Mahendrasinh Dhoni હવે ખેતીમાં હાથ અજમાવશે, ગલ્ફ દેશોમાં પોતાના ખેતરની શાકભાજી મોકલશે

|

Jan 05, 2021 | 6:06 PM

ટીમ ઈન્ડિયા (Team India)ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) હવે ક્રિકેટની સાથે સાથે ખેતીમાં પણ પોતાનો હાથ અજમાવવાની તૈયારી કરી રહ્યો છે. ધોનીના આ નવા કામની ચર્ચા દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થશે. હા, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટ જગતમાં તેના નામે ઘણા રેકોર્ડ્સ નોંધાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા મહેન્દ્રસિંહ […]

Mahendrasinh Dhoni હવે ખેતીમાં હાથ અજમાવશે, ગલ્ફ દેશોમાં પોતાના ખેતરની શાકભાજી મોકલશે

Follow us on

ટીમ ઈન્ડિયા (Team India)ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) હવે ક્રિકેટની સાથે સાથે ખેતીમાં પણ પોતાનો હાથ અજમાવવાની તૈયારી કરી રહ્યો છે. ધોનીના આ નવા કામની ચર્ચા દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થશે. હા, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટ જગતમાં તેના નામે ઘણા રેકોર્ડ્સ નોંધાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા મહેન્દ્રસિંહ ધોની હાલમાં IPL નો જ ભાગ છે. આ વર્ષે કોરોના મહામારીને લઇને IPL યુએઇ (UAE) માં યોજવામાં આવી હતી.

મહેન્દ્ર સિંહ ધોની રાંચીના તેના ફાર્મહાઉસથી દુબઇ શાકભાજી મોકલવા જઇ રહ્યો છે. ટૂંક સમયમાં, રાંચીમાં તેના ખેતરોમાં ઉગાડવામાં આવતી શાકભાજી દુબઈમાં જોવા મળશે. આ માટે કેટલીક કંપનીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે. દુબઇમાં ધોનીના ખેતરોની શાકભાજી અંગે ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે. કેટલીક કંપનીઓ દ્રારા માહી ખેતરોની શાકભાજી વેચવા માટે વાત આગળ વધારી છે. ધોની હાલમાં તેના પરિવાર સાથે દુબઇમાં નવા વર્ષની રજા મનાવી રહ્યો છે. ક્રિકેટ ઉપરાંત મહેન્દ્રસિંહ ધોનીએ બિઝનેસમાં હાથ અજમાવ્યો છે. ગયા વર્ષે 15 ઓગસ્ટના એ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી, ત્યાર બાદ તેણે ખેતીના વ્યવસાયમાં પગ મૂક્યો છે.

મળતી માહિતી મુજબ રાંચી સ્થિત મહેન્દ્રસિંહ ધોનીના ફાર્મ હાઉસ થી દુબઇ શાકભાજી મોકલવામાં આવશે. જે માટે ક્નસાઇન્મેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યુ છે. જે પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. યુએઈમાં શાકભાજીનું વેચાણ કરતી એજન્સીની પણ જાણકારી સામે આવી છે, જે ધોનીની શાકભાજી દુબઇ મોકલનાર છે. આ માટે ઓલ સીઝન ફોર્મ ફ્રેશ એજન્સીની પસંદગી કરવામાં આવી છે. આ એજન્સી ગલ્ફ દેશોમાં ધોનીના ફાર્મહાઉસ માંથી શાકભાજી મોકલશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બ્રાન્ડ ધોનીને આમ પણ કોઈ ઓળખની જરૂર નથી. તેની રમતની કારકિર્દી દરમિયાન ધોની પોતે જ દેશની સૌથી મોટી બ્રાન્ડ રહ્યો છે. ધોનીએ મોટી કંપનીઓની જાહેરાત કરીને રકમ મેળવી છે. આવી સ્થિતિમાં હવે એવું માનવામાં આવે છે કે, ધોનીના ફાર્મહાઉસમાંથી નીકળતી શાકભાજી સારા બિઝનેશ કરી શકે છે.

ટામેટાં, કોબી, વટાણા, કેપ્સિકમ જેવી ધોનીના ખેતરોની શાકભાજીએ રાંચી બજારોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જૈવિક ખેતીને કારણે આ શાકભાજીની માંગ પણ વધી રહી છે. બીજી તરફ, વધતા ઉત્પાદનને કારણે શાકભાજીના થોડાક ભાગને દુબઈ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, ઝારખંડ કૃષિ વિભાગે પણ તેમના ખેતરોમાં ઉગાડવામાં આવતી શાકભાજીને વિદેશી બજારમાં મૂકવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર આ માટે તેની જવાબદારી એક એજન્સીને આપવાનું વિચારી રહી છે.

Published On - 6:05 pm, Tue, 5 January 21

Next Article