ટોપ 10માંથી 6 કંપનીઓની માર્કેટ કેપ 2 લાખ કરોડ રૂપિયા ઘટી, TCS અને ઈન્ફોસિસને સૌથી વધારે નુકસાન

|

Sep 18, 2022 | 5:00 PM

સમીક્ષા હેઠળના સપ્તાહમાં TCSનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 76,346.11 કરોડ ઘટીને રૂ. 11,00,880.49 કરોડ થયું છે. ઈન્ફોસિસનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 55,831.53 કરોડ ઘટીને રૂ. 5,80,312.32 કરોડ થયું હતું.

ટોપ 10માંથી 6 કંપનીઓની માર્કેટ કેપ 2 લાખ કરોડ રૂપિયા ઘટી, TCS અને ઈન્ફોસિસને સૌથી વધારે નુકસાન

Follow us on

છેલ્લા સપ્તાહમાં 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી છ કંપનીની માર્કેટ મૂડીમાં (Market Cap) રૂ. 2,00,280.75 કરોડનો ઘટાડો થયો છે. તેમાંથી ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) અને ઈન્ફોસિસને સૌથી વધુ નુકસાન થયું છે. ગયા સપ્તાહે સેન્સેક્સ 952.35 પોઈન્ટ્સ અથવા 1.59 ટકા ઘટ્યો હતો. આ સમયગાળા દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, TCS, HDFC બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસિસ અને HDFCની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. બીજી તરફ ICICI બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અદાણી ટ્રાન્સમિશન અને બજાજ ફાઈનાન્સને ફાયદો થયો છે.

આ કંપનીઓને નુકસાન

સમીક્ષા હેઠળના સપ્તાહમાં TCSનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 76,346.11 કરોડ ઘટીને રૂ. 11,00,880.49 કરોડ થયું છે. ઈન્ફોસિસનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 55,831.53 કરોડ ઘટીને રૂ. 5,80,312.32 કરોડ થયું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 46,852.27 કરોડ ઘટીને રૂ. 16,90,865.41 કરોડ અને હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 14,015.31 કરોડ ઘટીને રૂ. 5,94,058.91 કરોડ થયું છે.

HDFCનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 4,620.81 કરોડ ઘટીને રૂ. 4,36,880.78 કરોડ અને HDFC બેન્કનું માર્કેટકેપ રૂ. 2,614.72 કરોડ ઘટીને રૂ. 8,31,239.46 કરોડ થયું હતું. આ સમયગાળા દરમિયાન અદાણી ટ્રાન્સમિશનની માર્કેટ મૂડી રૂ. 17,719.6 કરોડ વધીને રૂ. 4,56,292.28 કરોડ થઈ છે. બીજી તરફ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા એટલે કે SBIનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 7,273.55 કરોડ વધીને રૂ. 5,01,206.19 કરોડ થયું છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

આ સપ્તાહ કેવું રહેશે શેરબજાર?

તમને જણાવી દઈએ કે આ સપ્તાહે વ્યાજ દર અંગે યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણયથી શેરબજારની હિલચાલ નક્કી થશે. વિશ્લેષકોએ આ અભિપ્રાય આપ્યો છે. આ સિવાય શેરબજારમાં વિદેશી મૂડીનો પ્રવાહ અને ક્રૂડ ઓઈલનો ટ્રેન્ડ પણ મુખ્ય શેર સૂચકાંકોને અસર કરશે. સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટ લિમિટેડના રિસર્ચ હેડ સંતોષ મીણાએ જણાવ્યું હતું કે યુએસમાં ફુગાવાના આંકડા બાદ વૈશ્વિક બજારો નર્વસ દેખાઈ રહ્યા છે. જેના કારણે ડોલર ઈન્ડેક્સ 110ની આસપાસ પહોંચી ગયો છે.

વેપારીઓ હવે યુએસ ફેડરલ ફ્રી માર્કેટ કમિટી (એફઓએમસી)ની આગામી બેઠકના પરિણામ પર નજર રાખી રહ્યા છે. મીણાએ કહ્યું કે બેંક ઓફ ઈંગ્લેન્ડ પણ વ્યાજ દર અંગે નિર્ણય જાહેર કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંસ્થાકીય રોકાણકારો મહત્વની ભૂમિકા ભજવશે, કારણ કે વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટી માર્કેટમાં વેચનાર બની ગયા છે. રેલિગેર બ્રોકિંગ લિમિટેડના રિસર્ચ વાઈસ પ્રેસિડેન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે કોઈપણ મુખ્ય સ્થાનિક ડેટા અને ઈવેન્ટ્સની ગેરહાજરીમાં સહભાગીઓ યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પર નજર રાખશે.

Next Article