ચાઈનીઝ લોન એપ્સને લઈને તપાસમાં મોટી કાર્યવાહી, EDએ Paytm, Razorpayમાં જમા 46 કરોડ રૂપિયાના વ્યવહારો પર મૂક્યો પ્રતિબંધ

|

Sep 16, 2022 | 8:43 PM

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) પેમેન્ટ સર્વિસ પ્લેટફોર્મ (ગેટવે) ઈઝબઝ (Easebuzz), રેજરપે (Razorpay), કેશફ્રી (Cashfree) અને પેટીએમ (Paytm) ના ઓનલાઈન ખાતાઓમાં જમા કરાયેલી 46.67 કરોડ રૂપિયાના વ્યાપારી સંસ્થાઓના વ્યવહારો પર પ્રતિબંધ મૂક્યો છે.

ચાઈનીઝ લોન એપ્સને લઈને તપાસમાં મોટી કાર્યવાહી, EDએ Paytm, Razorpayમાં જમા 46 કરોડ રૂપિયાના વ્યવહારો પર મૂક્યો પ્રતિબંધ
ED

Follow us on

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પેમેન્ટ સર્વિસ પ્લેટફોર્મ (ગેટવે) ઈઝબઝ (Easebuzz), રેજરપે (Razorpay), કેશફ્રી (Cashfree) અને પેટીએમ દિલ્હી, ગુરુગ્રામ, મુંબઈ, પુણે, ચેન્નાઈ, હૈદરાબાદ, જયપુર, જોધપુર, બેંગલુરુ સ્થિત 16 જગ્યાઓની પણ તપાસ કરી છે. ઓનલાઈન ખાતાઓમાં જમા કરાયેલી 46.67 કરોડ રૂપિયાના વ્યાપારી સંસ્થાઓના વ્યવહારો પર પ્રતિબંધ મૂક્યો છે. આ કાર્યવાહી ચીની વ્યક્તિઓ દ્વારા નિયંત્રિત એપ્સ દ્વારા ઈન્સ્ટન્ટ લોન આપતી કંપનીઓ દ્વારા કથિત નાણાકીય ગેરરીતિઓ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી છે. ઈડીએ આ અઠવાડિયે આ પ્લેટફોર્મ્સ સામે દરોડા પાડ્યા હતા. ઈડીએ દિલ્હી, ગુરુગ્રામ, મુંબઈ, પુણે, ચેન્નાઈ, હૈદરાબાદ, જયપુર, જોધપુર, બેંગલુરુ સ્થિત 16 જગ્યાઓની પણ તપાસ કરી છે.

ઈડીએ આ મહિને પણ દરોડા પાડ્યા હતા

આ મહિનાની શરૂઆતમાં રેઝરપે, પેટીએમ અને કેશફ્રીની બેંગલુરુમાં જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમના ખાતામાં જમા કરાયેલા 17 કરોડ રૂપિયા જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હાલની કાર્યવાહી 14 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી, જેમાં દિલ્હી, મુંબઈ, ગાઝિયાબાદ, લખનૌ અને ગયામાં આરોપીઓના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા.

ઈડીએ નિવેદનમાં કહ્યું હતું કે એચપીઝેડ નામની એપ આધારિત ટોકન અને સંબંધિત સંસ્થાઓ સામેની તપાસના સંદર્ભમાં બેંકો અને પેમેન્ટ પ્લેટફઓર્મની દિલ્હી, ગુરુગ્રામ, મુંબઈ, પુણે, ચેન્નાઈ, હૈદરાબાદ, જયપુર, જોધપુર, બેંગલુરુ સ્થિત 16 જગ્યાઓની પણ તપાસ કરી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઓક્ટોબર 2021માં નોંધવામાં આવી હતી FIR

તમને જણાવી દઈએ કે આ મામલામાં એફઆઈઆર ઓક્ટોબર 2021માં નાગાલેન્ડમાં કોહિમા પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોંધવામાં આવી હતી. એજન્સીએ કહ્યું કે સર્ચ દરમિયાન ગુનામાં સામેલ અનેક દસ્તાવેજો મળી આવ્યા છે, જેને જપ્ત કરી લેવામાં આવ્યા છે. એજબઝ સાથે રૂ. 33.36 કરોડ, રેઝરપે સાથે રૂ. 8.21 કરોડ અને કેશફ્રી સાથે રૂ. 1.28 કરોડ જમા કરાવ્યા. તેમને કહ્યું કે 46.67 કરોડ રૂપિયાની રકમ મળી આવી છે, જે વિવિધ બેંક ખાતાઓ અને ઓનલાઈન ખાતાઓમાં જ ફ્રીઝ કરવામાં આવી છે.

કેશફ્રી પેમેન્ટ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ ઈડીની કામગીરીને સંપૂર્ણ મદદ કરી રહ્યા છે અને તપાસના દિવસના થોડા કલાકોમાં જરૂરી જાણકારી આપવામાં આવી છે. પેટીએમે કહ્યું કે જે ફંડ પર રોક લગાવવામાં આવી છે તે કંપનીના નથી. પેટીએમે કહ્યું કે જે એકમોની તપાસ કરવામાં આવી રહી છે તે સ્વતંત્ર વ્યવસાયો છે.

Next Article