથી ઉપર છે. માર્કેટ કેપ 11 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. વૈશ્વિક અર્થતંત્રમાં પડકારો હોવા છતાં, કંપનીએ સારું પ્રદર્શન કર્યું છે.ટીસીએસ પાસે 8.6 અબજ ડોલરના ઓર્ડર બુક છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ESCORT
કંપની પાસે સારી રિટેઇલ ડિમાન્ડ છે. જો કે, સપ્લાયની સમસ્યાઓએ તેના માર્કેટ શેરને અસર કરી છે. 2020-21 ના ​​બીજા ભાગમાં એવો અંદાજ છે કે તેની વૃદ્ધિ 6% હોઈ શકે છે. કંપની પાસે રૂ. 350 કરોડના ઓર્ડર બુક છે.

LIC HOUSING FINANCE
એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સનો શેર 41% રિટર્ન આપી શકે છે. શેર હાલમાં રૂ. 377 પર ટ્રેડ કરી રહ્યો છે જેનું લક્ષ્યાંક રૂપિયા 533 છે. તે દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એક છે. ભારત સિવાય તે દુબઇ અને કુવૈતમાં પણ કામ કરે છે.

HG INFRA
કંપની 30% રિટર્ન આપી શકે છે. શેર હાલમાં રૂ 220 પર કારોબાર કરી રહ્યો છે. આ કંપની ઇન્ફ્રા કન્સ્ટ્રક્શન, ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટ સેક્ટરમાં કામ કરે છે. તેનો મુખ્ય વ્યવસાય એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ પ્રાપ્તિ અને બાંધકામ (EPC) છે.

 

Next Article